Connect with us

Vadodara

સહકારી ક્ષેત્રમાં ભાજપની હાલત દયનીય,એક તરફ નોટીસ અને બીજી તરફ બોર્ડને મેન્ડેટ!

Published

on

  • વહીવટમાં ક્ષતિઓ હોવાના 6 કારણો સાથે રાજ્ય સહકાર વિભાગે ડેરીના પ્રમુખ,ઉપપ્રમુખ અને એમ.ડીને નોટીસ ફટકારી
  • બીજી બાજુ જુના બોર્ડમાં રહેલા ડીરેક્ટરોને હાલની ચુંટણીમાં મૌખિક રીતે મેન્ડેટ આપવા પડ્યા
  • સાંપે છછુંદર ગળ્યા જેવો ઘાટ, પ્રમુખ-ઉપપ્રમુખ ભ્રષ્ટ હોય તો જુના બોર્ડના સભ્યોને મેન્ડેટ કેમ?

રાજકીય એનકાઉન્ટર માટે ઉપયોગમાં આવતા સહકારી હથિયારોનો હાલ રાજકીય યુદ્ધમાં મિસાઈલની જેમ ઉપયોગ થઇ રહ્યો છે. જોકે ભાજપ સમર્પિત બોર્ડ પર થયેલા નોટીસ હુમલા બાદ ભાજપ સંગઠનની હાલત દયનીય થવા પામી છે. એક તરફ પ્રમુખ-ઉપપ્રમુખને ભ્રષ્ટ સાબિત કરવા માટે ધમપછાડા થઇ રહ્યા છે ત્યારે તેઓની ટીમના સભ્યોને જ છાની છુપી રીતે ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવી રહ્યા છે. જીલ્લા સંગઠનને પ્રદેશ સંગઠન પાસે હવે સાર્વજનિક સ્થિતિમાં લેખિત મેન્ડેટ જાહેર કરવાની શક્તિ પણ રહી નથી તેવું ફલિત થઇ રહ્યું છે!

બરોડા ડેરીની ચુંટણીમાં સહકારી વગદારો સામે ધારાસભ્યોની લડાઈ જગજાહેર છે. જોકે આ લડાઈમાં સહકારી નિયમોથી અજાણ ટુકડી આ વખતે પણ ફાવી નથી. તેનું ઉદાહરણ બિનહરીફ થયેલી બેઠકો પરથી મેળવી શકાય છે. ભાજપ મેન્ડેટ આપશે તેવી ઈચ્છા સાથે કવાંટ, પાદરા,વાઘોડિયા, બોડેલી,કરજણ,સંખેડા,સાવલી,ડેસર સહિતના ઝોન માંથી ડેરીના હયાત ડીરેક્ટરો સામે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જોકે આ ઉમેદવારી ફોર્મ માંથી મોટા ભાગના ફોર્મ સાધનીક ક્ષતિ અને અયોગ્યતાને કારણે નામંજૂર થયા છે. જે ઉમેદવારી ફોર્મ મંજુર થયા હતા. તે ઉમેદવારો પણ “ભાજપ મેન્ડેટ આપે તો ચુંટણી લડીએ” તેવી તૈયારી સાથે બેઠા હતા.

હવે ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરતા પહેલા જ સહકારી કાયદાની કલમ 76(B) હેઠળ પ્રમુખ-ઉપપ્રમુખ અને એમ.ડીને નોટીસ આપવામાં આવી છે. અને 13 માર્ચે સુનાવણીમાં હાજર રહેવા જણાવાયું છે. જોકે હાલની ચુંટણીમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહીત 7 ઉમેદવારોને ભાજપ મેન્ડેટ આપે તે પહેલા જ બિનહરીફ થઇ જતા ભાજપના મેન્ડેટની જરૂર લાગતી નથી. 13ના બોર્ડમાં 7 બિનહરીફ હોય ત્યારે સંભવતઃ ભાજપના મેન્ડેટની રાહ જોવાની રહેતી નથી. જોકે ભાજપ પાસે પણ હાલના તબક્કે જુના ડીરેક્ટર સિવાય અન્ય કોઈ સક્ષમ ઉમેદવાર ન હોવાને કારણે ગુપસુપ રીતે ફોન કરીને ઉમેદવારોને મેન્ડેટ આપી દીધાની જાણ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, જે પ્રમુખ –ઉપપ્રમુખ પર ગેરરીતીના આક્ષેપોની નોટીસ આપવામાં આવી છે. તેઓની અધ્યક્ષતાના સમગ્ર બોર્ડ પર આગામી દિવસોમાં નોટીસ આપવાની કાર્યવાહી થશે. જેથી ભાજપ સંગઠન ઉમેદવાર નક્કી તો કરે છે, પણ તેઓના માથે લેખિતમાં ભાજપનો સિક્કો ન વાગી જાય તેની તકેદારી રાખીને ટેલીફોનીક જાણ પણ કરી રહ્યા છે.

✍️લેખિત મેન્ડેટ આપે તો સાંપે છછુંદર ગળ્યા જેવો ઘાટ સર્જાય!

ભાજપ સામે બાયો ચઢાવીને સહકારી રાજકારણમાં ચમકેલા બરોડા ડેરીના હાલના પ્રમુખ દિનેશ પટેલ ઉર્ફે દીનુમામા સહીત તેઓની નજીકના 7 ડીરેક્ટર બિનહરીફ થઇ ગયા છે. ભાજપ દ્વારા સંસ્થાની ચુંટણીમાં મેન્ડેટ આપવામાં આવે તો લેખિત મેન્ડેટમાં તમામ ઝોનના ભાજપ સમર્થિત ઉમેદવારોના નામ જાહેર કરવા પડે. જેમાં પાદરા, નસવાડી , કવાંટ, બોડેલી, સંખેડા,વાઘોડિયાના પણ નામો જાહેર કરવા પડે ! જોકે ભાજપના આંતરિક રાજકીય યુદ્ધમાં જયારે 76(B)ની નોટીસ મારફતે પ્રહાર થયો હોય ત્યારે જેને સરકારી કાગળમાં ભ્રષ્ટ સાબિત કરવાના પ્રયત્નો થયા છે તમને ભાજપના “શ્વેતપત્રમમાં” પ્રમાણિક કેવી રીતે સાબિત કરવા તે અસમંજસ છે. જોકે ભાજપની પણ મજબૂરી છે કે, જ્યાં ચુંટણી યોજવાની છે ત્યાં જુના ડીરેક્ટરો માંથી એકાદીને છોડીને બધા જ ઉમેદવારોને સ્વીકારવા પડે તેમ છે!

🧐રાજકીય શેખચીલ્લીઓએ નોટીસની ક્રેડિટ લીધી,પણ મેન્ડેટ અપાવી ન શક્યા

કરજણ ઝોનમાં પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ વિરુદ્ધ ઉમેદવારી કરનાર જયદીપસિંહ ચૌહાણને મેન્ડેટ મળે તે માટે અનેક પ્રયત્નોથી થયા હતા. ધારાસભ્ય પણ તેઓને મેન્ડેટ મળે તે પક્ષમાં હતા. જોકે ગત રોજ નોટિસ મળ્યા બાદ કેતન ઇનામદારે પર પાડેલા ઓપરેશનની ક્રેડિટ લેવા માટે એક રાજકીય અગ્રણીએ અથાગ પ્રયત્નો કર્યા હતા. જોકે બનાવના 12 કલાક બાદ પણ કરજણ ઝોનમાં જયદીપસિંહને મેન્ડેટ અપાવવામાં સફળતા મેળવી ન હતી.

Continue Reading
Vadodara10 hours ago

પાણીગેટમાં વગર પરવાનગીના ચકડોળ માટે પંડાલ બાંધનાર 4 શખસો પોલીસ પકડમાં: સામગ્રી જપ્ત

Vadodara2 days ago

વડોદરામાં ગમખ્વાર અકસ્માત: માણેજા ક્રોસિંગ પાસે એસ.ટી. બસે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા કરુણ મો*ત

Vadodara2 days ago

વડોદરામાં હની ટ્રેપ અને ડ્રગ્સ કેસની ધમકીનો પર્દાફાશ: લિફ્ટ આપનાર વૃદ્ધ પાસેથી 3.35 લાખ પડાવી લીધા

Vadodara2 days ago

વડોદરામાં કરોડોની જમીનનું મસમોટું કૌભાંડ: મૃતક ખેડૂતની જગ્યાએ ડમી શખ્સને ઊભો કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા

Vadodara3 days ago

જન્માષ્ટમીની ઉજવણીની પોલીસ પરવાનગી હોવા છતાંય વિફરેલા PSIએ આયોજકોને અપશબ્દો ભાંડી DJ સળગાવી દેવાની ધમકી આપી!

International3 days ago

દુનિયાને જોવાની રીતમાં મોટો બદલાવ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ નવા વર્લ્ડ મેપના પ્રસ્તાવને બહુમતીથી અપનાવ્યો

Vadodara3 days ago

વડોદરામાં હ*ત્યા કેસની સાક્ષી મહિલા પર અત્યાચાર; કેસ પાછો નહીં ખેંચે તો પતિ જેવી જ હાલત કરવાની ધમકી મળતા પોલીસ રક્ષણની માંગ

Vadodara3 days ago

વડોદરામાં સાયબર ઠગાઈનો નવો કિમીયો: નકલી ઈ-ચલણ APK ફાઈલ મોકલી પાલિકાના ઇજનેર સાથે છેતરપિંડી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur2 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara4 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 months ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending