Connect with us

Gujarat

લગ્નની ખુશીઓ ખોવાઈ: કેરીનો રસ અને પનીરનું શાક બન્યું ઝેર સમાન; 400 લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર

Published

on

  • હોસ્પિટલ દોડધામ: ગરબાડાના અભલોડ ગામમાં લગ્નમાં જમ્યા બાદ 400થી વધુ લોકોને ઝાડા-ઊલટીની ફરિયાદ; પંથકમાં હાહાકાર.
  • યુદ્ધના ધોરણે સારવાર: 200 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ, અન્ય 200 ને પ્રાથમિક સારવાર; ગંભીર દર્દીઓ પર તબીબોની ચાંપતી નજર.
  • ખાણી-પીણી પર સવાલ: કેરીનો રસ અને પનીરનું શાક બન્યું ફૂડ પોઈઝનિંગનું કારણ? તંત્ર દ્વારા ભોજનના નમૂના લેવાયા.
  • તંત્રની કડક ચીમકી: કેટરર્સની બેદરકારી બહાર આવશે તો ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ હેઠળ થશે કડક કાર્યવાહી.

દાહોદ: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં ભોજન લેવું 400થી વધુ મહેમાનો માટે જીવનું જોખમ બની ગયું છે. સોમવારે સાંજે લગ્નમાં ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં મહેમાનોને એકસાથે ફૂડ પોઈઝનિંગની અસર થતાં સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી.

🧐પરિસ્થિતિ ગંભીર:

જમ્યાના થોડા જ સમયમાં મહેમાનોને ઝાડા-ઊલટીની ફરિયાદ શરૂ થઈ હતી. સ્થિતિ એટલી હદે વણસી કે ગામમાં મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ હતી. 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હાલ 200 જેટલા લોકોને નજીકની ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 200 જેટલા લોકોને તબીબી ટીમ દ્વારા ગામમાં જ સારવાર આપવામાં આવી રહી છે. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

શંકાના દાયરામાં કેટરર્સ:

ઘટનાની ગંભીરતાને જોઈને આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટીની ટીમ તાત્કાલિક અભલોડ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં કેરીનો રસ અને પનીરનું શાક શંકાના દાયરામાં છે. લેબોરેટરી પરીક્ષણ માટે ભોજનના નમૂના લઈ લેવામાં આવ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો તપાસમાં કેટરર્સની બેદરકારી સાબિત થશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

લગ્નની ખુશીઓ પળવારમાં ચિંતામાં બદલાઈ ગઈ છે. આ ઘટનાએ ફરી એકવાર લગ્ન પ્રસંગોમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અને કેટરર્સની જવાબદારી અંગે લાલબત્તી ધરી છે.

Continue Reading
Gujarat1 day ago

ખેડૂતપુત્ર જતીન ગજેરાની અનન્ય પહેલ: અમરેલીના શેડુભાર ગામે કરોડોના ખર્ચે બનશે ગુજરાતનો પ્રથમ બાયો-સીએનજી પ્લાન્ટ

Vadodara1 day ago

નંદેસરી પોલીસનો મહત્વનો નિર્ણય: ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી માટે આયોજકો સાથે બેઠક યોજાઈ

Vadodara1 day ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Savli2 days ago

સાવલીમાં સાયબર ઠગાઈનો મોટો વિસ્ફોટ: ‘RTO ચલણ’ ની નકલી APK ફાઈલ મોકલી આધેડના ખાતામાંથી 14.90 લાખ સફાચટ

Savli2 days ago

સાવલીના રાણીયા ગામે કમકમાટીભર્યો અકસ્માત: શેડની કામગીરી વેળાએ વીજ કરંટ લાગવાથી 40 વર્ષીય આધેડનું મો*ત

Vadodara2 days ago

વડોદરામાં 15 વર્ષીય દીકરીનું શંકાસ્પદ અપહરણ: ફરિયાદ નોંધાયાના 10 દિવસ વીતવા છતાં દીકરીનો કોઈ પત્તો નહીં

Savli4 days ago

સાવલીમાં કંપની સાથે લાખોની ઠગાઈ: એકાઉન્ટન્ટે પોતાના અને પત્નીના ખાતામાં રૂ. 89 લાખથી વધુ સગાં કર્યા

Chhotaudaipur4 days ago

નસવાડીમાં 1 કરોડના ખર્ચે બનેલો નવો પુલ વિવાદમાં: માંડ બે મહિનામાં જ પુલનો એપ્રોચ રોડ બેસી જતાં ભારે રોષ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara1 day ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending