Connect with us

Gujarat

ફટાકડાની દુકાનો માટે કડક નિયમો: હવે 500 ચોરસ મીટરથી નાની દુકાનોને પણ ફાયર NOC ફરજિયાત

Published

on

ગુજરાત સરકારના ગૃહ વિભાગે દિવાળી પહેલા ફટાકડાની દુકાનો માટે ફાયર NOC ફરજિયાત કરી, 500 ચોરસ મીટરથી ઓછી દુકાનોને પણ નિયમ લાગુ

  • ફટાકડાના પરવાના ઇશ્યુ, રિન્યુઅલ અને ઇન્સ્પેક્શન વખતે ફાયર સેફ્ટી NOC ફરજિયાત રહેશે.
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ ફાયર સેફ્ટી માટેની વિગતવાર ચેકલિસ્ટ,દુકાન માટે ફાયર વિભાગની મંજૂરી મેળવવી જરૂરી
  • 500 ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ ફાયર NOC ફરજિયાત રહેશે.

ગુજરાતમાં આગામી દિવાળી તહેવાર પહેલાં જ સરકારના ગૃહ વિભાગે ફટાકડા વેચાણ કરતી દુકાનોને લઈને કડક નિયમો જાહેર કર્યા છે. ગૃહ વિભાગે તમામ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટો અને પોલીસ કમિશનરોને પરિપત્ર મોકલી સ્પષ્ટ કર્યું છે કે હવે ફટાકડાના પરવાના ઇશ્યુ, રિન્યુઅલ અને ઇન્સ્પેક્શન વખતે ફાયર સેફ્ટી NOC ફરજિયાત રહેશે. આ નિયમ 500 ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ લાગુ થશે.

ગૃહ વિભાગના સેક્શન અધિકારી ધારા બ્રહ્મભટ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં જણાવાયું છે કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે તાજેતરમાં ફાયર સેફ્ટી માટેની વિગતવાર ચેકલિસ્ટ તૈયાર કરી છે. આ ચેકલિસ્ટને અનુસરીને હવે દરેક દુકાન માટે ફાયર વિભાગની મંજૂરી મેળવવી જરૂરી રહેશે.

હાલ સુધીમાં મોટા પ્લોટ કે ગોડાઉન પર ફાયર સેફ્ટી નિયમો વધુ લાગુ પડતા હતા. પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ નાની દુકાનોને પણ છૂટ નહીં મળે. એટલે કે, 500 ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ ફાયર NOC ફરજિયાત રહેશે. આ સાથે, દુકાનનું સ્થાન, બહાર નીકળવાના માર્ગ, આગ બુઝાવવાના સાધનો અને સુરક્ષા અંતર જેવા માપદંડોની તપાસ કર્યા વગર પરવાનો મળશે નહીં.

દિવાળી પહેલાં જ સરકાર આ પ્રકારની ગાઇડલાઇન જાહેર કરીને આગોતરી તૈયારી કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાઓને કારણે સરકાર પર દબાણ વધી રહ્યું હતું. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં ભૂતકાળમાં થયેલી દુર્ઘટનાઓને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારના આ નવા નિયમો બહાર પડતા વેપારીઓમાં ચર્ચા શરૂ થઈ છે. ઘણા નાના વેપારીઓનું માનવું છે કે આથી તેમની મુશ્કેલી વધી શકે છે, કારણ કે ફાયર NOC મેળવવા માટે સમય તથા ખર્ચ વધશે. બીજી તરફ સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય સમયોચિત છે અને લોકસુરક્ષા માટે આવશ્યક છે.

Continue Reading
Vadodara3 hours ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli16 hours ago

20 વર્ષનો વનવાસ: ડેસરના જુના કેસરાના મુવાડામાં રસ્તો અને પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવ

Dabhoi19 hours ago

પરિવારના મોભીનું કરુણ મોત: મધ્યપ્રદેશના શ્રમિક પર મગરનો જીવલેણ હુમલો, પત્ની અને બે બાળકો નિરાધાર

Vadodara20 hours ago

વડોદરામાં ગેંગવોરના પડઘા: રેસકોર્સ વિસ્તારમાં નાસ્તો કરવા ગયેલા બ્રેડના વેપારી પર હુમલો, લોહીલુહાણ

International2 days ago

PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સંકટના વાદળ: મેલબર્ન કાર્યક્રમને લઈને મળી જાનથી મારી નાખવાની ધમકી

Vadodara2 days ago

લગ્નના થોડા જ સમયમાં પરણીતાનું મોત: પતિના માનસિક ત્રાસથી કંટાળીને પગલું ભર્યાનો પરિજનોનો આક્ષેપ

Savli2 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Dabhoi2 days ago

ડભોઇ: કરનેટ ગામના ગ્રામજનો બન્યા મૂંગા પશુના દેવદૂત, નર્મદા કેનાલમાં ખાબકેલી ગાયનું સફળ રેસ્ક્યુ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 hours ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli2 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara4 days ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara6 days ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara6 days ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara1 week ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara1 week ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara2 weeks ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Trending