Connect with us

Vadodara

વડોદરામાં પોલીસ પર હુમલો: નાસ્તાની લારી બંધ કરાવવા જતાં પોલીસ જમાદારની ફેંટ પકડી માર માર્યો

Published

on

  • હુમલાની ઘટના: વાઘોડિયા રોડ પર પોલીસ જમાદારની ફેંટ પકડી માર મારવાની દુઃસાહસિક ઘટના.
  • સ્ટેશનમાં હંગામો: પોલીસ સ્ટેશનમાં ઘસી આવેલા ટોળાએ પોલીસને ધમકી આપી અને કામગીરીમાં રુકાવટ પાડી.
  • સોશિયલ મીડિયાનો ખેલ: આરોપી કરણ જસવાણીએ પોલીસને જોડે વાત કરતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો.
  • કડક કાર્યવાહી: પોલીસે કુલ 8 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો, જેમાં બે આરોપીઓ દારૂના નશામાં હોવાથી પ્રોહિબિશનનો ગુનો ઉમેરાયો.

વડોદરા: વડોદરાના વાઘોડિયા રોડ પર ફરજ બજાવતા પોલીસ જમાદાર પર હુમલો કરી, કાયદાની મજાક ઉડાવતી ઘટના સામે આવી છે. મોડીરાત્રે નાસ્તાની લારી બંધ કરાવવા ગયેલી પોલીસની ટીમ પર લારી ચાલક અને તેના સાગરીતોએ હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે.

શું હતી ઘટના?

ગઈકાલે રાત્રે સાડા બાર વાગ્યે પાણીગેટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે પ્રભાત બસ સ્ટેન્ડ નજીક રુદ્ર શાહની નાસ્તાની લારી ખુલ્લી હતી અને ત્યાં વાહનોની અવરજવર અવરોધાતી હતી. પોલીસે લારી બંધ કરવાનું કહેતા રુદ્ર શાહે ઉદ્ધત વર્તન કર્યું અને પોતાના સાગરીતોને બોલાવી લીધા હતા. બાદમાં એક યુવકે વીડિયો ઉતારવાનું શરૂ કર્યું અને પોલીસ જમાદારની ફેંટ પકડી તેમને મુક્કો મારી દીધો હતો.

🚨પોલીસ સ્ટેશનમાં હંગામો:

આ ઘટના બાદ રુદ્ર શાહને પોલીસ સ્ટેશન લાવવામાં આવતા, મધરાત્રે અઢી વાગ્યે મહિલાઓ સહિત 10 લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચી ગયું હતું. આ લોકોએ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરી પોલીસકર્મીઓને ધમકી આપી હતી. બીજી તરફ, કરણ જસવાણી નામના યુવકે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી પોલીસ પર જ આક્ષેપો કર્યા હતા. જોકે, પોલીસે કાયદાનો ડર બતાવી તમામની સામે કડક કાર્યવાહી કરી છે.

https://www.instagram.com/reel/DaqmIfmNkrN/?igsh=MXJ6emxnMjl1OG44OQ==

👮પોલીસની કાર્યવાહી:

પોલીસે રુદ્ર શાહ, જય વ્યાસ, જયમિત જોશી, હિતેશ જોશી, હિતેશ પંચાલ, ભૂમિ પંચાલ, કરણ જસવાણી અને ડિમ્પલ વાણીની સામે ગુનો દાખલ કર્યો છે. આ પૈકી જય અને હિતેશ પંચાલ દારૂના નશામાં હોવાનું જણાતા તેમની સામે પ્રોહિબિશનનો પણ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વડોદરા પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Continue Reading
Vadodara1 hour ago

નિવૃત્તિની મૂડી પર ઠગની નજર: ખાનગી બેંકના મેનેજરે સિનિયર સિટિઝન સાથે 5 લાખની છેતરપિંડી કરી

Vadodara1 hour ago

બસ ચાલકની બેદરકારી જીવલેણ: પૂરપાટ ઝડપે આવી રહેલી બસે રિક્ષાને ટક્કર મારતા 27 વર્ષીય રિક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ

Vadodara3 hours ago

વડોદરામાં પોલીસ પર હુમલો: નાસ્તાની લારી બંધ કરાવવા જતાં પોલીસ જમાદારની ફેંટ પકડી માર માર્યો

Padra21 hours ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara22 hours ago

ચોરીનો સામાન અને બે બાઈક સાથે ઝડપાયા આરોપીઓ: મકરપુરા પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો

Vadodara1 day ago

BJP કાર્યાલય નજીક વોર્ડ નં-8 માં નરક જેવી સ્થિતિ: છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં

International1 day ago

વિયેતનામમાં મોટી હોનારત: ફુ ક્વોક ટાપુ પાસે ભારતીય પ્રવાસીઓની બોટ પલટી, 14 લોકો લાપતા

Vadodara1 day ago

કરોડોના ખર્ચ છતાં સુવિધાઓ ઠપ્પ: લિફ્ટ બંધ થતા દર્દીઓ અને સગાઓની હાલત કફોડી, તંત્ર મૌન

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Padra21 hours ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara3 days ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara4 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara6 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli1 week ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara1 week ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara2 weeks ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara2 weeks ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Trending