Connect with us

Vadodara

PCBના દરોડાના બે કલાક બાદ જ બાતમીદાર હોવાની શંકાએ બુટલેગરે યુવકને ધમકી આપી

Published

on

  • બુટલેગરે બે કલાકમાં બાતમીદાર કેવી રીતે શોધી કાઢ્યો? તે તપાસ નો વિષય
  • વર્ષ 2023માં પણ માથાભારે બુટલેગર વિપુલ પંચાલે સ્થાનિકો પર હુમલો કર્યો હતો
  • ભૂતકાળમાં ન્યાય માટે પોલીસ ભવન સુધી આવેલા રહીશો, આજે પણ બુટલેગરથી ભયભીત!

વડોદરા શહેરમાં બુટલેગરોનો આતંક એટલી હદે વધી ગયો છે કે, પોલીસ દ્વારા બુટલેગરના ધંધા પર દરોડો પાડવામાં આવે તે બાદ બુટલેગરો પોલીસના બાતમીદારને શોધીને તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. મહત્વની વાત એ છે કે , પોલીસને બાતમી આપનારનું નામ બુટલેગર સુધી કોણે પહોચાડ્યું હશે તે પણ તપાસનો વિષય છે. જયારે દંતેશ્વરના કુખ્યાત બુટલેગરે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતાં મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 28મીની રાત્રે 9.30 વાગે શહેર ગુના નિવારણ શાખા(PCB)એ ઘાઘરેટિયામાં દરોડો પાડ્યો હતો. સાંઈબાબાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં દારૂ વેચતા મિતલ પંચાલને ઝડપી વિદેશી દારૂની 53 હજારની કિંમતની 153 બોટલો જપ્ત કરી હતી. પોલીસે પૂછપરછ કરતા દારૂ વિપુલ પંચાલ નામના બુટલેગરનો હોવાનું જણાવ્યું હતું.

દરોડા પાડ્યાના બે કલાક બાદ રાત્રે 11.45 કલાકે દંતેશ્વર રાઠોડવાસમાં રહેતા અને ચાઈનીસની લારી ચલાવતા ગણપતસિંહ ધારિયાને ફોન આવ્યો હતો. જેમાં પોતે વિપુલ પંચાલ ઉર્ફે ડોન બોલતો હોવાનું જણાવ્યું હતું અને પોલીસને તું મારા દારૂના ધંધાની બાતમી કેમ આપે છે એમ જણાવી અપશબ્દો બોલ્યો હતો. તારું મર્ડર કરાવી નાંખીશ એવી ધમકી આપી હતી. પરિણામે ગભરાયેલા ગણપતસિંહ મકરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ સમક્ષ ગણપતસિંહ દ્વારા લેખિતમાં ફરિયાદ કરી બુટલેગરથી બચાવી લેવા માટે માંગ કરી હતી.

બુટલેગરે બે કલાકમાં બાતમીદાર કેવી રીતે શોધી કાઢ્યો?
પોલીસ વિભાગમાં ગુન્હાહિત પ્રવૃતિઓની બાતમી આપતા બાતમીદારોની ઓળખ ગુપ્ત રાખવાની હોય છે. પોલીસ વિભાગ આ મામલે ઘણું સંવેદનશીલ છે. જો બાતમીદારની માહિતી સાર્વજનિક થઇ જાય તો તેના જાનને ખતરો હોઈ શકે છે. PCB દ્વારા 28 તારીખે પાડવામાં આવેલા દરોડાના બે કલાકમાં ફરિયાદી ગણપતસિંહ પર બુટલેગરે ફોન કરીને આપેલી ધમકી પોલીસની ગોપનીયતા પર પણ સવાલો ઉભા કરે છે. બાતમીદાર હોવાની શંકાએ એક વ્યક્તિને ફોન કરીને ધમકી આપતા બુટલેગરને કોણે માહિતી આપી હશે? શું પોલીસ વિભાગ અને રેડ કરનાર એજન્સી PCBમાં કોઈ બુટલેગરનો બાતમીદાર છુપાયેલો છે ?

બુટલેગર વિપુલ પંચાલ વિરુદ્ધ ભૂતકાળમાં પણ મોરચો પોલીસ ભવન આવ્યા હતા
મકરપુરા પોલીસ મથકની હદમાં ઘાઘરેટીયા વિસ્તારમાં વર્ષોથી શરાબના ધંધાનું સામ્રાજ્ય ચલાવતા વિપુલ પંચાલ વિરુદ્ધ ભૂતકાળમાં પણ વિસ્તારના રહીશો પર હુમલો કર્યા અને માર માર્યાના કિસ્સાઓ બનેલા છે. ગત 14 જુલાઈ 2023ના રોજ વિસ્તારના રહીશો બુટલેગર વિપુલ પંચાલ અને પરિવાર વિરુદ્ધ રજૂઆત કરવા પોલીસ ભવન ખાતે આવી પહોચ્યા હતા. તે સમયે પણ એક સ્થાનિક પરિવાર પર વિપુલ પંચાલ દ્વારા હુમલો કરી રીક્ષાની તોડફોડ કરી હોવાના આક્ષેપો થયા હતા. સ્થાનિકોએ તે સમયે જણાવ્યું હતું કે ,પોલીસ કંટ્રોલ રૂમમાં વારંવાર કોલ કરવા છતાંય પોલીસ આવી ન હતી.

અઢી વર્ષ પહેલા બુટલેગર વિપુલ પંચાલે સ્થાનિક રહીશો સામે કરેલા હુમલા અને ધાકધમકી બાદ પણ આજે ફરી એક વાર બાતમીદાર હોવાની શંકાએ ચાઇનીઝની લારી ચલાવતા યુવકને ધમકી આપ્યાનો કિસ્સો સામે આવ્યા બાદ સેવા, સુરક્ષા અને સલામતીના સિદ્ધાંતો પર વડોદરા પોલીસ સફળ થઇ નથી તેમ લાગી રહ્યું છે.

Vadodara1 hour ago

મકાનમાં બહારથી માણસો બોલાવી ચાલતું હતું જુગારધામ: સંચાલક રિતેશ બારોટ રંગેહાથ પકડાયો

Karjan-Shinor3 hours ago

કરજણના ધાવટ રોડ પર સાંઈ સર્જન સોસાયટીના 70 થી 80 પરિવારો કાદવ-કીચડ વચ્ચે જીવન જીવવા મજબૂર

Savli4 hours ago

વડોદરા જિલ્લાની સાવલી કોર્ટ દ્વારા સગીરાઓ પર દુષ્કર્મ અને અપહરણના બે અલગ-અલગ કેસમાં 20 વર્ષની સજા ફટકારી

Vadodara1 day ago

વડોદરા જિલ્લામાં ચોમાસમાં મન મૂકીને વરસી રહ્યો છે મેઘરાજા: સિઝનનો કુલ વરસાદ 12.56 ઇંચ વરસી ચૂક્યો છે

International1 day ago

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ વકર્યું: યમનના હુથી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાના ઓઈલ પ્લાન્ટ્સ પર ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલો

Vadodara2 days ago

ચોરાયેલું સોનું સંતાડનાર સાથીદાર મહેન્દ્રસિંગ સરદાર પણ સકંજામાં: રૂ. 2.07 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

Vadodara2 days ago

રૂ. 40,000 ની કિંમતનું ચોરી કરાયેલ એક્ટિવા મોપેડ સાથે વસંતભાઈ દરજી નામના શખ્સની ધરપકડ

Vadodara2 days ago

ઉપરવાસમાં ભારે વરસાદથી વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધીને 13 ફૂટે પહોંચ્યું,આજવા સરોવરની સપાટી 208.31 ફૂટે

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 days ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 week ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 week ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor2 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 weeks ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra2 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Trending