Connect with us

Vadodara

ફરી બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું, વોર્ડ કચેરીએ શખ્સની અટકાયત

Published

on

  • મારા છોકરાનો દાખલો છે, આધાર કાર્ડમાં છોકરાનું નામ સુધારવા માટેની પ્રક્રિયા કરવા માટે હું કચેરીએ આવ્યો હતો – અરજદાર
  • વડોદરામાં બોગસ બર્થ સર્ટિફિકેટ મળવાનો સિલસિલો જારી
  • આજે સવારે આધાર કાર્ડમાં નામ સુધારવા આવેલા શખ્સના સંતાનનું બોગસ બર્થ સર્ટિ. મળ્યું
  • સ્થાનિક પોલીસ દ્વારા રજુ કરનારની અટકાયત કરવામાં આવી
  • રૂ. 500 આપીને દુકાનદાર પાસેથી આ બોગસ સર્ટિફિકેટ મેળવ્યું હોવાનું જાણવા મળ્યું

વડોદરા પાલિકામાં અનેકવિધ કારણોસર આવતા અરજદારો દ્વારા બોગસ બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ઘટના વિતેલા કેટલાય દિવસથી સમયાંતરે સામે આવી રહી છે. આ સિલસિલો આજે પણ ચાલુ રહ્યો છે. વડોદરા પાલિકાની દક્ષિણ ઝોનમાં વોર્ડ નં – 17 ની કચેરીમાં આજે સવારે આવેલા અરજદારે બોગસ બર્થ સર્ટિફિકેટ રજુ કરતા પકડાઇ ગયું હતું. બાદમાં સ્થાનિક પોલીસને જાણ કરતા તેઓ તુરંત દોડી આવ્યા હતા, અને બોગસ સર્ટિફિકેટ રજુ કરનારની અટકાયત કરવામાં આવી હતી.

પાલિકાના અધિકારી શમીક જોષીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે સવારે યોગ દિવસની ઉજવણી પતી ત્યાં મને ઓપરેટરનો ફોન આવ્યો હતો. અને મને ફોનમાં મોકલવામાં આવેલું સર્ટિફિકેટ તપાસવા જણાવ્યું હતું. અમારા દ્વારા ડોક્યૂમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા સઘન કરી દેવામાં આવી છે. તપાસતા અમને આશ્ચર્ય થયું કે, સર્ટિફિકેટ પર વીએમસીનો બનાવટી લોગો હતો, અને ખોટો નંબર પણ દર્શાવવામાં આવ્યો હતો. જો કે, નીચેના ભાગે વિશાખાપટ્ટનમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ વડોદરા પાસેના વડદલામાં રહે છે. આ બંને સ્થળો એકબીજાથી દુર આવેલા છે. આ સર્ટિફિકેટ લઇને આવનારા અરજદારે જણાવ્યું કે, તેમના ગામમાં કોઇ કેમ્પ આવ્યો હતો. તેમાથી તેમણે દુકાનમાંથી કઢાવ્યું હતું. અત્યાર સુધીમાં આ છઠ્ઠો કેસ પકડાયો છે, આ ખુબ ગંભીર વિષય છે. પોલીસ ખાતાએ ગંભીરતાથી આ મામલાની તપાસ કરવી પડશે. આ દેશની સુરક્ષાનો મામલો પણ છે.

અરજદાર કિશનભાઇ કાંસકીવાલાએ મીડિયાને જણાવ્યું કે, હું દરજીપુરા રહું છું. આ કેવી રીતે બનાવ્યો તે મને નથી ખબર. મારા છોકરાનો દાખલો છે, હું તો કારખાનામાં કામ કરું છું. આધાર કાર્ડમાં છોકરાનું નામ સુધારવા માટેની પ્રક્રિયા કરવા માટે હું કચેરીએ આવ્યો હતો. દાખલો જેણે કઢાવ્યો તે આવી રહ્યા છે. રૂ. 500 લઇને આ દાખલો આપ્યો હતો. દુકાનવાળાની ઓળખાણ હતી, તેણે જણાવ્યું હતું કે, કેમ્પ આવે છે, તમારે દાખલો કરાવવો હોય તો કઢાવી લો. હું ભણેલો નથી. તેમાં શું લખ્યું છે તે મને ખબર નથી. અમારા ગામ વડદલામાં નાનજીભાઇની દુકાન આવેલી છે.

પ્રાથમિક દ્રષ્ટિએ જોતા કાંસકીવાલા જયના નામે આ બોગસ સર્ટિફિકેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં તેમો રહેણાંક વિસ્તાર તરસાલી બાયપાસ લખેલું છે. આ સર્ટિફિકેટમાં મોટા ભાગની વિગતો હાથે લખીને ભરવામાં આવી છે, જો કે, વિતેલા કેટલાય વર્ષોથી પાલિકા ડિજીટલ પ્રિન્ટ કરેલી સર્ટિફાઇડ કોપી જ લોકોને આપી રહ્યું છે.

Continue Reading
Vadodara25 minutes ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara2 hours ago

વડોદરામાં કરોડોનું કૌભાંડ કે તંત્રની ભૂલ? તરસાલી ટી.પી. 52ના છબરડાથી 75 ખેડૂતોની 150 કરોડની જમીન બિનઉપયોગી!

International4 hours ago

કેનેડા જવાનું સપનું જોતા પરિવારો માટે ઝટકો: ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ માં નવી અરજીઓ પર બ્રેક

International19 hours ago

અમેરિકાએ ઈરાનમાં કીમોથેરાપી લેતા 211 બાળકોને હોસ્પિટલમાં બોમ્બમારો, જવાબી કાર્યવાહીમાં કુવૈત પર ભીષણ ડ્રોન એટેક!

Savli24 hours ago

સાવલી-જરોદ રોડ પર ગોઝારો અકસ્માત: બોલેરોની પાછળ બાઈક ઘૂસી જતાં 30 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત

Vadodara1 day ago

​શું વડોદરાવાસીઓને શુદ્ધ હવાની માહિતી મેળવવાનો અધિકાર નથી? ઓનલાઈન સુવિધા બંધ થતા પર્યાવરણ પ્રેમીઓ લાલઘૂમ

Vadodara1 day ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Waghodia1 day ago

દેવનદી કાંઠે દીપડાનું સામ્રાજ્ય : ઘરમાં ઘૂસી બે આધેડ પર હુમલો, સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ વન વિભાગ દોડતું થયું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara25 minutes ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 day ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor3 days ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara3 days ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara3 days ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra6 days ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara1 week ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara1 week ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Trending