Connect with us

Vadodara

વડોદરાના તરસાલી શાક માર્કેટમાં વિવાદ: ભાવતાલ બાબતે ઉશ્કેરાયેલા લારીવાળાએ મહિલાને તમાચો મારી અભદ્ર વ્યવહાર કર્યો

Published

on

  • મહિલા પર હુમલો: તરસાલી શાક માર્કેટમાં ભાવતાલ બાબતે લારીવાળાએ મહિલાને તમાચો માર્યો.
  • સ્થાનિકોનો વિરોધ: ઘટનાના પગલે રોષે ભરાયેલા લોકોએ આરોપીના ઘર નજીક રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શિત કર્યો.
  • પોલીસ બંદોબસ્ત: મામલો થાળે પાડવા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તરત જ સ્થળ પર પહોંચી ગયો હતો.
  • લોકોની સ્પષ્ટ ભૂમિકા: દોષિત સામે જ કડક કાર્યવાહી થાય તેવી માગ સાથે અન્ય લારીવાળા સામે કોઈ મનદુખ ન હોવાનું સ્પષ્ટ કરાયું.

વડોદરા: વડોદરા શહેરના તરસાલી બસ સ્ટેન્ડ પાસે આવેલી શાક માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયેલી એક મહિલા સાથે લારીવાળાએ અભદ્ર વર્તન કરી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ભાવતાલ બાબતે થયેલી બોલાચાલી બાદ લારીવાળાએ મહિલાને તમાચો મારી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો અને રાત્રે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.

🧐શું છે સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, ગઇકાલે રાત્રે એક મહિલા તરસાલી શાકભાજી માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે ગઈ હતી. આ દરમિયાન એક લારી પર ભાવતાલ કરવા બાબતે લારીવાળા સાથે માથાકૂટ થઈ હતી. મામલો એટલો વધી ગયો કે લારીવાળાએ ઉશ્કેરાઈને મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરી તેને તમાચો મારી દીધો હતો. આ વાત વાયુવેગે પ્રસરતા લોકો અને બજરંગદળના કાર્યકરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેને જોઈને આરોપી લારીવાળો ત્યાંથી નાસી છૂટ્યો હતો.

આરોપી અન્ય સમુદાયનો હોવાથી મામલો તંગ ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક કાફલા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. રોષે ભરાયેલા લોકોએ રાત્રે 1 વાગ્યાથી આરોપીની સોસાયટી નજીક બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ સ્પષ્ટતા કરી હતી કે એક વ્યક્તિના કરતૂતોની સજા અન્ય લારીવાળાઓને ન આપી શકાય, અને અન્ય વેપારીઓ સાથે કોઈ વિરોધ નથી. જોકે, મહિલા પર હુમલો કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સવારે 4 વાગ્યે પોલીસ ફરિયાદની કોપી મળ્યા બાદ લોકો શાંત પડી વિખેરાયા હતા.

Continue Reading
Vadodara3 hours ago

વડોદરાના તરસાલી શાક માર્કેટમાં વિવાદ: ભાવતાલ બાબતે ઉશ્કેરાયેલા લારીવાળાએ મહિલાને તમાચો મારી અભદ્ર વ્યવહાર કર્યો

Gujarat4 hours ago

શૌચક્રિયા માટે ગયેલી ત્રણેય દીકરીઓ તળાવમાં ડૂબી, કિનારે પડેલી કાગળની હોડીઓથી માતા-પિતાની નજર સમક્ષ ખુલી દુર્ઘટના

Vadodara9 hours ago

EDની મુંબઈ ઝોનલ ઓફિસની ટીમ દ્વારા 7 સ્થળો અને 3 બેંક લોકર પર સર્ચ ઓપરેશન, મચી ચકચાર

Vadodara1 day ago

બોગસ ઇન્વૉઇસ, ખોટા હિસાબો અને ડિજિટલ સહીનો દુરુપયોગ: તરસાલી બાયપાસના બાલાજી પેટ્રોલિયમમાં કૌભાંડ પકડાયું

Vadodara1 day ago

વડોદરા: MS યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને બ્લેકમેઈલિંગ, ખંડણીખોર વાસુદેવ સુથાર ઝડપાયો

Vadodara2 days ago

વડોદરામાં પાર્કિંગના નિયમોમાં બેવડી નીતિનો આક્ષેપ: સામાન્ય નાગરિકો માટે કડકાઈ, જ્યારે સરકારી વાહનો માટે છૂટછાટ?

Vadodara2 days ago

લાલ રંગની સ્વિફ્ટ કાર અકસ્માત સર્જીને પળભરમાં થઈ ફરાર: સ્થાનિક લોકોના ટોળેટોળાં એકત્ર થતાં ભારે ચકચાર

Savli3 days ago

સાવલી: મંજુસરના નિરમા કેનાલ પાસે રિવોલ્વરથી આત્મહ*ત્યાનો પ્રયાસ કરનાર યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur1 week ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 week ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara4 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending