Connect with us

Vadodara

બુટલેગરના જન્મદિવસની ઉજવણીમાં ટોળાએ વિસ્તાર માથે લીધો, પોલીસે રોકવાનો પ્રયત્ન કરતા પોલીસને પણ ઘેરી ધમકી આપી

Published

on

વડોદરા શહેરમાં અસમાજિક તત્વો પોતાનો રૂઆબ પ્રજા વચ્ચે બનાવી રાખવા માટે અવનવા કીમીયાઓ અપનાવે છે. જેમાં થોડા સમયથી જાહેર માર્ગ પર મધ્ય રાત્રીએ ફટાકડા ફોડીને કેક કટિંગ કરીને જન્મદિવસની ઉજવણી કરવાનો ટ્રેન્ડ શરુ થયો છે. જેનાથી તે પોતે માથાભારે છે તેવી છબી ઉભી કરવાના પ્રયત્ન કરતા હોય છે. સોમવારે રાત્રીના સમયે આવો જ એક બનાવવાઘોડિયા રોડ પર બનવા પામ્યો હતો. જેમાં રોડ પર જન્મદિવસની ઉજવણી કરતા ટોળાએ પોલીસને પણ ઘેરી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાપોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહેશકુમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે. કે તેઓ ગત 12 તારીખના રાત્રીના 8 વાગ્યાથી બાપોદ પોલીસ મથકની પીસીઆર વાનમાં ફરજ પર હતા આ દરમિયાન તેઓ વિસ્તારમાં રાત્રીના સમયે પેટ્રોલિંગ કરીને મોડા સુધી ચાલુ રહેતી લારીઓ બંધ કરાવી રહ્યા હતા. રાત્રીના આશરે 12:20 કલાકે તેઓ વાઘોડિયા રોડ પ્રભાતનગર ચાર રસ્તા પાસે પહોચ્યા હતા.જ્યાં કેટલાક લોકો ટોળું વળીને જાહેરમાં ફટાકડા ફોડીને બુમાબુમ કરતા નજરે પડ્યા હતા. જ્યાં રસ્તાની વચ્ચે ટેબલ ગોઠવીને તેમાં શિવમ લખેલી કેક મુકીને કેક કટિંગ કરીને જન્મદિવસની ઉજવણી કરતા હતા.


પોલીસ કમિશ્નરના જાહેરનામાં પ્રમાણે તેઓને વિખેરાઈ જવા તેમજ મધ્યરાત્રીએ ઘોંઘાટ નહિ કરવા જણાવતા 20 થી 25 વ્યક્તિઓનું ટોળું પીસીઆર વાનને ઘેરી વળ્યું હતું. અને પોલીસ કર્મચારીઓને ધમકી આપતા સુરમાં અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. જેમાં જેના જન્મદિવસની ઉજવણી થતી હતી તે યુવક શિવમ કહાર તેમજ અન્ય એક બુટલેગર લાલી કહારની પોલીસે સ્થળ પર જ ઓળખ કરી લીધી હતી. એક તબક્કે પીસીઆર વાનના ડ્રાઈવર સહીત અન્ય બે જવાનોને ટોળાએ ઘેરી લઈને ધમકી આપતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરીને બાપોદ પોલીસ મથકના અન્ય સ્ટાફ તેમજ પાણીગેટ પોલીસ મથકની મદદ લેવી પડી હતી.


પોલીસ કાફલો તાબડતોબ સ્થળ પર પહોચતા ટોળું નાસી છૂટ્યું હતું. આ ટોળા માંથી જેનો જન્મદિવસ હતો તે શિવમ જતિન કહાર તેમજ લીસ્ટેડ બુટલેગર લાલી કહારની પોલીસે ઓળખ કરી લીધી હતી. જયારે બાપોદ પોલીસે શિવમ જતિન કહાર તેમજ બુટલેગર લાલી કહાર સહીત ટોળા વિરુદ્ધ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવા સહીત અન્ય કલમો હેઠળ ગુન્હો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી શિવમ કહારની અગાઉ પાસા હેઠળ અટકાયત થયેલી છે જયારે બુટલેગર લાલી કહાર વિરુદ્ધ 7 થી 8 જેટલા પ્રોહીબીશનના ગુન્હા નોંધાયેલા છે. બંને ગુન્હાહિત પ્રવૃત્તિ કરતા તત્વોએ પોલીસ જવાનોને ઘેરીને ધમકી આપતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

Continue Reading
Vadodara9 hours ago

વડોદરા PCB ની રેડ: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં ચાલતા કુખ્યાત જુગારધામનો પર્દાફાશ

Vadodara1 day ago

વડોદરામાં ડર અને અંધશ્રદ્ધાનો ખૌફનાક અંત: તાંત્રિક વિધિની ધમકીઓ અને ત્રાસથી કંટાળી યુવતીએ ઝેર પી જીવનલીલા સંકેલી લીધી

Vadodara2 days ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara4 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur5 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara6 days ago

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું કામ આખરી તબક્કામાં: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી સ્થળ સમીક્ષા

Vadodara6 days ago

વડોદરામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક સાથે રૂ. 1.10 લાખની ઠગાઈ

Vadodara6 days ago

“પચાસ લાખ આપશો તો પણ જીવતા … છોડીએ…”: માંજલપુરમાં પરિવારને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપતા ચકચાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara6 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 month ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Trending