Connect with us

Gujarat

રાજસ્થાન અને mp જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય આરોગ્ય વિભાગ સતર્ક બન્યું,500થી વધુ સ્થળોએ તપાસ નો આદેશ

Published

on

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અપૂરતા સ્ટાફને કારણે મેડિકલ સ્ટોર્સના સંચાલકોને ફાવતુ મળ્યું છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન દવા આપી શકાય નહીં તે નિયમો ધરાર ઉલાળિયો થયો છે.

  • અમદાવાદ સહિત રાજ્યમાં પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપનું ધૂમ વેચાણ થાય છે.
  • ગુજરાતમાં 500થી વધુ ફાર્મા કંપનીઓ કફ સિરપનું ઉત્પાદન કરે છે. આ બધીય ફાર્માસ્યુટિકલ કંપનીઓને ત્યાં તપાસ શરૂ કરાઈ
  • જો કથિત કન્ટેન્ટ સાથેનું કફ સિરપ વેચતાં પકડાશે તે મેડિકલ સ્ટોર્સનું લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવા નક્કી કરાયુ

જ્યારે કઈ થાય પછી જ સરકારની ઊંઘ ઉડે એ કહેવું ખોટું નઈ,રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપથી કેટલાક બાળકોના મૃત્યુ થયા બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી છે. સરકારના આદેશને પગલે રાજ્યમાં કફ સિરપનું ઉત્પાદન કરતા 500થી વધુ દવા ઉત્પાદકોને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ ઉપરાંત કફ સિરપના ઉપયોગને લઈને કેન્દ્રની માર્ગદર્શિકાનું ફોલોઅપ કરવા સૂચના આપવામાં આવી છે. સાથે-સાથે ડૉક્ટરોને આ મામલે તાકીદ કરવામાં આવી છે.

હવે કેન્દ્રીય આરોગ્ય વિભાગે કફ સિરપના ઉપયોગને લઈને ગુજરાત સહિત તમામ રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી માર્ગદર્શિકાનું પાલન કરવા જાણકારી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગના સૂત્રોના મતે, ગુજરાતમાં રાજસ્થાન કે ઉપરાંત હાલ ગુજરાતમાં 500થી વધુ ફાર્મા કંપનીઓ કફ સિરપનું ઉત્પાદન કરે છે. આ બધીય ફાર્માસ્યુટિકલ કંપનીઓને ત્યાં તપાસ શરૂ કરાઈ છે.

જ્યારે આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો કામે લાગી છે. કફ સિરપમાં કથિત કન્ટેન્ટ છે કે કેમ તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ કારણોસર જ ફાર્મા કંપનીઓને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આ ઉપરાંત કફ સિરપ વેચતાં મેડિકલ સ્ટોર્સ પર તપાસ કરવામાં આવી રહી છે. જો કથિત કન્ટેન્ટ સાથેનું કફ સિરપ વેચતાં પકડાશે તે મેડિકલ સ્ટોર્સનું લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવા નક્કી કરાયુ છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટરોને પણ કફ સિર૫ મામલે તાકીદ કરાઇ છે.

જ્યારે લોકો માટે દારૂને બદલે કફ સિરપ સરળતાથી ઉપલબ્ધ થતી હોવાથી બંધાણીઓ કફ સિરપનો ધૂમ ઉપયોગ કરી રહ્યાં છે જેના કારણે કફ સિરપની ડિમાન્ડ રોકેટ ગતિએ વધી રહી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છૂટક મજૂરી કરતા અને કારખાનામાં કામ કરતાં કામદારોને નશો કરવાની આદત પડી ગઈ હોય તે કફ સિરપના નશાના બંધાણી બન્યાં છે. સિરપમાં કોડિન ફોસ્ફેટનું પ્રમાણ વધુ હોય છે જે દારૂ જેવા નશાનો અહેસાસ કરાવે છે જેથી ટિનેજરો અને યુવાનોમાં કફ સિરપનું વ્યસન સૌથી વધુ પ્રમાણમાં છે.

હવે જ્યારે મેડિકલ સ્ટોર્સ પર કફ સિરપના વેચાણને લઈને કોઈ પ્રતિબંધ નથી. આ કારણોસર અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના જ કફ સિરપનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અપૂરતા સ્ટાફને કારણે મેડિકલ સ્ટોર્સના સંચાલકોને ફાવતુ મળ્યું છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન દવા આપી શકાય નહીં તે નિયમો ધરાર ઉલાળિયો થયો છે. આજે પણ શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં તો મેડિકલ સ્ટોર્સ પર ઘણી પ્રતિબંધિત દવાઓ પ્રિસ્ક્રીપ્શન વિના જ મળી જાય છે. કેટલીય મેડિકલ સ્ટોર્સ પર ફાર્માસિસ્ટ જ હોતા નથી.

Continue Reading
Vadodara8 hours ago

ચારધામ યાત્રાના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી: વડોદરાના ટ્રાવેલ્સ સંચાલકે 48 યાત્રાળુઓને ઋષિકેશમાં નોંધારા મૂકી ભાગ્યો

Vadodara10 hours ago

“અમણે નોટિસ આપી ટાઇમ ન આપ્યો”,દસ્તાવેજોના દાવા સાથે રહેવાસીઓમાં આક્રોશ, ડિમોલિશન સામે લોકો રસ્તા પર

Vadodara13 hours ago

ગુનાખોરી પર અંકુશ: ફાયરિંગ અને મારામારીના કેસમાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત

Vadodara16 hours ago

‘પ્રમુખ કન્સલ્ટન્સી’ ના નામે ઠગાઈ: 10 દિવસમાં વિઝા અપાવવાની લાલચ આપી મહિલાના લાખો પચાવી પાડ્યા

Vadodara1 day ago

સાવલીના કરચીયા ગામની સીમમાંથી આધેડનો મૃતદેહ મળતા ચકચાર: 64 વર્ષીય રમણભાઈ રાઠોડિયાનો મૃતદેહ મળ્યો

Vadodara1 day ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara2 days ago

વડોદરામાં કરોડોનું કૌભાંડ કે તંત્રની ભૂલ? તરસાલી ટી.પી. 52ના છબરડાથી 75 ખેડૂતોની 150 કરોડની જમીન બિનઉપયોગી!

International2 days ago

કેનેડા જવાનું સપનું જોતા પરિવારો માટે ઝટકો: ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ માં નવી અરજીઓ પર બ્રેક

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara3 days ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor5 days ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara5 days ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara5 days ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra1 week ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara1 week ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Trending