- નેશનલ હાઈવે 68 પર ફિલ્મી ઢબે નાકાબંધી: 5 કિલો નશીલા પદાર્થ સાથે બે શખ્સો ઝડપાયા.
- પાકિસ્તાન સરહદેથી ડ્રોન કે અન્ય માધ્યમથી ઘુસાડાયું હતું ડ્રગ્સ; બારમેરના શખ્સોની ધરપકડ.
- ATSની બાતમીએ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ સિન્ડિકેટના મૂળ હચમચાવ્યા.
અમદાવાદ/બારમેર: ગુજરાત અને રાજસ્થાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ સરહદ પારથી ચાલતા નશીલા પદાર્થોના કારોબાર પર મોટો પ્રહાર કર્યો છે. એક સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાન સરહદેથી ભારતમાં ઘુસાડવામાં આવેલ અંદાજે ₹25 કરોડની કિંમતનું 5 કિલો ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ જપ્ત કરી બે આરોપીઓને જેલ ભેગા કર્યા છે.
🚨ઓપરેશનની વિગત:
ગુજરાત એટીએસને સચોટ બાતમી મળી હતી કે રાજસ્થાનના બારમેરના બે શખ્સો પાકિસ્તાની સ્મગલરો પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવી ગુજરાત તરફ ડિલિવરી આપવા નીકળ્યા છે. આ માહિતીના આધારે જેસલમેર અને બનાસકાંઠાને જોડતા નેશનલ હાઈવે 68 પર સઘન નાકાબંધી કરવામાં આવી હતી. 6 એપ્રિલ 2026ની સાંજે એક શંકાસ્પદ ઇકો કારને રોકી તપાસ કરતા, તેમાંથી પીળા રંગની થેલીમાં છુપાવેલું 5 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું.
🧐પકડાયેલ આરોપીઓ:
૧. શંકરરામ રમેશરામ (રહે. બારમેર, રાજસ્થાન)
૨. સલમાન લાલાખાન (રહે. બારમેર, રાજસ્થાન)
🇵🇰પાકિસ્તાની કનેક્શનનો ખુલાસો:
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનના થારપારકર વિસ્તારમાં રહેતા ‘મસાત સઓ મુબારક’ નામના શખસે સરહદ પાર કરાવીને બારમેર જિલ્લામાં પહોંચાડ્યો હતો. આરોપીઓએ આ જથ્થો ત્યાંથી રિસીવ કરી આગળ મોકલવાનું આયોજન કર્યું હતું. એજન્સીઓએ આરોપીઓના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ અને ડ્રગ્સ ડિલિવરીના વીડિયો જેવા પુરાવા પણ કબજે કર્યા છે.
👮કાયદેસરની કાર્યવાહી:
હાલ બંને આરોપીઓ સામે રાજસ્થાનના સદર બારમેર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો (8, 21, 22, 23, 25, 28, 29) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
👉આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે અને આ જથ્થો ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં બંને રાજ્યોની ATS ટીમોએ તપાસનો ધમધમાટ તેજ કર્યો