Connect with us

Vadodara

મસાજ માટે બોલાવીને મેડીકલ ઓફિસરને હનીટ્રેપમાં ફસાવી દીધા,પોલીસના સ્વાંગમાં આવેલા ગઠીયાઓ એ એક લાખ રૂ.પડાવ્યા

Published

on

  • ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને યુવકને મસાજ માટે યુવતીએ ઘરે બોલાવ્યો
  • યુવતીના બેડરૂમમાં પોલીસના સ્વાંગમાં ત્રણ યયુવકો ધસી આવ્યા અને વિડીયો ઉતારી બ્લેકમેલ કર્યા
  • ભોગબનનાર યુવકે પોલીસનો સંપર્ક કરતા ગણતરીના કલાકોમાં સમગ્ર ટોળકી ઝડપાઇ ગઈ

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં એક મહિલા દ્વારા મેડીકલ ઓફિસરને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને મસાજ કરાવવા બોલાવીને વિડીયો ઉતારીને હનીટ્રેપ કર્યાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. જેમાં મહિલાના સાગરીતોએ પોલીસ બનીને દરોડો પાડીને 10 લાખની માંગણી કરીને 1 લાખ પડાવી લીધા બાદ ઉઘરાણી કરતા હતા. જોકે ભોગબનનારે પોલીસનો સંપર્ક કરતા હનીટ્રેપ કરતી ટોળકી પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે.

પ્રાપ્ત મહિતી અનુસાર શહેરના ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતા અને મંજુસરની ખાનગી કંપનીમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અતુલ કાનજીભાઈ પટેલને થોડા દિવસ પહેલા જુહી લાબના નામની યુવતીની ફ્રેન્ડ રીક્વેસ્ટ ફેસબુક પર આવી હતી.જે ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારીને અતુલ પટેલે જુહી સાથે ચેટ શરુ કરી હતી.

જુહીએ પોતે મસાજ થેરાપીસ્ટ તરીકેની ઓળખ આપીને મસાજ કરવવા માટેનો પ્રસ્તાવ મુક્યો હતો. જે બાદ અતુલભાઈ પટેલે 1000રૂ.માં મસાજ કરાવવાનું નક્કી કર્યું હતું. અને અતુલભાઈ જુહીના ઘરે ગોત્રી સંસ્કાર નગર ખાતે પહોચ્યા હતા. જ્યાં બેડરૂમમાં જઈને મસાજ માટે કપડા કાઢતાની સાથે જ ત્રણ ઇસમો ઘરમાં ધસી આવ્યા હતા. અને પોલીસ પોલીસ હોવાની ઓળખ આપી હતી.


પોલીસના સ્વાંગમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ એપાર્ટમેન્ટ માંથી ફરિયાદ આવી છે. અહી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે છે તેમ કહીને એક અરજી જેવું કાગળ બતાવ્યું હતું. જયારે અન્ય એક વ્યક્તિએ અતુલ પટેલ અને જીહીનો વિડીયો ઉતારી લીધો હતો. અને ફ્લેટ સીલ કરીને ધરપકડ કરવાની ધમકી આપી હતી.

પોલીસના નામથી ડરી ગયેલા અતુલ પટેલે બહાર જ પતાવટ માટે રજૂઆત કરતા જ પોલીસના સ્વાંગમાં આવેલા ગઠીયાઓ એ 10 લાખ રૂ. ની માંગણી કરી હતી. અને રૂપિયા નહિ આપે તો કેસ કરીશું તેવી ધમકી ઉચ્ચારી હતી. ફરિયાદી અતુલ પટેલ પાસે રૂપિયા નથી તેમ કહીને એટીએમ કાર્ડ ઘરે છે તેમ જણાવતા ત્રણેય ગઠિયાઓ અતુલ પટેલને લઈને તેઓના ઘરે જઈને એટીએમ કાર્ડ લઈને 1 લાખ રૂ. ઉપાડી લીધા હતા.

બાકીના રૂપિયા સાંજે આપવા પડશે નહિ તો વિડીયો વાયરલ કરીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી ઉચ્ચારી હતી. બીજા દિવસે મસાજ માટે બોલાવનાર મહિલા જુહી લાબનાએ પણ ફોન કરીને ફરિયાદી પાસે રૂપિયાની માંગણી કરી હતી. અને રૂપિયા નહિ આપે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ચીમકી ઉચ્ચારતા અતુલ પટેલે ગોત્રી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. જયારે ગોત્રી પોલીસે હનીટ્રેપ મામલે ફરિયાદ લઈને મહિલા જાગૃતિ ઉર્ફે જુહી, યોગેશ લવાણા, સની બારોટ,અનિલ બારોટની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
Farm Fact8 hours ago

ખેતરથી ડેરી સુધીની અદભુત સફર: વડોદરાના અલ્વા ગામના ખેડૂત જયેશભાઈએ વિકસાવ્યું ટકાઉ ગ્રામીણ મોડેલ

Vadodara3 days ago

મકરપુરાની રાધે રેસિડેન્સીમાં કમકમાટીભર્યો અકસ્માત: 5 માળની બિલ્ડિંગ પરથી પટકાતા 16 વર્ષીય વિદ્યાર્થિનીનું કરુણ મો*ત

Vadodara4 days ago

વડોદરામાં બિલ્ડરની ઘોર બેદરકારી ઉજાગર: દેવેશ ઇમ્પેરિયા સોસાયટીમાં માત્ર બે વર્ષમાં ફ્લેટની છત ધરાશાયી

Vadodara5 days ago

વડોદરા મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે રોષ: સામાન્ય નાગરિકોના બેનરો હટાવ્યા, જ્યારે નેતાઓના હોર્ડિંગ્સ યથાવત

Vadodara5 days ago

AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફેઇલ: દરજીપુરા આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થતાં 35થી વધુ અરજદારો કલાકો સુધી અટવાયા

Vadodara6 days ago

29 વર્ષની લાંબી કાનૂની લડત બાદ ઐતિહાસિક ચુકાદો: રેલવે કર્મચારીની બરતરફી ગેરકાયદે ઠેરવતું ઔદ્યોગિક ન્યાયપંચ

Vadodara1 week ago

અધિકારીઓ કમિશનરના કહ્યામાં નથી? બાર દિવસ અગાઉ રજૂઆત છતાં નાળાની સફાઈ ન થઈ -કોર્પોરેટર આશિષ જોશી

Gujarat1 week ago

ગુજરાતમાં 4 કલાકમાં 172 તાલુકામાં વરસાદ! બોરસદમાં સૌથી વધુ 4.53 ઇંચ ખાબક્યો, વડોદરા-અમદાવાદમાં પણ ધોધમાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 week ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending