Connect with us

Gujarat

સુરત સ્કૂલ: ધોરણ 12ના વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો, વાલીઓમાં રોષ અને સુરક્ષા પર સવાલ

Published

on

આ ઘટનાએ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી હિંસક ઘટનાની યાદ અપાવી છે, જેને પગલે શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

  • જ્યારે શાળાથી 100 મીટર દૂર બની ઘટના
  • ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી સળિયો લઈ સ્કૂલે પહોંચ્યા
  • આ જોતા વાલીઓમાં રોષ અને સુરક્ષા પર સવાલ

સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી  શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર સ્કૂલની બહાર ધોરણ 12ના એક વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થી દ્વારા સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાએ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી હિંસક ઘટનાની યાદ અપાવી છે, જેને પગલે શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

સુરતમાં શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર સ્કૂલના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં શાળા છૂટ્યા બાદ સ્કૂલથી માત્ર 100 મીટરના અંતરે ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12ના વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પીડિત વિદ્યાર્થીને માથા  ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જ્યારે હુમલા બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યારબાદ, પુત્રનો સિટી સ્કેન રિપોર્ટ અને જે સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો તે લઈને તેઓ સીધા શાળાએ પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

જ્યારે ઘટનાને પગલે અન્ય વાલીઓ પણ મોટી સંખ્યામાં શાળાએ એકઠા થઈ ગયા હતા અને શાળા પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શાળાની નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ વચ્ચે આવા હિંસક ઝઘડાઓ થઈ રહ્યા છે. રોષે ભરાયેલા વાલીઓએ હુમલો કરનાર વિદ્યાર્થીને તાત્કાલિક શાળામાંથી સસ્પેન્ડ કરવાની અથવા તેની સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી હતી.

આવી ઘટનાએ ફરી એકવાર શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. હાલ આ મામલે શાળા પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

Continue Reading
Vadodara13 hours ago

જીલ્લા ભાજપ સંગઠનની ભેદી ચૂપકીદી વચ્ચે બરોડા ડેરીમાં ભાજપના જ ડિરેક્ટર વિપક્ષની ભૂમિકામાં આવ્યા!

Savli1 day ago

સાવલીના પોઇચા (રા) ખાતે આવેલી એવિડ કંપનીમાં ગંભીર અકસ્માત: ક્રેનમાંથી પ્લાયવુડની પ્લેટ પડતા શ્રમિકનું કરુણ મોત

Vadodara2 days ago

વડોદરામાં રખડતા શ્વાનના ત્રાસ સામે તંત્રની સક્રિયતા: વર્લ્ડ રેબિસ ડે અગાઉ શ્વાનોના રસીકરણની વિશેષ ઝુંબેશ

Vadodara4 days ago

નાગરિકોનો આક્રોશ – “દુનિયાને શિખવાડતા પહેલા પોતે અનુસરો”: વેરો વસૂલતું તંત્ર પોતાની આસપાસ સફાઈ રાખવામાં કેમ નિષ્ફળ?

Vadodara5 days ago

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રહસ્યમય મો*ત: સોમાતળાવ વિસ્તારમાંથી ઉત્તરપ્રદેશના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃ*તદેહ મળ્યો

Vadodara5 days ago

વડોદરાના નિઝામપુરામાં વાંદરાઓનો આતંક યથાવત: રામનગર સોસાયટીમાં વૃદ્ધ મહિલાને બચકું ભરતા ફેલાઈ ચિંતા

Vadodara5 days ago

વડોદરાના વાડી વિસ્તારમાં તસ્કરોનો આતંક: બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1.05 લાખની મતાની ચોરી

Vadodara6 days ago

વડોદરાના વડલા ગામ નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર અરેરાટી: યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃ*તદેહ મળી આવ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending