Connect with us

Karjan-Shinor

68 વર્ષીય વૃદ્ધ યુવતીના સંપર્કમાં આવ્યા અને થયા હનીટ્રેપના શિકાર, 7 લાખ ગુમાવ્યા

Published

on

ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી અને યુવતી સાથે મેસેજ પર વાત કરીને માલસર રોડ પર મળવા બોલાવી

  • યુવતી સાથે વૃદ્ધ  બેઠા હતા તે સમયે કારમાં આવેલા શખ્સોએ પોલીસની ઓળખ આપી વૃદ્ધનું અપહરણ કર્યું
  • ડ્રગ્સ કેસમાં સંડોવાયેલી યુવતીના સંપર્કમાં છો, તેમ કહીને બેરર ચેક લખાવીને 7 લાખ રૂપિયા કઢાવી લીધા
  • શિનોર પોલીસે યુવતી સહીત આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધીને એકની ધરપકડ કરી

વડોદરા શહેરના વારસિયા રીંગ રોડ પર રહેતા 68 વર્ષીય વૃદ્ધને  અજાણી યુવતી અને તેના સાથીઓ દ્વારા ફેસબુક મારફતે ફસાવીને મળવા બોલાવ્યા બાદ ડ્રગ્સ કેસમાં સંડોવી દેવાની ધમકી આપીને વૃદ્ધ પાસેથી 7 લાખની રકમનો બેરર ચેક મેળવી લઈને રૂપિયા ઉપાડીને પલાયન થઇ જનાર ટોળકી સામે શિનોર પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે.જયારે પોલીસે સમગ્ર પ્રકરણમાં એક આરોપીની ધરપકડ કરી છે.

તાજેતરમાં જ કાયાવરોહણમાં સાયબર ઠગાઈનો શિકાર બનેલા વૃદ્ધે જીવન ટુકાવી દીધું હોવાની ઘટના બની હતી. જે બાદ પોલીસે ઓનલાઈન કોઈ પણ પ્રકારના ફ્રોડમાં ન ફસાવવા માટે જાગૃતતા ફેલાવી હતી. તેમ છતાંય વડોદરાના 68 વર્ષીય વૃદ્ધ મહિલાના સંપર્કમાં આવીને હનીટ્રેપમાં ફસાયા હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. વારસિયા રીંગ રોડ પર રહેતા 68 વર્ષીય વૃદ્ધને  એક દિવસ અચાનક ફેસબુક પર પીન્કી પટેલ નામની યુવતીની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી, વૃદ્ધ ફરિયાદીએ ફ્રેન્ડ રીક્વેસ્ટ મંજુર કરીને યુવતી સાથે ફેસબુક મેસેન્જર મારફતે ચેટ શરુ કરી હતી. ચેટમાં વાતચીત કર્યા બાદ બંનેએ પોતાના મોબાઈલ નંબરની આપલે કરી હતી.

ગત 2 ડિસેમ્બરે યુવતી વૃદ્ધ ફરિયાદીને મળવા માટે વડોદરા આવી હતી જે બાદ ફરિયાદી અને યુવતી એકટીવા પર માલસર, શિનોર ગયા હતા. જ્યાંથી તેઓ પરત આવતા હતા તે સમયે શિનોરથી આગળ ગરનાળા પાસે બેઠા હતા તે સમયે કેટલાક ઈસમો સફેદ રંગની ફોર વ્હીલર કારમાં આવી પહોચ્યા હતા અને તેઓ હિંમતનગરથી આવ્યા છે અને પોલીસ તરીકેની ઓળખ આપી હતી.

વૃદ્ધ ફરિયાદીને ધમકાવીને જણાવ્યું હતું કે, તેઓ જે યુવતી સાથે બેઠા છે તે યુવતી ડ્રગ કેસમાં ફસાયેલી છે. એટલે તમે પણ ડ્રગ્સ કેસમાં અંદર જશો તેમ કહીને વૃદ્ધને કારમાં બેસાડીને એક વ્યક્તિ તેમનું મોપેડ લઈને પાછળ આવતો હતો.  વડોદરા તરફ આવતા સમયે ડ્રગ્સના કેસમાં  ફસાવી દેવાની ધમકી આપીને  સમાધાન કરવા પેટે ઠગ ટોળકીએ 9 લાખ રૂ.ની માંગણી કરી હતી. વૃદ્ધ ફરિયાદી ગભરાઈ જતા 7 લાખ રૂ. આપવા તૈયાર થઇ ગયા હતા. પોલીસના સ્વાંગમાં આવેલી ટોળકી વૃદ્ધ ફરિયાદીને તેમની ઘરે લઇ ગયા હતા. અને 7 લાખ રૂ.નો બેરર ચેક મેળવીને બેંકમાં જઈને રૂપિયા ઉપાડી લીધા હતા. અને જો કોઈને જાણ કરી તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સમગ્ર ઘટના અંગે શિનોર પોલીસે અપહરણ, ખંડણી સહિતના ગુન્હાહિત કાવતરા અંગે ફરિયાદ નોંધીને એક આરોપી હાર્દિક કનૈયાલાલ શેઠ, રહે નરોડા, અમદાવાદની ધરપકડ કરીને ગુન્હામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Continue Reading
Vadodara6 hours ago

બાઈક ઓવરટેકનો વિવાદ જેલના સળિયા સુધી પહોંચ્યો: છાણીમાં પથ્થરમારો કરનાર 16 શખ્સો પોલીસ સકંજામાં

Vadodara9 hours ago

લક્ષ્મીપુરામાં દાદાગીરી કરનાર શખ્સનો પી.આઈ. ગાયત્રી રાજપૂતે કાઢ્યો વરઘોડો,જનતાએ ઉતારી નરાધમની ખુમારી

Vadodara11 hours ago

પદમલાના બે યુવકોની લડાઈમાં છાણી રણમેદાન બન્યું: 5 લોકો ઈજાગ્રસ્ત, પોલીસે 15 તોફાનીઓને દબોચ્યા

Vadodara13 hours ago

VMC નું અણગઢ આયોજન! પીક અવર્સમાં જેલ રોડ પર મશીનરી ઉતારી પાલિકાએ ટ્રાફિક સમસ્યામાં કર્યો વધારો

Vadodara13 hours ago

વડોદરાઃ અમિતનગર સર્કલ પર ઈકો ચાલક પર હિંસક હુમલો; “પોલીસે અરજી પર ધ્યાન ન આપ્યું એટલે આ દશા થઈ.”

Vadodara14 hours ago

કંપની બંધ થવાના એંધાણથી હોબાળો: 8 કલાકના બદલે 12 કલાક વૈતરું છતાં પગાર વધારો નહીં, કામદારોના ધરણા

Vadodara14 hours ago

વડોદરા: કોર્ટ સંકુલમાં પોલીસની મોટી બેદરકારી; 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર પોક્સોનો આરોપી જાપ્તામાંથી છૂ મંતર

Gujarat15 hours ago

શું આ જ છે ‘ભણેલું ગુજરાત’? : PMના કાર્યક્રમમાં ‘ભીડ’ જમાવવા આદેશ! શિક્ષણ વિભાગનો શરમજનક પરિપત્ર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara4 days ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara4 days ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi5 days ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara5 days ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi6 days ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara7 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara2 weeks ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Trending