Connect with us

Vadodara

બેંકના કેશિયરની કાર પંચર કરી ગઠિયાઓ બેંકના સ્ટ્રોંગરૂમની ચાવી સેરવી જતા દોડધામ,CCTV સામે આવ્યા

Published

on

વડોદરા શહેરના રણોલી ગામ નજીક આવેલી બેન્ક ઓફ બરોડાના કેશિયરની કારને પંચર કરીને રસ્તામાં નજર ચૂકવીને ગઠિયાઓ બેંકના લોકરની ચાવી પડાવીને પલાયન થાય ગયાનો કિસ્સો સામે આવ્યો છે. કેશિયરની ચાવી ગૂમ થતા તપાસ કરતા જાણવા મળ્યું કે કેટલાક ગઠિયાઓ કારની આગળ પાછળ ફરતા હતા. અંતે સમગ્ર મામલો જવાહરનગર પોલીસ મથકે પહોંચતા CCTVની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા નજીક રણોલી ગામે આવેલી બેન્ક ઓફ બરોડામાં કેશિયર તરીકે નોકરી કરતા રવિભાઈ આજે સાંજના સમયે બેન્ક બંધ થતાં પોતાની કારમાં બેસીને ઘર તરફ જવા નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં બે યુવકો આવીને તેઓની કારનું ટાયર પંચર હોવાનું જણાવ્યું હતું. કેશિયર રવિભાઈ કાર માંથી ઉતરીને ટાયરનું પંચર ચેક કરવા જતા સમયે તેમાંથી એક ગઠિયો કારમાં મુકેલા પર્સ માંથી બેંકના સ્ટ્રોંગરૂમની ચાવી લઈને પલાયન થઈ ગયો હતો.

બેંકની ચાવીઓ ગુમ થયાની જાણ થતા જ તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યા જવાહરનગર પોલીસનો સ્ટાફ સ્થળ પર આવીને કેશિયરની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.બેન્ક નજીક લાગેલા CCTV તપાસતા જાણવા મળ્યું કે કેટલાક ગઠિયાઓ પહેલાથી જ કેશિયરની કારની આગળ પાછળ ફરતા હતા. જ્યા એક યુવકે કેશિયરને બીજી તરફથી વાતોમાં ઉલઝાવીને ડ્રાઇવર સાઈડનું આગળનું ટાયર જાણીને પંચર કર્યું હતું.અંતે રસ્તામાં મદદ કરવાના બહાને ચાવી તાફડાવીને પલાયન થઈ ગયા હતા.

જવાહર નગર પોલીસે CCTV ની મદદથી ચોર ગઠિયાઓ ની શોધખોળ શરૂ કરી છે. કેશિયરની સતર્કતાને કારણે બેંકમાં ચોરીનું આયોજન કરતા ગઠિયાઓ પોતાની યોજનામાં સફળ થાય તે પહેલાં પોલીસ દ્વારા તેઓની શોધખોળ શરૂ કરી છે.

Vadodara11 hours ago

“દિવાળીપુરા કોર્ટ સામે પાણી લાઈનમાં ભંગાન: લાખો ગેલન પાણીનો વેડફાટ,રોડ પણ ફૂલી ગયો,બેરિકેટ વગર જીવ જોખમમાં”

Vadodara1 day ago

સારાભાઇ કમ્પાઉન્ડમાં ઓફિસ કૌભાંડોની કડી લંબાઈ, વધુ એક ફરિયાદ ગોરવા પોલીસ મથકે

Vadodara2 days ago

વડોદરાના સ્મશાનોમાં વરસાદી બેદરકારી: અંતિમ વિધિમાં વિલંબ અને તકલીફો

Vadodara2 days ago

સુભાનપુરામાં જૂનું પીપળાનું વૃક્ષ ધરાશાયી: કાર, બાઈક અને દુકાનને નુકસાન

Gujarat2 days ago

“ગાંધીનગરમાં કેબિનેટ બેઠક: રાજ્ય સરકાર 10 લાખ હેક્ટર નુકશાન માટે રાહત પેકેજ જાહેર કરશે?”

Gujarat2 days ago

“ગુજરાત મંત્રીમંડળનો મોટો વિસ્તરણ 2025: મંત્રીઓની નવી યાદી અને જિલ્લા પ્રભારીની નિમણૂક”

Vadodara2 days ago

વડોદરા શેરખીગામના ખેડૂતો પર આભ ફાટ્યું, કમોસમી વરસાદે ડાંગર-ભીંડાના પાકને કર્યુ નાશ

Vadodara2 days ago

વડોદરામાં નિવાસ વિસ્તારમાં 4 ફૂટનો મગર ઘૂસ્યો, હરણી-સમા રોડ પર ખળભળાટ

Trending