Connect with us

Gujarat

ગુજરાત દારૂબંધી: દમણથી આવતી ‘દારૂની બોટ’ વલસાડના કસ્ટમ્સ વિભાગે બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો

Published

on

  • દરિયામાં દિલધડક ઓપરેશન: વલસાડ કસ્ટમ્સ વિભાગે કોલક દરિયાકાંઠે શંકાસ્પદ બોટને આંતરી; દારૂના 555 બોક્સ જપ્ત.
  • બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી: રસ્તાને બદલે દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું.
  • આંકડો ચોંકાવનારો: કુલ 18,672 બોટલો સાથે 50 લાખનો મુદ્દામાલ પોલીસને હવાલે; 8 આરોપીઓ જેલના સળિયા પાછળ.
  • દમણ ટુ ગુજરાત: સ્મગલિંગના મોટા રેકેટનો પર્દાફાશ; પારડી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા.

વલસાડ: ગુજરાતમાં કડક દારૂબંધી વચ્ચે બુટલેગરો હવે દરિયાઈ માર્ગનો સહારો લઈ રહ્યા છે, પરંતુ કસ્ટમ્સ વિભાગની સતર્કતાએ તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. અમદાવાદ કસ્ટમ્સ હેઠળના વલસાડ ડિવિઝનના અધિકારીઓએ પેટ્રોલિંગ દરમિયાન દારૂની હેરાફેરીના એક મોટા નેટવર્કને પકડી પાડવામાં સફળતા મેળવી છે.

📌ઘટનાની વિગત:

ગઈકાલે 16 એપ્રિલ 2026ના રોજ વલસાડ કસ્ટમ્સની ટીમ દરિયામાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન દમણ તરફથી વલસાડ તરફ આવતી એક શંકાસ્પદ બોટ અધિકારીઓના નજરે ચડી હતી. ટીમે પીછો કરીને કોલક દરિયાકાંઠે બોટને ઘેરી લીધી હતી. બોટમાં તપાસ કરતા અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા, કારણ કે આખી બોટ વિદેશી દારૂના જથ્થાથી ભરેલી હતી.

🧐મુદ્દામાલ અને ધરપકડ:

કસ્ટમ્સ વિભાગને તપાસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના 555 બોક્સ મળી આવ્યા હતા, જેમાં કુલ 18,672 બોટલો ભરેલી હતી. આ જથ્થાની કિંમત અંદાજે 50 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. કસ્ટમ્સ વિભાગે પંચનામાની પ્રક્રિયા પૂર્ણ કરી, હેરાફેરીમાં વપરાયેલી બોટ અને પકડાયેલા 8 બુટલેગરોને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપ્યા છે.

🚨તપાસનો ધમધમાટ:

પારડી પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલો મોટો જથ્થો ગુજરાતમાં કયા મોટા બુટલેગરે મંગાવ્યો હતો અને દરિયાકિનારે ઉતાર્યા બાદ આ દારૂ રાજ્યના કયા શહેરોમાં સપ્લાય કરવાનો હતો.

🫵બુટલેગરો ભલે અવનવા રસ્તા અપનાવે, પણ સુરક્ષા એજન્સીઓની બાજ નજર હવે દરિયા પર પણ છે.

Continue Reading
Gujarat3 minutes ago

ગુજરાત દારૂબંધી: દમણથી આવતી ‘દારૂની બોટ’ વલસાડના કસ્ટમ્સ વિભાગે બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો

Vadodara16 hours ago

વડોદરા પોલીસની મોટી કાર્યવાહી, 3 બુટલેગરોને ‘પાસા’ હેઠળ ધકેલાયા જેલના સળિયા પાછળ

Dabhoi21 hours ago

ડભોઇના વેગા નજીક સિમેન્ટ મિક્ષર ટ્રક પલટી; ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

Vadodara22 hours ago

ટિકિટ વહેંચણીમાં ‘ખેલ’ પાડ્યો? શહેર બીજેપી પ્રમુખને કહ્યા ‘ચોર અને જૂઠ્ઠા’, ટિકિટ વહેંચણીમાં ગંભીર આક્ષેપો

Vadodara22 hours ago

વડોદરામાં ઠગોનો આતંક; માત્ર 30 દિવસમાં 22 કરોડની છેતરપિંડી, 22 ફરિયાદોથી પોલીસ બેડામાં દોડધામ

Vadodara24 hours ago

ચૂંટણી પહેલા ચેતવણી: “સમજી-વિચારીને વોટ આપજો”; બાપોદમાં ટેમ્પો રસ્તામાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી

Karjan-Shinor1 day ago

કરજણના બોડકા ગામમાં કિશોરની કરપીણ હત્યા; ડોગ સ્ક્વોડ અને FSL દ્વારા હત્યારાનું પગેરું શોધવા તજવીજ

Waghodia1 day ago

રાજકીય તાપમાન હાઈ! વાઘોડિયામાં ધાક-ધમકીના આક્ષેપો વચ્ચે ભાજપનો કેસરીયો લહેરાયો; કોંગ્રેસનો ભારે વિરોધ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli6 days ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara1 week ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara1 week ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara1 week ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara2 weeks ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat2 weeks ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara2 weeks ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Trending