Connect with us

National

તમિલનાડુ :રેલીમાં ભાગદોડ થયાના બીજા જ દિવસે વિજય થલપતિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.

Published

on

શનિવારે, તમિલનાડુના કરુરમાં અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમ TVKના પ્રમુખ વિજયની ચૂંટણી રેલી દરમિયાન થયેલી ભાગદોડમાં 40 લોકો માર્યા ગયા હતા.

  • અભિનેતામાંથી નેતા બનેલા વિજય થલપતિના ચેન્નઈ સ્થિત નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી.
  • પોલીસે તેમના નિવાસસ્થાને સુરક્ષા વધારી દીધી હતી,CRPFના જવાનોને તૈનાત.
  • બોમ્બ નિરોધક દળ Bomb Disposal Squad ખોજી શ્વાન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું

ગઈકાલે તમિલનાડુના કરૂરમાં તમિલગા વેત્રી કઝગમ TVKની રેલીમાં ભાગદોડ થયાના બીજા જ દિવસે, પાર્ટીના વડા અને અભિનેતામાંથી નેતા બનેલા વિજય થલપતિના ચેન્નઈ સ્થિત નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ ધમકીના પગલે, ચેન્નઈ પોલીસે વિજય અને નીલાંકરઈ સ્થિત તેમના ઘરની સુરક્ષા સઘન બનાવી દીધી છે. હાલમાં, પોલીસ ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે અને તેનો ઇરાદો શું હતો તે જાણવા માટે તપાસ કરી રહી છે.

શનિવારે કરૂરમાં ભાગદોડની ઘટના બાદ વિજય ચેન્નઈ પાછા ફર્યા હતા. ત્યારથી જ પોલીસે તેમના નિવાસસ્થાને સુરક્ષા વધારી દીધી હતી, પરંતુ બોમ્બની ધમકી મળ્યા બાદ ત્યાં ચેન્નઈ પોલીસ અને CRPFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

જ્યારે બોમ્બની ધમકી મળતા જ, બોમ્બ નિરોધક દળ Bomb Disposal Squad ખોજી શ્વાન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું અને TVK પ્રમુખના ઘરની ચારે બાજુ સઘન સુરક્ષા તપાસ કરવામાં આવી. જોકે, સર્ચ ઓપરેશનમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી. આ દરમિયાન, પોલીસે વિજયના સમર્થકો અને સામાન્ય લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. બીજી બાજુ, ભાગદોડની ઘટનાને કારણે વિવિધ ક્ષેત્રોમાંથી ટીકાઓનો સામનો કરી રહેલા વિજયે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારોને ₹20 લાખનું વળતર આપવાની જાહેરાત પણ કરી છે.

તમિલનાડુના કરુરમાં અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમ TVKના પ્રમુખ વિજયની ચૂંટણી રેલી દરમિયાન થયેલી ભાગદોડમાં 40 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ મૃત્યુ પામેલા લોકોમાં 10 બાળકો, 17 મહિલાઓ અને 13 પુરુષોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 60થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી 2 લોકોની હાલત ગંભીર છે.

રાજ્યના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, ઉપમુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન, વિપક્ષના નેતા એડાપ્પાદી કે. પલાનીસ્વામી, ભાજપના નેતાઓ નૈનાર નાગેન્દ્રન અને કે. અન્નામલાઈ, VCKના વડા થોલ થિરુમાવલવન, PMKના ટોચના નેતા અંબુમણિ રામદાસ સહિત ઘણા રાજકીય પક્ષોના નેતાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી. રજનીકાંત અને મક્કલ નિધિ મય્યમ MNMના વડા કમલ હાસન સહિત અનેક હસ્તીઓએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું.

Continue Reading
Vadodara3 hours ago

લક્ષ્મીપુરામાં પોલીસનો સપાટો: બંધ મકાનમાં ચાલતા જુગારધામ પર રેઇડ, 7 શખ્સો રંગેહાથ ઝડપાયા

Vadodara4 hours ago

‘સ્માર્ટ’ પ્રી-મોન્સૂન કામગીરીનું સત્ય:  થોડાક જ વરસેલા વરસાદ માં ટ્રક અચાનક રસ્તામાં ગરકાવ

Vadodara7 hours ago

વડોદરા પાલિકાનો અણઘડ વહીવટ: દુધવાળા મોહલ્લામાં મેયરની હાજરીમાં ‘ભૂલ’ સુધારવા ગયા અને આખી લાઇન જ ખોટી કાપી નાખી

Vadodara11 hours ago

ચોમાસામાં સતર્કતા: 15 સેન્સર દ્વારા વરસાદનું લાઇવ મોનિટરિંગ, નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે આ સુવિધા

Dabhoi12 hours ago

‘ઓપરેશન પરાક્રમ’: ડભોઇના ચાર કુખ્યાત ગુનેગારો પાસા હેઠળ જેલભેગા, ત્રણ અલગ-અલગ શહેરોમાંથી ધરપકડ

Vadodara15 hours ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli1 day ago

20 વર્ષનો વનવાસ: ડેસરના જુના કેસરાના મુવાડામાં રસ્તો અને પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવ

Dabhoi1 day ago

પરિવારના મોભીનું કરુણ મોત: મધ્યપ્રદેશના શ્રમિક પર મગરનો જીવલેણ હુમલો, પત્ની અને બે બાળકો નિરાધાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara15 hours ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli2 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara4 days ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara6 days ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara6 days ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara1 week ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara1 week ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara2 weeks ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Trending