Connect with us

Vadodara

આશ્ચર્યમ ! મૂર્છિત સાપને CPR મળતા સળવળ્યો

Published

on

  • સાપ જીવી જશે તેવો રેસ્ક્યૂઅરને વિશ્વાસ આવતા તેણે ત્રણ વખત કાળજીપૂર્વક સાપને સીપીઆર આપવામા આવ્યો હતો

વડોદરા માં મૂર્છિત સાપને સીપીઆર મળતા તેનામાં પ્રાણ ફૂંકાયાની ઘટના સપાટી પર આવી છે. સામાન્ય રીતે માણસોને સીપીઆર  આપીને જીવ બચાવવામાં આવ્યો હોવાની ઘટનાઓથી આપણે પરિચીત છીએ. ત્યારે વાઘોડિયા રોડ વિસ્તારમાં સાપના રેસ્ક્યૂનો કોલ મળતા જીવદયાપ્રેમી સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં પુખ્તવયનો બિનઝેરી ચેકર્ડ સ્નેક મૂર્છિત હાલતમાં મળી આવ્યો હતો. સાપ જીવી જશે તેવો રેસ્ક્યૂઅરને વિશ્વાસ આવતા તેણે ત્રણ વખત કાળજીપૂર્વક સાપને સીપીઆર આપ્યો હતો. જેમાં ત્રીજા પ્રયત્ને સફળતા મળી હતી. અને સાપમાં સળવળાટ જોવા મળ્યો હતો.


વડોદરામાં ગત મોડી રાત્રે અનોખી ઘટના સામે આવવા પામી છે. સામાન્ય રીતે માણસોને ઇમર્જન્સી સીપીઆર આપીને તેમનો જીવ બચાવવામાં આવતો હોવાની ઘટનાઓ આપણે જાણીએ છીએ. પરંતુ સીપીઆર આપી સાપનો જીવ બચાવ્યો હોવાની જવલ્લે જ બનતી ઘટના તાજેતરમાં સપાટી પર આવવા પામી હતી. જેને લઇને જીવદયાપ્રેમીના પ્રયાસોની લોકો સરાહના કરી રહ્યા છે. ગતરાત્રે શહેરના વૃંદાવન ચાર રસ્તા પાસે એક સાપ અંગેનો રેસ્ક્યૂ કોલ જીવદયાપ્રેમી યશ તડવીને મળ્યો હતો. જે બાદ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.



બાદની કામગીરી અંગે યશ તડવીએ જણાવ્યું કે, ત્યાં જઇને જોતા સાપ મૂર્છિત હાલતમાં હતો. તેમાં કોઇ હલન-ચલનની હરકત જોવા મળી ન્હતી. પરંતુ મને વિશ્વાસ હતો કે, સાપ જીવી જશે. જેથી મેં તેની ગરદનને હાથમાં લઇ, તેનું મોઢું ખોલીને થોડાક અંતરથી ફૂંક મારીને તેને જીવંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ બે પ્રયાસોમાં સીપીઆર આપ્યા બાદ પણ સાપની અવસ્થામાં કોઇ ફેર પડ્યો ન્હતો. છતાં મારા મનમાં સાપ જીવી જશે તેવી લાગણી મજબુત બનતા ત્રીજી વખત મેં સાપને સીપીઆર આપ્યું હતું. ત્યાર બાદ તેમનામાં સળવળાટ જોવા મળ્યો હતો. અને બાદમાં તેનામાં સામાન્ય હલન-ચલન જોવા મળ્યું હતું.


યશ તડવીએ ઉમેર્યું કે, મેં રેસ્ક્યૂ કરેલો સાપ ચેકર્ડ કિલ બેક પ્રજાતિનો હતો. સામાન્ય રીતે તે પાણીમાં રહેતો સાપ છે, અને બિનઝેરી કેટેગરીમાં આવે છે. હાલમાં વડોદરામાં વરસાદ પડ્યો હોવાથી જળાશયોમાં પાણીના તાપમાનમાં ફેરફાર થતા અથવાતો ખોરાકની શોધમાં સાપ માનવ વસ્તી નજીક આવી ગયો હોવાનું અનુમાન છે. બાદમાં સાપ સ્વસ્થ થતા તેને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો છે. હું અમે મારી ટીમ વાઘોડિયા વિસ્તારમાં એનિમલ રેસ્ક્યૂની સેવાઓ આપીએ છીએ.

Continue Reading
Chhotaudaipur4 hours ago

નસવાડીમાં 1 કરોડના ખર્ચે બનેલો નવો પુલ વિવાદમાં: માંડ બે મહિનામાં જ પુલનો એપ્રોચ રોડ બેસી જતાં ભારે રોષ

Vadodara11 hours ago

વડોદરામાં રાજકીય વગનો રોપ જમાવનાર જીમ સંચાલક લોકેશ શર્મા વિરુદ્ધ મહિલાની ફરિયાદ: પતિ ન મળતા મહિલાને ઉઠાવી લેવાની ધમકી

Vadodara1 day ago

પાણીગેટમાં વગર પરવાનગીના ચકડોળ માટે પંડાલ બાંધનાર 4 શખસો પોલીસ પકડમાં: સામગ્રી જપ્ત

Vadodara3 days ago

વડોદરામાં ગમખ્વાર અકસ્માત: માણેજા ક્રોસિંગ પાસે એસ.ટી. બસે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા કરુણ મો*ત

Vadodara3 days ago

વડોદરામાં હની ટ્રેપ અને ડ્રગ્સ કેસની ધમકીનો પર્દાફાશ: લિફ્ટ આપનાર વૃદ્ધ પાસેથી 3.35 લાખ પડાવી લીધા

Vadodara3 days ago

વડોદરામાં કરોડોની જમીનનું મસમોટું કૌભાંડ: મૃતક ખેડૂતની જગ્યાએ ડમી શખ્સને ઊભો કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા

Vadodara4 days ago

જન્માષ્ટમીની ઉજવણીની પોલીસ પરવાનગી હોવા છતાંય વિફરેલા PSIએ આયોજકોને અપશબ્દો ભાંડી DJ સળગાવી દેવાની ધમકી આપી!

International4 days ago

દુનિયાને જોવાની રીતમાં મોટો બદલાવ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ નવા વર્લ્ડ મેપના પ્રસ્તાવને બહુમતીથી અપનાવ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur3 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara4 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 months ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending