Connect with us

Vadodara

વિદ્યાર્થીના પેંટ પર શાળાનો લોગો ના હોવાથી કાઢી મુકાયાનો આરોપ,ભારે હોબાળા બાદ શાળાએ સમાધાન કર્યુ

Published

on

  • મેનેજમેન્ટને રજુઆત કરી, ત્યારે તેમણે ઉદ્ધતાઇપૂર્વક કહ્યું કે, શાળાની પોલીસી છે. જો તમને વાંધો હોય તો શાળા બદલી નાંખો – વાલી

વડોદરાના શેરખીમાં આવેલી પોદ્દાર સ્કુલની જોહુકમી જાહેર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીએ સ્કુલના લોગો વાળું પેન્ટ નહીં પહેર્યું હોવાના કારણે તેના પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીને પીટીના ક્લાસમાંથી કાઢી મુકવામાં આવ્યો હોવાનો આરોપ મુકીને પેરેન્ટ્સએ હોબાળો મચાવ્યો હતો. આખરે આ મામલે ઓલ ગુજરાત વાલી મંડળના દિપક પાલકરને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. અને વાલી તરફે ધારદાર રજુઆતો કરી હતી. જે બાદ મામલો શિક્ષણાધિકારી સુધી પણ પહોંચ્યો હતો.

વડોદરાના શેરખીમાં આવેલી પોદ્દાર સ્કુલમાં ધો – 1 માં ભણતા વિદ્યાર્થીના માતા-પિતાએ તેનો યુનિફોર્મ શાળા દ્વારા સૂચિત વેબસાઇટની જગ્યાએ અન્યત્રેથી ખરીદ્યું હતું. જેથી તેના પેન્ટ પર શાળાનો લોગો ન્હતો. જે બાબતે વિદ્યાર્થીના વાલીને શાળાએ બોલાવવામાં આવ્યા હતા. તે પહેલા જ પીટીના ક્લાસમાંથી વિદ્યાર્થીને કાઢી મુકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ શાળાએ પહોંચેલા પેરેન્ટ્સ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ઓલ ગુજરાત વાલી મંડળના દિપક પાલકરને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા.

ઉપરોક્ત મામલે એક તબક્કે શાળાના પ્રિન્સિપાલને પણ મીડિયા સમક્ષ જવાબ આપતા ફાંફાં પડી ગયા હતા. આખરે શાળા મેનેજમેન્ટ અને વાલીએ સમાધાનકારી વલણ અપનાવતા મામલો થાળે પડ્યો હતો.

વાલીએ શાળા સંચાલકો પર આરોપ મુકતા જણાવ્યું કે, મારા બાળકને પીટીના પીરીયડમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. જે અંગે અમે શાળા મેનેજમેન્ટને રજુઆત કરી, ત્યારે તેમણે ઉદ્ધતાઇપૂર્વક કહ્યું કે, શાળાની પોલીસી છે. જો તમને વાંધો હોય તો શાળા બદલી નાંખો. અમે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પણ ફરિયાદ કરી છે.

Continue Reading
Vadodara5 hours ago

વડોદરા: મકરપુરા પોલીસનો સપાટો! તરસાલીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 ઝડપાયા; 80 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

Vadodara9 hours ago

કલર કોન્ટ્રાક્ટર પર અત્યાચાર: બાકી કામના વિવાદમાં ફિલ્મી ઢબે અપહરણ; પોલીસે આરોપીઓને દબોચી કાયદાનું ભાન કરાવ્યું

Gujarat10 hours ago

ગાંધીનગર સચિવાલયમાં વિસ્ફોટ: શોર્ટ સર્કિટમાં 4 કર્મચારીઓ દાઝ્યા; પાવરલોડના કારણે ટ્રાન્સમિશનમાં ભડાકો?

Vadodara11 hours ago

વડોદરા: ચોમાસા પહેલાં તંત્ર એલર્ટ! પૂર જેવી સ્થિતિ રોકવા માટે યુદ્ધના ધોરણે પ્રિ-મોન્સૂન કામગીરી; 1.16 લાખ લોકેશન પર સફાઈ પૂર્ણ

Sports11 hours ago

વડોદરા: ટેબલ ટેનિસનો મહાકુંભ! 311 ખેલાડીઓની રેકોર્ડબ્રેક એન્ટ્રી સાથે ‘ફર્સ્ટ ઓપન બરોડા મેજર રેન્કિંગ ટુર્નામેન્ટ’નો આરંભ

Vadodara12 hours ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Vadodara1 day ago

વડોદરા: ઉછીના 2 હજાર રૂપિયા માંગવા ભારે પડ્યા! કારેલીબાગમાં યુવક પર છરીથી હુમલો; હાથની નસ કપાઈ

Gujarat1 day ago

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિત 150 થી વધુ અધિકારીઓની બદલી-બઢતી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara12 hours ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia7 days ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli2 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra4 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara4 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara4 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Trending