Connect with us

National

જાણો..’ચૂંટણી પંચે કંઈ પણ ખોટું કર્યું હશે SIR પ્રક્રિયા રદ કરીશું…’, સુપ્રીમ કોર્ટ

Published

on

ચૂંટણી પંચ દ્વારા શરુ કરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ, દેશભરમાં ડુપ્લિકેટ, મૃત અથવા અયોગ્ય મતદારોની ઓળખ કરવામાં આવશે અને મતદાર યાદીમાંથી તેમના નામ દૂર કરવામાં આવશે. ખાસ કરીને એવા મતદારોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ કાયમી અને વર્તમાન બંને સરનામા પર નોંધાયેલા છે. 

  • 2025ના આગામી મહિનાઓમાં અખિલ ભારતીય મતદાર યાદી સુધારણા અભિયાન ચલાવી શકાય છે.
  • બિહાર SIRના કોઈપણ તબક્કે ચૂંટણી પંચ દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિમાં કંઈ પણ ખોટું જણાશે, તો સમગ્ર પ્રક્રિયા રદ કરવામાં આવશે.

ચૂંટણીપંચ દ્વારા બિહાર સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને સોમવારે (15મી સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે ‘અમે બિહાર SIR પર આંશિક અભિપ્રાય આપી શકીએ નહીં. અંતિમ નિર્ણય ગમે તે હોય, તે આખા દેશ પર લાગુ પડશે. અમે માનીએ છીએ કે બંધારણીય સત્તા, ચૂંટણી પંચ, બિહારમાં કાયદા અને ફરજિયાત નિયમોનું પાલન કરી રહ્યું છે. જો અમને બિહાર SIRના કોઈપણ તબક્કે ચૂંટણી પંચ દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિમાં કંઈ પણ ખોટું જણાશે, તો સમગ્ર પ્રક્રિયા રદ કરવામાં આવશે.’

જ્યારે કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલા બાગચીની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. અરજદારે પહેલી ઓક્ટોબર પહેલા કેસની સુનાવણીની માંગ કરી હતી. આ દિવસે અંતિમ મતદાર યાદી પ્રકાશિત થવાની છે. પરંતુ કોર્ટે ઈનકાર કરતા કહ્યું કે, ’28મી સપ્ટેમ્બરથી દશેરાની રજા છે, પરંતુ કોર્ટ એક અઠવાડિયા માટે બંધ છે.’ સુપ્રીમ કોર્ટે બિહારમાં SIR કવાયતની માન્યતા પર અંતિમ દલીલો સાંભળવા માટે સાતમી ઓક્ટોબરની તારીખ નક્કી કરી.

અત્યારે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ચૂંટણી પંચે દેશભરમાં SIR વિશે વાત કરી હતી. ચૂંટણી પંચે આ સંદર્ભમાં 10મીસપ્ટેમ્બરે એક બેઠક યોજી હતી.ત્યારબાદ અધિકારીઓએ કહ્યું હતું કે ‘આવતા વર્ષે પાંચ વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. તેથી 2025ના આગામી મહિનાઓમાં અખિલ ભારતીય મતદાર યાદી સુધારણા અભિયાન ચલાવી શકાય છે.’

હમણાં બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓએ કોઈપણ લાયક નાગરિકનું નામ મતદાર યાદીમાંથી બહાર ન રહે અને કોઈ અયોગ્ય વ્યક્તિ તેમાં ન રહે તે સુનિશ્ચિત કરવા માટે દસ્તાવેજો સૂચવ્યા. ફરીથી ભાર મૂકવામાં આવ્યો કે આ દસ્તાવેજો પાત્ર નાગરિકો માટે સબમિટ કરવા માટે સરળ હોવા જોઈએ. નોંધનીય છે કે વર્ષ 2026માં આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે.

Continue Reading
Vadodara17 hours ago

વડોદરા: પ્રોહિબિશન અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 5 કુખ્યાત આરોપીઓ પાસા (PASA) હેઠળ જેલ હવાલે

Savli18 hours ago

વડોદરા: સાવલી પંથકમાંથી ગેરકાયદે યુરિયા ખાતરના જથ્થા સાથે એક ઝડપાયો, ચાર સામે ગુનો નોંધાયો

Vadodara22 hours ago

કાઉન્સિલર સાથે મારામારીનો આખરે ભાંડો ફૂટ્યો, માસ્ક મેન તરીકે પ્રચલિત શ્રેય પટેલે વિડીયો વાયરલ નહિ કરવા 50 લાખની ખંડણી માંગી

Vadodara1 day ago

વડોદરામાં વકરતી ટ્રાફિક અને દબાણની સમસ્યા ઉકેલવામાં VMC અને ટ્રાફિક પોલીસ નિષ્ફળ; 5 મહિના વીત્યા છતાં પાલિકાના આદેશો માત્ર કાગળ પર

Vadodara2 days ago

વડોદરામાં યુસુફ પઠાણ જમીન વિવાદ વચ્ચે નવો વળાંક: કલેક્ટર કચેરી સામે પીએમ મોદી અને હીરાબાના મ્યુઝિયમ માટે બેનર લાગ્યા

Editor's Exclusive2 days ago

છોટાઉદેપુર ભાજપે નવું ઉદાહરણ સેટ કર્યુ, એક વ્યક્તિને એકથી વધુ હોદ્દા સહીત પત્નીને પણ મેન્ડેટ અપાવ્યું

Vadodara2 days ago

કેનેડાથી પરત ફરેલા પુત્ર, આયુર્વેદિક ડોક્ટર પુત્રી અને માતાએ ટૂંકાવ્યું જીવન: આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ

Savli3 days ago

સાવલી: આનંદીના મુવાડા ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતા કાચા રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending