Connect with us

Vadodara

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Published

on

  • સ્પીડ ફોર્સ EV વ્હીકલ્સ પ્રા. લિ. કંપનીમાં સીનીયર સેલ્સ મેનેજર તરીકે એક મહિનો નોકરી કરી હોવાનો દાવો કરીને પોલીસ અરજી કરાઈ
  • કંપની સત્તાધીશોએ ટ્રેનીંગ આપ્યા વિના જ સેલ્સનું કામ સોપ્યું અને જયારે કોઈ બીઝનેસ થયો નહિ તો ઓફર લેટર પણ આપ્યો નહિ: ક્રિશ્ના યાદવ
  • સ્પીડ ફોર્સ EV વ્હીકલ્સ પ્રા. લિ.ના માલિક કપિલ ભીંડે અને સેક્રેટરી આશિયાનાએ દુર્વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો
  • કંપની સત્તાધીશોએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા, ઉપરથી ફરીયાદી કર્મચારીએ ઓફિસની મહિલા કર્મચારી સાથે દુર્વ્યવહાર કર્યાના આરોપ લગાવ્યા
https://www.instagram.com/reel/DfSNKDcs1vM/?xtok=MTM0MTgxYWFmaGRiaw==

શહેરના મકરપુરા GIDC માં આવેલી એક કંપનીમાં કથિત કર્મચારી વેતનની માંગણી કરવા જતા કંપનીના માલિક અને અન્ય સ્ટાફ દ્વારા કર્મચારીને ધક્કા મારીને કાઢી મુકીને માર મારવા દોડ્યા હોવાની એક અરજી માંજલપુર પોલીસ મથકે થવા પામી છે. જોકે આ અરજી સંદર્ભે કંપની સંચાલકને પૂછતા ફરિયાદી વ્યક્તિ કંપનીનો કર્મચારી જ નથી તેમ જણાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ખાતે રહેતા ક્રિશ્ના યાદવે માંજલપુર પોલીસ મથકે લેખિત અરજી આપ્યા બાદ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે, તેઓએ મકરપુરા GIDCમાં આવેલી સ્પીડ ફોર્સ EV વ્હીકલ્સ પ્રા. લિ. નામની કંપનીમાં જૂન 2026ના અંતમાં નોકરી શરુ કરી હતી. જેમાં સીનીયર સેલ્સ મેનેજર તરીકેની જવાબદારી આપવામાં આવી હતી. જુલાઈ મહિનામાં તેમણે અમદવાદમાં સેલ્સની જવાબદારી સોપવામાં આવી હતી. અને એક મહિના સુધી અમદવાદમાં કામ કર્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે, કામગીરી સોપી હોવા છતાંય તેઓની ટ્રેનીંગ થઇ ન હતી. ટ્રેનીંગ વિના તેઓએ કામ કર્યું હતું. કંપનીએ સેલ્સ માટે કોઈ મટીરીયલ પણ આપ્યું ન હતું. એક મહિનો કામ કર્યા બાદ કંપનીએ તેઓને સેલરી ચૂકવી ન હતી. ત્યાર બાદ પણ ફરીયાદીએ કમીશન પર કામ કરવાની તૈયારી દર્શાવી હતી. એક મહિનો કામ કરાવ્યા બાદ કંપનીએ તેઓને કોઈ એપોઇન્ટમેન્ટ લેટર કે અન્ય દસ્તાવેજો આપ્યા ન હતા.
આજે ફરીયાદી ક્રિશ્ના યાદવ પોતાનો એક મહિનાનો પગાર લેવા માટે સ્પીડ ફોર્સ કંપની પર પહોચ્યા ત્યારે કંપનીના માલિક કપિલ ભીંડે સાથે તેઓની મુલાકાત થઇ હતી. જ્યાં કંપની માલિક કપિલ ભીંડે અને સેક્રેટરી આશિયાનાએ તેઓને કંપની માંથી ધક્કો મારીને કાઢી મુકીને દંડો લઈને તેઓને મારવા માટે પાછળ દોડ્યા હતા. સમગ્ર મામલે ફરિયાદી ક્રિશ્ના યાદવે માંજલપુર પોલીસ મથકમાં ઘટના અંગે કંપનીના માલિક અને સેક્રેટરી વિરુદ્ધ લેખિતમાં અરજી આપી છે.

આ બનાવ અંગે સ્પીડ ફોર્સ EV વ્હીકલ્સ પ્રા. લિ.ના સંચાલક કપિલ ભીંડેનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ક્રિશ્ના યાદવે કરેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. કંપની દ્વારા તેઓનું જોઈનીંગ કરાવવામાં આવ્યું નથી. અને એક મહિનાના સમયમાં તેઓ ફક્ત કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા.જ્યાં તેઓએ અમદવાદ ઓફિસનું પઝેશન પણ ખોટી રીતે પોતાની પાસે જ રાખ્યું હતું. આ સમય દરમિયાન તેઓ દ્વારા કોઈ બીઝનેસ લાવવામાં આવ્યો નથી જેથી તેઓનું કોઈ વેતન આપવાનું બનતું નથી.

વધુમાં આજે તેઓ કંપનીમાં વેતન માટે આવ્યા ત્યારે તેઓએ સેલ્સ માટે કંપનીનું શું માહિતી ગ્રાહકોને આપી તેનો જયારે જવાબ માંગ્યો ત્યારે મહિલા કમર્ચારી સાથે ઉદ્ધત વર્તન કરતા તેઓને કંપની પરિસર માંથી બહાર કાઢવામાં આવ્યા છે. સ્પીડ ફોર્સ EV વ્હીકલ્સ પ્રા. લિ.ના ઓનર કે કોઈ કર્મચારી દ્વરા તેઓને માર મારવામાં આવ્યો નથી. અરજીમાં કરવામાં આવેલા તમામ આક્ષેપો ખોટા છે.

સમગ્ર પ્રકરણમાં મહત્વની વાત એ છે કે, દિવાળીના સમયમાં કોર્પોરેટ જગતમાં કર્મચારીઓને યોગ્ય બોનસ કે ઇન્સેન્ટીવ નહિ મળવાના કિસ્સાઓ તો બનતા હોય છે જોકે આ ઘટનામાં પગાર મેળવવા માટે અમદાવાદ થી વડોદરા ધક્કા ખાતા કર્મચારીની હાલત કેવી હશે તેની કલ્પના પણ થાય તેમ નથી.

    Continue Reading
    Vadodara2 hours ago

    વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય

    Vadodara3 hours ago

    એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

    Vadodara9 hours ago

    વડોદરાની ERDA કંપનીમાં દિવાળી ટાણે કર્મચારીઓમાં અસંતોષ: બોનસ અને ગિફ્ટ કૂપનમાં ભેદભાવનો સિક્યુરિટી ગાર્ડ્સનો આક્ષેપ

    Vadodara2 days ago

    વડોદરા LCB ઝોન-4 ની રેડ કરતા સંગમ સ્વાદ ક્વાર્ટર્સમાં બંધ મકાનમાંથી જુગાર રમતા 7 મહિલાઓ અને 2 પુરુષો ઝડપાયા

    Vadodara3 days ago

    પશ્ચિમ રેલવેની ANW અને SOGની મોટી કાર્યવાહી: પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી રૂ. 5.92 લાખની કિંમતનો 11.85 કિલો ગાંજો ઝડપાયો

    Vadodara3 days ago

    વડોદરામાં શુદ્ધ પાણીના દાવાઓની પોલ ખુલી: ટીપી-૧૩ ખાતે પાણીની ટાંકીની સફાઈ વેળાએ નીકળ્યું કાળા રંગનું દૂષિત પાણી

    Vadodara4 days ago

    વડોદરા: પ્રોહિબિશન અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 5 કુખ્યાત આરોપીઓ પાસા (PASA) હેઠળ જેલ હવાલે

    Savli4 days ago

    વડોદરા: સાવલી પંથકમાંથી ગેરકાયદે યુરિયા ખાતરના જથ્થા સાથે એક ઝડપાયો, ચાર સામે ગુનો નોંધાયો

    Vadodara2 years ago

    સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

    Vadodara2 years ago

    મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

    International2 years ago

    California Legislature Celebrates BAPS’ Golden Year in America

    Tech1 year ago

    ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

    Vadodara2 years ago

    માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

    City3 years ago

    ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

    Tech1 year ago

    AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

    Tech Fact1 year ago

    હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

    Vadodara3 hours ago

    એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

    Gujarat1 month ago

    અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

    Gujarat1 month ago

    આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

    Vadodara2 months ago

    રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

    Chhotaudaipur2 months ago

    TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

    Vadodara2 months ago

    હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

    Vadodara3 months ago

    વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

    Vadodara3 months ago

    મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

    Trending