Connect with us

Vadodara

વડોદરા કોર્પોરેશનમાં ચૂંટણી પૂર્વે ‘વિકાસ’નો ધમધમાટ; વિવાદો વચ્ચે ₹320 કરોડના કામો મંજૂર

Published

on

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં ‘વિકાસ’ના નામે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે મુખ્યમંત્રીના વડોદરા આગમન પૂર્વે જ સ્થાયી સમિતિએ એક જ ઝાટકે ₹320 કરોડના વિકાસકામો પર મંજૂરીની મહોર મારી દીધી છે. જોકે, અંદાજ કરતાં વધુ રકમના ટેન્ડરો અને ચૂંટણી ભંડોળના આક્ષેપોને કારણે આ મંજૂરી હવે ચર્ચા અને વિવાદના કેન્દ્રમાં છે.

વડોદરા કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી સત્તાધારી પક્ષ અને વહીવટી પાંખ વચ્ચે ચાલતી ખેંચતાણને કારણે અનેક કામો અટવાયેલા હતા. પરંતુ હવે જ્યારે ચૂંટણી માથે છે, ત્યારે જાણે વહીવટી તંત્ર અને પદાધિકારીઓ વચ્ચે ‘સુમેળ’ સાધવામાં આવ્યો હોય તેમ જણાય છે.

ગઈકાલે એજન્ડા પર રજૂ કરવામાં આવેલા ₹230 કરોડના કામોમાં આજે સમિતિની બેઠક મળે તે પહેલા જ વધારાના ₹90 કરોડના ડ્રેનેજના કામો ઉમેરી દેવામાં આવ્યા હતા. આમ, કુલ ₹320 કરોડના કામો એક જ બેઠકમાં મંજૂર કરી દેવામાં આવ્યા છે.

📝 વિવાદના મુખ્ય મુદ્દાઓ:

  • વધારે ભાવના ટેન્ડરો: મંજૂર કરાયેલા મોટાભાગના કામો અંદાજિત રકમ કરતા વધુ ભાવના ટેન્ડરો હોવાનું સામે આવ્યું છે, જેનાથી પાલિકાની તિજોરી પર વધારાનું ભારણ વધશે.
  • ચૂંટણીલક્ષી ઉતાવળ: મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાવવા માટે નિયમો અને પ્રક્રિયામાં ઉતાવળ કરાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
  • ચૂંટણી ભંડોળની ચર્ચા: વિરોધ પક્ષ અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ચૂંટણી પૂર્વે આટલી મોટી રકમના કામો એકસાથે મંજૂર કરવા પાછળ ચૂંટણી ભંડોળ એકઠું કરવાનો ઈરાદો હોઈ શકે છે.

📌નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે છે અને તેઓ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. તે પૂર્વે આ કામોને મંજૂરી મળી જતાં હવે તેના અમલીકરણની પ્રક્રિયા પણ તેજ બનશે. જોકે, ટેન્ડરોમાં ઊંચા ભાવ અને ઉતાવળે લેવાયેલા આ નિર્ણયથી પાલિકાની પારદર્શકતા સામે સવાલો ઉભા થયા છે.

🧐 હવે જોવાનું એ રહેશે કે આ ₹320 કરોડના કામોથી વડોદરાની જનતાને ખરેખર કેટલી સુવિધા મળે છે કે પછી આ માત્ર ચૂંટણીલક્ષી ‘વિકાસ’ બનીને રહી જશે.

Continue Reading
International7 hours ago

મિડલ ઈસ્ટમાં યુદ્ધનું વાતાવરણ: ઈરાન પર અમેરિકાના મોટા હુમલાની તૈયારી, ટ્રમ્પની આકરા તેવર

Vadodara11 hours ago

વડોદરામાં સાધન-સરંજામ સાથે ઘરફોડ ચોરી કરવા નીકળ્યો હતો આરોપી, બાપોદ પોલીસે ઝડપયો

Karjan-Shinor13 hours ago

રેતી માફિયાઓની દાદાગીરીનો અંત ક્યારે?નશામાં ધૂત ડમ્પર ચાલકે પવિત્ર નર્મદા ઘાટના પગથિયાં તોડી નાખ્યાં

Vadodara13 hours ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

International14 hours ago

ગલ્ફમાં ‘વોર ઝોન’: MT Jalveer પર હુમલો, અમેરિકાની કાર્યવાહીમાં ભારતીયોના મોત બાદ તણાવ ચરમસીમા પર

Vadodara1 day ago

પદમલા ગોડાઉન ચોરી કેસ: વિજય સેલ્સ ઇન્ડિયાના 17 લાખના સાધનોની ચોરી મામલે ડ્રાઈવર સામે ગુનો દાખલ

Vadodara2 days ago

પૂરક પરીક્ષા: વડોદરામાં 46 કેન્દ્રો પર પરીક્ષાનો માહોલ, જિલ્લા શિક્ષણ વિભાગની તૈયારીઓ પૂર્ણ

Vadodara2 days ago

વડોદરા: પાણીની તંગી વચ્ચે વોર્ડ-14ના બંધ 16 હેન્ડ પંપોનો મુદ્દો ગરમાયો, કોંગ્રેસની તાત્કાલિક સમારકામની માંગ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara13 hours ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara5 days ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara2 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara2 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia3 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli4 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara1 month ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara1 month ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Trending