Connect with us

Vadodara

કુખ્યાત ચૂઇ ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક દાખલ, 6 આરોપીઓને દબોચી લેવાયા

Published

on

  • આરોપીઓએ ગુનાખોરી આચરીને જે કોઇ સંપત્તિ વસાવી હશે, તેની પણ માહિતી મેળવવામાં આવશે – લીના પાટીસ, જોઇન્ટ સીપી
  • વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વર્ષનો ચોથો ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો
  • ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 1 વોન્ટેડ
  • તમામ વિરૂદ્ધ અગાઉ ગંભીર ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે

વડોદરા ની કુખ્યાત ચૂઇ ગેંગ  વિરૂદ્ધ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે  ગુજસીટોક હેઠળ (GUJCTOC) ગુનો દાખલ કર્યો છે. આ ગેંગના 7 સાગરીતો વિરૂદ્ધ કુલ મળીને 128 જેટલા ગુનાઓ દાખલ થયા છે. આરોપીઓ પૈકી 6 ને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે એકની ધરપકડ બાકી છે. આ વર્ષનો ગુજસીટોક હેઠળ આ ચોથો ગુનો નોંધવામાં આવ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તથા ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા આ વિશેષ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવતી હોય છે.

વડોદરા શહેર પોલીસના જોઇન્ટ સીપી લીના પાટીલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 7 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગ ચૂઇ ગેંગના નામે ચાલતી હતી, સુરજ કહાર તેને મુખ્ય સુત્રધાર છે. આ ગેંગ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી રહી છે. તેને કંટ્રોલમાં કરવા માટે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સંગઠિત ગુનાખોરીમાં 7 આરોપીઓ વિરૂદ્ધ 128 ગુનાઓ દાખલ થયા છે. જેમાં ખૂન, ખૂનની કોશિશ, રાયોટીંગ, ધમકી આપવી, અપહરણ અને પ્રોહીબીશનના ગુના નોંધાયેલા છે. આમાં સૂરજ ઉર્ફે ચૂઇ કહાર (રહે. વડોદરા) વિરૂદ્ધ 41 ગુનાઓ, કૃણાલ કહાર 32 ગુનાઓ દાખલ થયા છે. પ્રદિપ ઠક્કર વિરૂદ્ધ 37 ગુનાઓ દાખલ થયા છે. તમામ વિરૂદ્ધ અગાઉ પાસા થયા છે. પોલીસે 7 પૈકી 6 ની ધરપકડ કરી લીધી છે. એક આરોપી વોન્ટેડ છે. વડોદરા પોલીસે અત્યાર સુધીમાં ચોથી વખત ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે.

સુરજ ઉર્ફે ચૂઇ રમણ કહાર, કૃણાલ રમણ કહાર, અરૂણ જયેશ માછી, દિપેશ કહાર, દિપેશ કહાર, પાર્થ બ્રહ્મભટ્ટ, પ્રદિપ ઠક્કર, અને રવિ સુભાષભાઇ માછી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તે પૈકી અરૂણ માછીની ધરપકડ કરવાની બાકી છે. આ તમામ પૈકી ચાર વિરૂદ્ધ ખૂન અને ખૂનની કોશિશના ગુના દાખલ થયા છે. તમામ આરોપીઓના વિરૂદ્ધમાં મારામારી, અપહરણ, ખંડણી, ચેઇન સ્નેચીંગ, ખંડણી, છેડતી અને પ્રોહીબીશનના ગુના દાખલ થયા છે. બે દિવસ પહેલા પાણીગેટ પોલીસ મથકમાં કૃણાલ કહારના વિરૂદ્ધમાં 307 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીએ કોઇના પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજસીટોક એક વિશેષ એક્ટ છે. આરોપી સતત ગુનાખોરીમાં પ્રવૃત્ત હોય, તેના વિરૂદ્ધ ચાર્જશીટ થઇ હોય, તમામ આરોપીઓ એકબીજા સાથે સંગઠિત ગુનાઓ આચરતા હોય, તેવા માપદંડના ધ્યાને રાખીને ગુનો દાખલ કરવામાં આવતો હોય છે. આરોપીઓએ ગુનાખોરી આચરીને જે કોઇ સંપત્તિ વસાવી હશે, તેની પણ માહિતી મેળવવામાં આવશે, અને તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Continue Reading
Vadodara14 hours ago

નર્સિંગ નોકરીના નામે છેતરપિંડી: ઓસ્ટ્રિયા મોકલવાના બહાને બે એજન્ટ ભાઈઓએ યુવતીઓને જાળમાં ફસાવી

Gujarat15 hours ago

NEET-UG પરીક્ષામાં ધર્મનું રાજકારણ: હિજાબ અને કંઠી ઉતરાવવા મામલે ઉગ્ર વિવાદ, પોલીસની 3 લોકોની અટકાયત

Vadodara16 hours ago

પ્રતાપનગર સ્ટેશન પર પોલીસ જવાનની કફોડી હાલત: પ્લેટફોર્મ સુધી દોડાવી-દોડાવીને માર મારતા અસામાજિક તત્વો

Vadodara17 hours ago

પરિવાર પર આભ તૂટી પડ્યું: પિતાની છત્રછાયા ગુમાવતા બે માસૂમ દીકરા, ફાધર્સ ડેની ઉજવણી માતમમાં ફેરવાઈ

Vadodara1 day ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Gujarat2 days ago

LRD પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખાસ સૂચના: 29મી જૂન સુધી ડાઉનલોડ કરી શકાશે OMR શીટ

Vadodara2 days ago

વડોદરા પર પાણીનું સંકટ: આજવા સરોવરની સપાટી 8 વર્ષના તળિયે, 205 ફૂટની સપાટીએ તંત્રની ચિંતા વધારી

Vadodara2 days ago

અલકાપુરીમાં પાલિકાનું બુલડોઝર : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે,વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે રકઝક

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara4 days ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara4 days ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara1 week ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara1 week ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara2 weeks ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Trending