Connect with us

International

કોલંબિયામાં રાહુલ ગાંધીનો ભાજપ સરકાર પર પ્રહાર..ભારતની લોકશાહી પર હુમલા, દેશમાં ધર્મના નામે તિરાડો..

Published

on

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લદ્દાખના લોકો સાથે દગો કરવાનો આરોપ મૂક્યો છે. લદ્દાખમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા ચાર આંદોલનકારીઓના મોતની નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ પણ કરી હતી.

  • રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારત માટે સૌથી મોટો ખતરો “લોકશાહી પર હુમલો” છે.
  • રાહુલ ગાંધીના આ આક્ષેપ પર ભાજપે આકરો જવાબ આપતાં તેમને ‘પ્રચારના નેતા’ કહ્યા.
  • આપણે ચીન જે કરે છે તે કરી શકતા નથી લોકોને દબાવવા અને સરમુખત્યારશાહી વ્યવસ્થા ચલાવી શકીએ નહીં.

આજે લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કોલંબિયામાંથી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. લોકશાહીમાં વિવિધ વિચારોને સમાવિષ્ટ કરવા જોઈએ. રાહુલ ગાંધીએ ભારત અને ચીન વચ્ચેના સંબંધો પર પણ સ્પષ્ટતા આપી હતી.

પીએમ નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારત માટે સૌથી મોટો ખતરો “લોકશાહી પર હુમલો” છે. કોલંબિયાની EIA યુનિવર્સિટીમાં એક વાર્તાલાપમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘ભારતમાં ઘણા ધર્મ, પરંપરાઓ અને ભાષાઓ છે. લોકશાહી વ્યવસ્થા દરેક માટે સ્થાન પૂરું પાડે છે. પરંતુ હાલમાં, લોકશાહી વ્યવસ્થા પર ચારે બાજુથી હુમલો થઈ રહ્યો છે.’ રાહુલ ગાંધીના આ આક્ષેપ પર ભાજપે આકરો જવાબ આપતાં તેમને ‘પ્રચારના નેતા’ કહ્યા છે. તેમના પર વિદેશી ધરતી પર ભારતીય લોકશાહીને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે.

જ્યારે કાર્યક્રમમાં રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે શું ભારત અને ચીન આગામી 50 વર્ષમાં વિશ્વનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘મને ચીન વિશે ખબર નથી, પરંતુ મને નથી લાગતું કે ભારત પોતાને વિશ્વ નેતા માને છે. વૈશ્વિક પરિદૃશ્યમાં ભારતની વધતી જતી સુસંગતતા અંગેના પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘ભારતમાં તેના 1.4 અબજ લોકો સાથે પ્રચંડ ક્ષમતા છે. પરંતુ ભારતમાં ચીનથી સંપૂર્ણપણે અલગ વ્યવસ્થા છે. ચીન ખૂબ જ કેન્દ્રિય અને એકરૂપ છે. ભારત વિકેન્દ્રિત છે અને તેમાં અનેક ભાષાઓ, સંસ્કૃતિઓ, પરંપરાઓ અને ધર્મો છે. ભારતમાં ઘણી જટિલ વ્યવસ્થા છે.’

આમ તો રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી સતત મોદી સરકાર પર હુમલો કરી રહ્યા છે. વોટ ચોરી, બિહારમાં SIR પ્રક્રિયા તેમજ લદ્દાખમાં સોનમ વાંગચુકની ધરપકડ જેવા અનેક મુદ્દાઓ પર કોંગ્રેસના નેતા કેન્દ્ર સરકાર પર આક્ષેપો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લદ્દાખના લોકો સાથે દગો કરવાનો આરોપ મૂક્યો છે. લદ્દાખમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા ચાર આંદોલનકારીઓના મોતની નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ પણ કરી હતી.

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત વિશ્વને ઘણું બધું આપી શકે છે, અને તે ખૂબ જ આશાવાદી છે. પરંતુ હાલ ભારતીય માળખામાં ખામીઓ છે, એવા જોખમો છે જેને ભારતે દૂર કરવાના છે. સૌથી મોટું જોખમ લોકશાહી પર થઈ રહેલો હુમલો છે. ભારત તેના બધા લોકો વચ્ચે વાતચીતનું કેન્દ્ર છે. વિવિધ પરંપરાઓ, ધર્મો અને વિચારો માટે જગ્યાની જરૂર પડે છે. અને તે જગ્યા બનાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ લોકશાહી વ્યવસ્થા છે. અને હાલમાં, ભારતમાં લોકશાહી વ્યવસ્થા પર મોટા પાયે હુમલો થઈ રહ્યો છે.

જો કે બીજું જોખમ દેશના વિવિધ ભાગો વચ્ચે પડેલી તિરાડ છે. લગભગ 16-17 વિવિધ ભાષાઓ અને વિવિધ ધર્મ તથા વિવિધ પરંપરાઓને ખીલવા દેવી, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે ચીન જે કરે છે તે કરી શકતા નથી લોકોને દબાવવા અને સરમુખત્યારશાહી વ્યવસ્થા ચલાવી શકીએ નહીં.

Vadodara28 minutes ago

વડોદરા શિક્ષણ સમિતિમાં ગણવેશ કૌભાંડનો આક્ષેપ, 10,000 બાળકોના યુનિફોર્મમાં ‘ગોલમાલ’

Vadodara6 hours ago

અભાવમાં પણ પ્રભાવ: વડોદરાના મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોએ સીએ ફાઈનલમાં ગાડ્યું નિશાન.

Karjan-Shinor7 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Padra7 hours ago

સહકારી ક્ષેત્રના ‘ચાણક્ય’ની જીત: 5 ધારાસભ્યોનું જોર પડ્યું નબળું, દીનુ મામા ફરી મેદાન મારી ગયા.

Vadodara8 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

National1 day ago

જમ્મુ-કાશ્મીર: પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી; ભારતીય સેનાના જવાનોનું તાબડતોબ ફાયરિંગ

Vadodara1 day ago

વડોદરાના ગોત્રીમાં બિલ્ડરનું પાપ છાપરે ચઢીને પોકાર્યું; ‘તક્ષશિલા-2’ ના 80 પરિવારો ન્યાય માટે પોલીસને શરણે!

Vadodara1 day ago

ન્યૂઝીલેન્ડ જવાના સપના રોળાયા; ભરૂચના યુવક સાથે ₹21 લાખની છેતરપિંડી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor7 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara8 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli7 days ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara2 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending