Connect with us

Dabhoi

ડભોઈ MGVCLની ઘોર બેદરકારી: સેફ્ટીના નિયમો નેવે મૂકી જીવના જોખમે વીજ લાઈનની કામગીરી

Published

on

સ્થળ: ડભોઈ, વડોદરા

👉 મુખ્ય મુદ્દો: સુરક્ષા ઉપકરણો વગર કામગીરી અને પૂર્વ જાણ વગર વીજ કાપ

  • ડભોઈમાં MGVCLનો ‘રામ ભરોસે’ વહીવટ: 20 ફૂટ ઊંચા થાંભલા પર સુરક્ષા વગર લટકતા શ્રમિકો!
  • ન હેલ્મેટ, ન સેફ્ટી બેલ્ટ: શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
  • જાણ કર્યા વગર 3 કલાક સુધી પાવર કટ, વેપારીઓ અને રહીશોમાં ભારે રોષ.
  • MGVCL લાઈનમેનનો ઉદ્ધત જવાબ – “આ તો કોન્ટ્રાક્ટરની જવાબદારી!”

ડભોઈ: ડભોઈ શહેરમાં MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના જનતાનગર પાસે આવેલા માર્યા કોમ્પ્લેક્સ નજીક આજે વીજ વાયર બદલવાની કામગીરી દરમિયાન સુરક્ષાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
જીવના જોખમે કામગીરી: સ્થળ પર જોવા મળ્યું હતું કે, ખાનગી કોન્ટ્રાક્ટરના માણસો 15 થી 20 ફૂટ ઊંચા વીજ થાંભલા પર ચઢીને કામ કરી રહ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ શ્રમિકો પાસે નહોતો કોઈ સેફ્ટી બેલ્ટ કે નહોતું માથા પર હેલ્મેટ. કોઈ પણ પ્રકારની સુરક્ષા પાંખ વગર જીવના જોખમે વીજ લાઈન પર કામ કરતા આ શ્રમિકો જોઈને

🚻 સ્થાનિકો પણ ફફડી ઉઠ્યા હતા.

વેપારીઓ અને રહીશો પરેશાન: આ કામગીરીને પગલે વિસ્તારમાં કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વગર 2 થી 3 કલાક સુધી વીજ પુરવઠો ખોરવી નાખવામાં આવ્યો હતો. બપોરના સમયે અચાનક વીજળી ગુલ થઈ જતા સ્થાનિક રહીશો અને ખાસ કરીને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જનતાનો આક્ષેપ છે કે, તંત્ર દ્વારા આવી કામગીરી પહેલા કોઈ જાણ કરવામાં આવતી નથી.

જવાબદારીમાંથી હાથ ઊંચા કરતા અધિકારીઓ: જ્યારે આ મામલે સ્થળ પર હાજર MGVCLના લાઈનમેન એસ. એસ. પટેલને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સંતોષકારક જવાબ આપવાને બદલે જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે અને સેફ્ટીની જવાબદારી પણ તેમની જ છે.”

લોકોમાં ઉઠતા સવાલો: જો કામ દરમિયાન કોઈ શ્રમિક સાથે દુર્ઘટના ઘટે, તો તેનો જવાબદાર કોણ?

  • કોન્ટ્રાક્ટર નિયમોનું પાલન કરે છે કે નહીં, તે જોવાની જવાબદારી MGVCLના અધિકારીઓની નથી?
  • વગર જાણ્યે વીજ કાપ ઝીંકી દેવો એ ગ્રાહકોના

🛑 અધિકારોનું ઉલ્લંઘન નથી?

હવે જોવાનું એ રહે છે કે, આ ગંભીર બેદરકારી બદલ ઉચ્ચ અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ભરે છે કે પછી કોઈ મોટી હોનારતની રાહ જોવામાં આવશે.

Continue Reading
National3 hours ago

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટીમાં ₹34નો તોતિંગ વધારો!

Savli7 hours ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara9 hours ago

વડોદરા: જાણીતા ગેસ્ટ્રો સર્જન સાથે દુબઈ ટૂરના નામે લાખોની છેતરપિંડી; હોટલ બુકિંગના નામે પિતા-પુત્રએ ખંખેર્યા લાખો રૂપિયા

Vadodara9 hours ago

વડોદરા: 13 વર્ષથી પોલીસને થાપ આપતો રીઢો આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં; વાડી વિસ્તારની ઘરફોડ ચોરીનો છે મામલો

Vadodara10 hours ago

વડોદરા: VMCનો ‘વન ડે વન રોડ’ પ્રોગ્રામ હેઠળ વોર્ડ 9 અને 16 માં પશુઓ છોડનાર અને ગંદકી કરનાર માલિકોને ફટકાર્યો દંડ

National1 day ago

મોટી હોનારત: મથુરામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરેલી હોડી પલટી; 8 લોકો ડૂબ્યા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Vadodara1 day ago

ભારે પડી માનવતા: વડોદરામાં અકસ્માતગ્રસ્ત યુવકને ઉભો કરવા ગયેલા ફોટોગ્રાફરની આંખ ફોડી નાખી

Vadodara1 day ago

વડોદરામાં દુમાડ બ્રિજ ડમ્પરે દંપતીને કચડ્યું, લોહીલુહાણ પતિનું માથું ખોળામાં લઈ પત્નીએ કર્યા આક્રંદ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli7 hours ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara3 days ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara4 days ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara5 days ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara5 days ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat5 days ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara1 week ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara2 weeks ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Trending