Connect with us

Vadodara

ATM સાવધાન!: પતરાની પટ્ટી લગાવી પૈસા ચોરતી UPની ગેંગ ઝડપાઈ; વડોદરા પોલીસે કર્યો પર્દાફાશ

Published

on

  • ટેકનિકલ ચોરીનો પર્દાફાશ: વડોદરામાં ATM મશીન સાથે ચેડાં કરી ગ્રાહકોના નાણાં ચોરતી આંતરરાજ્ય ગેંગ મકરપુરા પોલીસના સકંજામાં.
  • મોડસ ઓપરેન્ડી: ગૂગલ મેપ પર ‘Near SBI ATM’ સર્ચ કરી, મશીનમાં પતરાની ડિવાઈઝ લગાવી પૈસા અટકાવી ચોરી કરવાની ચોક્કસ પદ્ધતિ.
  • મુદ્દામાલ જપ્ત: 23,600 રૂપિયાના મુદ્દામાલ સાથે ઉત્તર પ્રદેશના બે આરોપીઓની ધરપકડ.
  • અગાઉ પણ ગુનાહિત ઈતિહાસ: અકોટા અને જે.પી. રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ અગાઉ ગુના આચરી ચૂકેલી ગેંગનો પર્દાફાશ.

વડોદરા: વડોદરા શહેરમાં ATM સેન્ટરોને નિશાન બનાવી ગ્રાહકોના પૈસા ચોરતી એક આંતરરાજ્ય ગેંગને વાડી પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગ વાડી ટાવર પાસેના SBI ATM માં પતરાની પટ્ટી લગાવીને ગ્રાહકોના પૈસા ચોરતી હોવાની ઘટના સામે આવી હતી.

શું છે આ ગેંગનો કારસો?

વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ આરોપીઓ ઉત્તર પ્રદેશના વતની છે અને તેઓ ગુગલ મેપ પર નજીકના SBI ATM શોધી ત્યાં રેકી કરતા હતા. ગ્રાહક પૈસા ઉપાડવા આવે ત્યારે મશીનમાં અગાઉથી લગાડેલી પતરાની પ્લેટને કારણે પૈસા બહાર નીકળતા નહોતા. ગ્રાહક ટેકનિકલ ખામી સમજી ATM સેન્ટરની બહાર નીકળી જતા, આરોપીઓ તુરંત મશીનમાંથી પતરાની પ્લેટ હટાવી પૈસા ચોરી લેતા હતા.

🚨પકડાયેલા આરોપીઓ:

પોલીસે મુજમહુડા વિસ્તારમાં રહેતા ઉત્તર પ્રદેશના મૂળ રહેવાસી બે શખ્સોની ધરપકડ કરી છે:

1. શૌમિત ઉર્ફે રોહિત રાકેશપ્રસાદ મિશ્રા

2. સુરજકુમાર રાજેશ મતવારી

👮તપાસ અને મુદ્દામાલ:

પોલીસની ટીમે આરોપીઓ પાસેથી 4 પતરાની ડિવાઈઝ (પટ્ટીઓ), 8,600 રૂપિયા રોકડ અને 2 મોબાઈલ ફોન મળી કુલ 23,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આરોપીઓ સામે અગાઉ જે.પી. રોડ અને અકોટા પોલીસ સ્ટેશનમાં ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. હાલ વાડી, જે.પી. રોડ અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

👉ATM મશીનો પર કોઈ પણ અજાણી વસ્તુ દેખાય તો ગ્રાહકોએ સાવચેત રહેવું અત્યંત જરૂરી છે. વડોદરા પોલીસની આ સતર્કતાને કારણે આ આંતરરાજ્ય ગેંગનો ખેલ ખતમ થયો છે.

Continue Reading
Vadodara5 hours ago

નર્સિંગ નોકરીના નામે છેતરપિંડી: ઓસ્ટ્રિયા મોકલવાના બહાને બે એજન્ટ ભાઈઓએ યુવતીઓને જાળમાં ફસાવી

Gujarat6 hours ago

NEET-UG પરીક્ષામાં ધર્મનું રાજકારણ: હિજાબ અને કંઠી ઉતરાવવા મામલે ઉગ્ર વિવાદ, પોલીસની 3 લોકોની અટકાયત

Vadodara7 hours ago

પ્રતાપનગર સ્ટેશન પર પોલીસ જવાનની કફોડી હાલત: પ્લેટફોર્મ સુધી દોડાવી-દોડાવીને માર મારતા અસામાજિક તત્વો

Vadodara8 hours ago

પરિવાર પર આભ તૂટી પડ્યું: પિતાની છત્રછાયા ગુમાવતા બે માસૂમ દીકરા, ફાધર્સ ડેની ઉજવણી માતમમાં ફેરવાઈ

Vadodara1 day ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Gujarat1 day ago

LRD પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખાસ સૂચના: 29મી જૂન સુધી ડાઉનલોડ કરી શકાશે OMR શીટ

Vadodara1 day ago

વડોદરા પર પાણીનું સંકટ: આજવા સરોવરની સપાટી 8 વર્ષના તળિયે, 205 ફૂટની સપાટીએ તંત્રની ચિંતા વધારી

Vadodara1 day ago

અલકાપુરીમાં પાલિકાનું બુલડોઝર : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે,વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે રકઝક

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara3 days ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara3 days ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara1 week ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara1 week ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara1 week ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Trending