Connect with us

Vadodara

બુટલેગર જેલમાં, છતાંય પત્ની-પુત્રએ 37 લાખની કિંમતનો શરાબનો જથ્થો મંગાવ્યો: વરણામાં પોલીસે 52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Published

on

વડોદરા નજીક રતનપુર ગામનો નામચીન બૂટલેગર રાકેશ ઉર્ફે લાલો પાસા હેઠળ જેલમાં હોવા છતાં તેની પત્ની અને પુત્રએ મોટાપાયે દારૂનો ધંધો સંભાળી મધ્યપ્રદેશથી દારુનો જથ્થો ભરેલું એક કન્ટેનર મંગાવતા પોલીસે મળસ્કે દરોડો પાડીને કન્ટેનર સાથે દારુનો જથ્થો ઝડપી પાડી કન્ટેનરના ચાલકની ધરપકડ કરી રૂ.52.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


ઉલ્લેખનીય છે કે રતનપુરનો નામચીન બૂટલેગર રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલ હાલમાં જેલમાં છે અને તેની ગેરહાજરીમાં પુત્ર સચિન તેમજ પત્ની સીમાએ દારૃ વેચાણ ચાલુ રાખ્યું છે અને તેમણે એક આઇસર કન્ટેનરમાં દારૃ મંગાવ્યો છે તેમજ તેના ઘેર દારૃ ઉતરી રહ્યો છે તેવી માહિતી મળતા વરણામા પોલીસ વહેલી સવારે રતનપુર પહોંચી ત્યારે ગામમાથી એક કન્ટેનર નીકળી કપુરાઇ ચોકડી તરફ જતા પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડયું હતું. આ વખતે કન્ટેનરમાંથી ઉતરીને બે શખ્સો ભાગતા વિજયકુમાર બલરામસિંગ યાદવ (રહે.દેવદહાના, જિલ્લો અલાહાબાદ, ઉત્તર પ્રદેશ)ને ઝડપી પાડયો હતો.

પોલીસે તેની પૂછપરછ કરતાં કન્ટેનરમાં દારૂ ભર્યો છે તેમજ રતનપુરમાં ઉતારવા માટે આવ્યો હતો. ગામના એક ઘરના વાડામાં દારુ ઉતારતો હતો ત્યારે સચિન અને એક મહિલાએ પોલીસ આવે છે તું તાત્કાલિક નીકળી જા તેમ કહેતાં હું દારુ ઉતારવાનો બાકી રાખી કન્ટેનર લઇને નીકળી ગયો હતોતેમ જણાવ્યું હતું. દારુનો જથ્થો રતનપુરમાં ક્યાં ઉતાર્યો હતો તેમ પૂછી તેને સાથે રાખી રતનપુરમાં તપાસ કરતાં તેને રાકેશ ઉર્ફે લાલાનું ઘર બતાવ્યું હતું ત્યાં એક પતરાના શેડમાં દારુ ઉતાર્યો હોવાનું જણાવતા પોલીસે ત્યાંથી પણ દારુ કબજે કર્યો હતો.

ડ્રાઇવરે કહ્યું હતું કે દારુનો જથ્થો ભરેલું કન્ટેનર ઇન્દોરમાં રહેતા રવિભાઇ નામના શખ્સે આપી રતનપુર જવા કહ્યું હતું અને રતનપુર આવતા સચિન મને લેવા આવ્યો હતો. પોલીસે દારુ નો જથ્થો, કન્ટેનર, મોબાઇલ સહિત કુલ રૂ.52.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કન્ટેનરમાં દારુ ભર્યો છે તેવી કોઇને શંકા ના જાય તે માટે કન્ટેનર પર ડાક પાર્સલનું લખાણ હતું. પોલીસે સચિન રાકેશ જયસ્વાલ, તેની માતા સીમાબેન, અને ઇન્દોરના સપ્લાયર રવિભાઇને ફરાર જાહેર કર્યા હતાં.

Waghodia28 minutes ago

વાઘોડિયા Dynamic Inks And Coating કંપનીમાં ભીષણ આગ, કલાકોથી ફાયરની જહેમત જારી

Gujarat1 hour ago

રાજકીય હલચલ તેજ: આવતી કાલની કેબિનેટ બેઠક પહેલાં અનેક મંત્રીઓ પર રાજીનામાનું વાદળ!

Dabhoi2 hours ago

ડભોઈ તાલુકાના ચાર ગામોને નગરપાલિકામાં સામેલ કરવાની યોજના સામે ગ્રામજનોનો બળવો

Vadodara2 hours ago

વિદેશી વિદ્યાર્થીઓ માટે MSUમાં નવી ભાષા શીખવાની યોજના: ગુજરાતી, હિન્દી અને ત્રણ ભાષાઓ વધુ..

Vadodara3 hours ago

જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાના અધ્યક્ષ સ્થાને પોષણ વિષયક જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો

Food Fact3 hours ago

મોંઘી ચાંદીનો પ્રભાવ – મીઠાઈમાં વરખની સાચાઈ પર પ્રશ્નચિહ્ન!

Vadodara4 hours ago

“શહેરની તૈયારીઓ તેજ: દિવાળી સુધી રસ્તા સુધારી દેવાની યોજના”

Vadodara4 hours ago

દિવાળી પહેલાં કમાટીબાગમાં સૌંદર્યવર્ધનના કામે જોર, સહેલાણીઓ માટે નવી આકર્ષણો તૈયાર

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra2 years ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Vadodara2 days ago

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે પાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગના સ્ટાફે ઝંડા લગાવવાની જવાબદારી સ્વીકારી?

International2 days ago

VIDEO : અમેરિકા : ટેક્સાસ રાજ્યમાં ઉડતું વિમાન ટ્રક પર આવીને પડ્યું, ક્રેશ બાદ આગના જોરદાર આગ લાગી

Vadodara1 week ago

શહેરમાં માંજલપુર વિધાનસભા બન્યું કચરાનું કેન્દ્ર! છ મહિનાથી જાંબુવા લેન્ડફિલ સાઇટ પર કામ બંધ

International1 week ago

અમેરિકામાં ગુજરાતી મોટેલ માલિક રાકેશ પટેલની હત્યા. ‘શું તું ઠીક છે?’ પૂછવા બદલ હત્યારાએ માથામાં ગોળી મારી.

Vadodara2 weeks ago

માફી કલ્ચર માંથી પોલીસ ક્યારે બહાર આવશે?: તસ્કરો મંદિરમાં ચોરી કરી દાન પેટી ઉઠાવી ગયા

Vadodara3 weeks ago

વડોદરા જિલ્લા LCB એ હાઇવે પરથી 1.21 કરોડનો દારુ ભરેલી ટ્રક સાથે બિશ્નોઇ બંધુઓની ધરપકડ કરી

National3 weeks ago

ઇન્ડિયા : પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ

International3 weeks ago

પેલેસ્ટાઈન ને લઈ ઈટાલીમાં હિંસા : મેલોની વિરુદ્ધ હિંસક દેખાવ, ટોળાએ સ્મોક બોમ્બ, બોટલો અને પથ્થરો ફેંક્યા

Trending