Gujarat

કસ્ટમ્સની મોટી કાર્યવાહી: વિશ્વની સૌથી મોંઘી અને દુર્લભ પેનનું કલેક્શન અમદાવાદ એરપોર્ટ પર પકડાયું

Published

on

  • પેન નથી, આ તો ‘ખજાનો’ છે: અમદાવાદ એરપોર્ટ પર AIU ની મોટી કાર્યવાહી; લાખોની કિંમતની 61 લિમિટેડ એડિશન પેન જપ્ત.
  • કસ્ટમ્સ ડ્યુટીની ચોરી: જાપાનથી આવેલા મુસાફરે કિંમતી પેન છુપાવીને લાવવાનો કર્યો પ્રયાસ; 30 લાખનો જથ્થો પકડાયો.
  • દુર્લભ કલેક્શન: ઝડપાયેલી પેનમાં ‘વિસ્કોન્ટી’ થી લઈને ‘પાર્કર’ જેવી વિશ્વની મોંઘી અને દુર્લભ પેનનો સમાવેશ.
  • સ્મગલિંગનું નેટવર્ક કે સ્ટેટસ સિમ્બોલ? કસ્ટમ્સ વિભાગ દ્વારા મુસાફરની સઘન પૂછપરછ; તપાસનો ધમધમાટ.

અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ એક મોટી સફળતા મેળવી છે. જાપાનથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગે 61 નંગ અત્યંત કિંમતી અને દુર્લભ ડિઝાઈનર ઇંક પેન જપ્ત કરી છે.

શું છે આ પેનોની ખાસિયત?

ઝડપાયેલો આ જથ્થો કોઈ સામાન્ય સ્ટેશનરી નથી, પરંતુ પેન કલેક્ટર્સ માટે દુર્લભ ગણાતી કલાકૃતિઓ છે:

  • વિસ્કોન્ટી હોમો સેપિયન્સ લંડન ફોગ: દુનિયામાં માત્ર 888 પીસ જ ઉપલબ્ધ છે.
  • મોં બ્લા માસ્ટરસ્ટુક લે-ગ્રાન્ડ: 925 સ્ટર્લિંગ સિલ્વર બોડી અને 18K ગોલ્ડ નિબ ધરાવતી આ પેન કલેક્ટર્સની પહેલી પસંદ છે.
  • પાર્કર ડ્યુઓફોલ્ડ મેન્ડરિન: 1927ની આઇકોનિક ડિઝાઇન ધરાવતી આ પેન આજે પણ સ્ટેટસ સિમ્બોલ ગણાય છે.

🧐તપાસનો દોર:

પ્રાથમિક અંદાજ મુજબ આ 61 પેનની કુલ કિંમત આશરે 30 લાખ રૂપિયા હોવાનું મનાઈ રહ્યું છે. કસ્ટમ્સ વિભાગ હવે એ તપાસ કરી રહ્યું છે કે, આટલી મોટી સંખ્યામાં આ લિમિટેડ એડિશન પેન લાવવા પાછળનો હેતુ શું હતો? શું આ કોઈ મોટા સ્મગલિંગ નેટવર્કનો હિસ્સો છે કે પછી કોઈ કલેક્ટર માટે આ જથ્થો મંગાવવામાં આવ્યો હતો? હાલમાં કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ગુનો નોંધીને મુસાફરની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

🫵જે પેનથી મોટા મોટા કરારો થાય છે, આજે એ જ પેન કાયદાના દાયરામાં ફસાઈ ગઈ છે. કસ્ટમ્સની આ કાર્યવાહીએ સાબિત કરી દીધું છે કે એરપોર્ટ પર સ્મગલિંગની નવી નવી રીતો પર વિભાગની બાજ નજર છે.

Trending

Exit mobile version