Connect with us

Gujarat

કેન્સરના દર્દીઓના જીવ સાથે ખેલ! પ્લાઝમા ચોરી કરી સલાઈન વોટર ભેળવતું મોટું રેકેટ પકડાયું

Published

on

  • ભેળસેળનું નેટવર્ક: અસલી બ્લડ પ્લાઝમા કાઢી તેના સ્થાને સલાઈન વોટરવાળા નકલી યુનિટ્સ સપ્લાય કરવાનું કૌભાંડ.
  • 4 આરોપીઓની ધરપકડ: દિનેશ ચૌધરી, મોહન ગાયકવાડ, રફીક અને જીતેન્દ્ર સોલંકી ઝડપાયા.
  • દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ: એન્ટી-કેન્સર દવાઓ અને દર્દીઓને સીધા ચડાવાતા પ્લાઝમામાં ગંભીર ભેળસેળ.
  • ઉંડી તપાસ: પ્લાઝમા કઈ કંપનીઓમાં પહોંચ્યો અને કેટલા દર્દીઓ પ્રભાવિત થયા, તે અંગે SOG દ્વારા સઘન તપાસ.

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય SOGએ સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ચાંગોદર વિસ્તારમાં ભાડાના મકાનમાં નકલી બ્લડ પ્લાઝમા બનાવવાનું અને અસલી પ્લાઝમાની ચોરી કરવાનું નેટવર્ક પોલીસે ઝડપી પાડ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

શું હતું આ આખું કૌભાંડ?

મુખ્ય આરોપી દિનેશ ચૌધરી અગાઉ ફાર્મા કંપનીમાં પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હોવાથી તેને સમગ્ર પ્રક્રિયાનું જ્ઞાન હતું. તે વાહનના ડ્રાઈવર જીતેન્દ્ર અને કો-ડ્રાઈવર રફીક સાથે મળીને મહારાષ્ટ્રથી આવતા ઓરિજનલ પ્લાઝમાના જથ્થાને દિનેશના ઘરે લઈ જતા હતા. અહીં અસલી પ્લાઝમા યુનિટ્સ કાઢી લઈ તેના બદલે સલાઈન વોટરવાળા નકલી યુનિટ્સ મૂકી દેતા હતા. આ નકલી પ્લાઝમા કંપનીમાં પહોંચાડ્યા બાદ, ચોરેલો અસલી પ્લાઝમા તેઓ બજારભાવ કરતા 50% સસ્તા દરે બ્લડ બેન્કોમાં વેચી મારતા હતા.

🧐દર્દીઓ માટે કેમ છે જોખમી?

પોલીસના જણાવ્યા અનુસાર, બ્લડ પ્લાઝમાનો ઉપયોગ એન્ટી-કેન્સર ડ્રગ્સ બનાવવા તેમજ હિમોફિલિયાના દર્દીઓને સીધો ચડાવવા માટે થાય છે. આ ગેંગ ચોરેલા પ્લાઝમાને યોગ્ય તાપમાન (-8 ડિગ્રી) જાળવવાને બદલે સામાન્ય આઈસ બોક્સમાં રાખતી હતી, જેના કારણે તે બગડી જતો હતો. આમ, આ ભેળસેળયુક્ત અને બગડેલો પ્લાઝમા હજારો દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હતો.

🚨પોલીસની કાર્યવાહી:

અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે 1150 બ્લડ પ્લાઝમા યુનિટ, ડીપ ફ્રીઝર, સીલિંગ મશીન અને એક વાહન સહિત કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SP ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ, આ નકલી પ્લાઝમા કઈ-કઈ ફાર્મા કંપનીઓ અને બ્લડ બેન્કો સુધી પહોંચ્યો છે, તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Vadodara3 hours ago

મધ્યપ્રદેશથી વડોદરા દારૂ ઘુસાડવાનું નેટવર્ક: 5.73 લાખના મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરી કરનાર શખ્સ ઝડપાયો

Vadodara3 hours ago

ખંડેરાવ માર્કેટ અને રેલવે સ્ટેશન વિસ્તારમાં હોબાળો: દબાણ શાખાની કાર્યવાહી સામે વેપારીઓનો વિરોધ

Gujarat4 hours ago

કેન્સરના દર્દીઓના જીવ સાથે ખેલ! પ્લાઝમા ચોરી કરી સલાઈન વોટર ભેળવતું મોટું રેકેટ પકડાયું

Savli5 hours ago

સાવલીમાં અરેરાટી: ત્રણ દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મહીસાગર નદીના પટમાંથી મળી આવ્યો

Chhotaudaipur6 hours ago

રાજપીપળા કોર્ટનો મોટો ચુકાદો: AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 9 આરોપીઓ દોષિત જાહેર

Vadodara6 hours ago

‘નશો છોડો, જીવન જીવો’: ડ્રગ્સ વિરોધી અભિયાનમાં વડોદરાવાસીઓ જોડાયા, શહેર પોલીસની જનજાગૃતિ ઝુંબેશ

Vadodara8 hours ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

International22 hours ago

કતારમાં ભયાનક ગેસ વિસ્ફોટ: રાસ લફ્ફાનમાં બ્લાસ્ટથી 13 લોકોના મોત, અનેક ભારતીયો ઘાયલ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara8 hours ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara3 days ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara5 days ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara5 days ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara1 week ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara2 weeks ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara2 weeks ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Trending