Connect with us

Vadodara

માણીતાને ફાયદો કરાવવા વગડામાં વિકાસ થાય છે પણ, ભાયલીનાં નવા વિકસતા વિસ્તારમાં કોર્પોરેશન પાકો રસ્તો બનાવી શકતું નથી

Published

on

  • ભાયલીની પાલિકા લગતની અસંખ્ય ફરિયાદો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી
  • કરોડોના બંગલા બન્યા,છતાંય રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ નથી બની
  • ભાયલી વિસ્તાર હજુ 20 વર્ષ સુધી પ્રાથમિક સુવિધાથી પણ વંચિત રહેશે!

વડોદરાના ભાયલી જેવા નવા વિકસતા એરિયામાં,જ્યાં એક કરોડ થી પાંચ કરોડ સુધીના બંગલા, નવરચના યુનિવર્સિટી રોડ-પાર્ટી પ્લોટ છે ત્યાં પાલિકા જાહેર રસ્તો આપી શકતી નથી. ડ્રેનેજ આપી શકતી નથી. પાણીની વ્યવસ્થા કરી નથી.એકાદ ઈંચ વરસાદ પડતાની સાથે જ મેઇન રોડથી સોસાયટી સુધીના જાહેર રસ્તા ઉપર એક એક ફૂટનો કિચડ થઈ જાય છે. ફોર વ્હીલર પણ લઈને નીકળી શકાતું નથી. સ્કૂટર મોટરસાયકલ લઈને જવાનું તો શક્ય જ નથી.

લોકો નોકરી ધંધા ઉપર બહાર જઈ શકતા નથી. બાળકો સ્કૂલ જઈ શકતા નથી. બહારથી કોઈ આવી શકતું નથી. દૂધવાળા- છાપા વાળા-કામવાળા વિ. અન્ય સેવાઓ માટે અંદર કોઈ આવી શકતા નથી. જાહેર રસ્તાની માંગણી મ્યુ કમિશનર, ડે.કમિશનર, કાર્યપાલક ઈજનેર(રોડ શાખા),વોર્ડ ઓફિસર લેવલે કરવા છતાં પણ છેલ્લા બે વર્ષથી કોઈ અધિકારી એમની કામગીરી પૂરી કરતા નથી. આ કારણસર આજુબાજુની સોસાયટીઓનાં તમામ રહીશો ખૂબ ભડક્યા છે.સંબંધિત વિભાગોને ફરી રિમાઇન્ડર આપ્યા છે. ભેંસ આગળ ભાગવત જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નવા રસ્તાની બજેટની ફાળવણી જ્યારે થાય ત્યારે પરંતુ હાલમાં હંગામી ધોરણે છારું નાખીને, કપચી નાખીને કાચો રસ્તો બનાવી શકાય. જેથી લોકોની અવર-જવર સરળ પડે.લાખો અને કરોડો રુપિયા ખર્ચીને જ્યારે લોકો પોતાનું મકાન ખરીદતા હોય ત્યારે કોર્પોરેશન તેમને પ્રાથમિક સુવિધા પણ ના આપી શકે તો તેવા તંત્રને શરમ આવવી જોઇએ.

ભાયલી વિસ્તારમાં મકાનો ખરીદનારા લોકોની હાલત કફોડી થઇ ગઇ છે. આ તો હજુ ચોમાસાની શરુઆત છે. અને સામાન્ય વરસાદ જ પડ્યો છે પણ છતાં કાચો રસ્તો એટલી હદે ખરાબ થઇ ગયો છે કે અવર જવર બંધ થઇ ગઇ છે અને રહિશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકો કહે છે કે અમે તો વેરો ભરીએ છીએ છતાં કોર્પોરેશન પ્રાથમિક સુવિધા પણ આપી શકતું નથી. આ વિસ્તારની અનેક સોસાયટીઓ વરસાદી પાણીનો પણ નિકાલ થતો નથી જેથી રહિશોને પાણી-કીચડમાંથી પસાર થવું પડે છે. કોર્પોરેશનની આવી બેદરકારી જો ચાલતી રહેશે તો હવે આ વિસ્તારમાં મકાન ખરીદવા કોઇ તૈયાર નહીં થાય તે ચોક્કસ છે. અહીં મકાન લેનારા લોકો હવે ફસાઇ ગયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર- પ્રાથમિક સુવિધાઓ આપવાની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરજ છે. કરોડો રૂપિયાનું ફંડ આવતું રહે છે છતાં તેનો સીધો લાભ લોકો સુધી પહોંચતો નથી.

Continue Reading
Vadodara4 hours ago

એમ.એસ. યુનિવર્સિટીની મોટી સિદ્ધિ: મેલેરિયાની નવી દવાને માત્ર 7 મહિનામાં જ ભારત સરકાર દ્વારા પેટન્ટ એનાયત

Vadodara13 hours ago

વડોદરાના ચકચારી હિટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલાયો: છાણી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કારચાલકને ઝડપી પાડ્યો

Vadodara1 day ago

વડોદરાના તરસાલી શાક માર્કેટમાં વિવાદ: ભાવતાલ બાબતે ઉશ્કેરાયેલા લારીવાળાએ મહિલાને તમાચો મારી અભદ્ર વ્યવહાર કર્યો

Gujarat1 day ago

શૌચક્રિયા માટે ગયેલી ત્રણેય દીકરીઓ તળાવમાં ડૂબી, કિનારે પડેલી કાગળની હોડીઓથી માતા-પિતાની નજર સમક્ષ ખુલી દુર્ઘટના

Vadodara1 day ago

EDની મુંબઈ ઝોનલ ઓફિસની ટીમ દ્વારા 7 સ્થળો અને 3 બેંક લોકર પર સર્ચ ઓપરેશન, મચી ચકચાર

Vadodara2 days ago

બોગસ ઇન્વૉઇસ, ખોટા હિસાબો અને ડિજિટલ સહીનો દુરુપયોગ: તરસાલી બાયપાસના બાલાજી પેટ્રોલિયમમાં કૌભાંડ પકડાયું

Vadodara2 days ago

વડોદરા: MS યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને બ્લેકમેઈલિંગ, ખંડણીખોર વાસુદેવ સુથાર ઝડપાયો

Vadodara3 days ago

વડોદરામાં પાર્કિંગના નિયમોમાં બેવડી નીતિનો આક્ષેપ: સામાન્ય નાગરિકો માટે કડકાઈ, જ્યારે સરકારી વાહનો માટે છૂટછાટ?

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur1 week ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara4 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending