Connect with us

Gujarat

બોટાદના હડદડ ગામમાં AAP પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત 85 લોકો સામે નામજોગ FIR

Published

on

ગઈકાલે બોટાદના હડદડ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે થયેલી હિંસક અથડામણનો મામલો વધુ ગંભીર બન્યો.

  • બબાલને લઈને હવે AAPના નેતાઓની મુશ્કેલીઓમાં થયો છે.
  • AAPના નેતાઓ સહિત 85 લોકો સામે હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને સરકારી મિલકતને નુકસાન કરવા સહિતની ગંભીર ગુનાની ધારાઓ હેઠળ FIR
  • પોલીસે ભાજપ સરકારના ઈશારે શાંતિપૂર્ણ આંદોલનને વિખેરી નાખવાનો પ્રયાસ કર્યો ..

બોટાદના હડદડ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયત દરમિયાન બબાલને લઈને હવે AAPના નેતાઓની મુશ્કેલીઓમાં થયો છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે. AAPના નેતાઓ સહિત 85 લોકો સામે હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને સરકારી મિલકતને નુકસાન કરવા સહિતની ગંભીર ગુનાની ધારાઓ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.

અહેવાલોથી મળતી માહિતી મુજબ, AAPના મુખ્ય નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત કુલ 85 લોકો સામે નામજોગ FIR દાખલ કરવામાં આવી છે. આ સિવાય અન્ય અજાણ્યા લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. મહાપંચાયત દરમિયાન થયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બોટાદમાં બબાલ અને પથ્થરમારાની ઘટના બાદ તંગદિલીનો માહોલ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હડદડ ગામમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ઇન્ચાર્જ રેન્જ આઈજી નિલેશ જાદડીયાએ જાતે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિનું અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ મામલે હજુ વધુ ધરપકડ થવાની શક્યતાઓ છે.

ગઈકાલે ખેડૂત મહાપંચાયતનું આયોજન માર્કેટ યાર્ડના કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે ભાજપ સરકારના ઈશારે શાંતિપૂર્ણ આંદોલનને વિખેરી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ પોલીસે દાવો કર્યો છે કે મહાપંચાયત માટે કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી અને ગેરકાયદેસર રીતે ભેગા થયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરીને સરકારી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ અથડામણમાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

જ્યારે બોટાદના હડદડ ગામમાં ગઈકાલે 12 ઓક્ટોબરે ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા અને કેટલાક લોકોની અટકાયત કરી હતી.

AAP નેતા રાજુ કરપડાએ જણાવ્યું કે, ‘રવિવારે સવારથી અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી, ખેડૂતોને હડદડ આવતા રોકવામાં આવ્યા હતા અને ખેડૂતોને ઉશ્કેરવામાં પણ આવ્યા હતા. શાંતિથી ખેડૂતો ગામમાં બેઠા હતા, ત્યારે સિવિલ ડ્રેસ અને મોઢા પર રૂમાલ બાંધીને અમુક લોકો ટોળામાં આવે છે અને એજ સમયે પાછળથી પોલીસની વાન આવે છે. તેવામાં જે લોકો રૂમાલ બાંધીને આવ્યા હતા, તેઓ પથ્થરો લઈને પોલીસની વાન પર હુમલો કરે છે. ખેડૂતોનો અવાજ દબાવવા માટે આ એક આયોજનપૂર્વક ષડયંત્ર હતું.’

Continue Reading
Vadodara11 hours ago

પાણીગેટમાં વગર પરવાનગીના ચકડોળ માટે પંડાલ બાંધનાર 4 શખસો પોલીસ પકડમાં: સામગ્રી જપ્ત

Vadodara2 days ago

વડોદરામાં ગમખ્વાર અકસ્માત: માણેજા ક્રોસિંગ પાસે એસ.ટી. બસે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા કરુણ મો*ત

Vadodara2 days ago

વડોદરામાં હની ટ્રેપ અને ડ્રગ્સ કેસની ધમકીનો પર્દાફાશ: લિફ્ટ આપનાર વૃદ્ધ પાસેથી 3.35 લાખ પડાવી લીધા

Vadodara2 days ago

વડોદરામાં કરોડોની જમીનનું મસમોટું કૌભાંડ: મૃતક ખેડૂતની જગ્યાએ ડમી શખ્સને ઊભો કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા

Vadodara3 days ago

જન્માષ્ટમીની ઉજવણીની પોલીસ પરવાનગી હોવા છતાંય વિફરેલા PSIએ આયોજકોને અપશબ્દો ભાંડી DJ સળગાવી દેવાની ધમકી આપી!

International3 days ago

દુનિયાને જોવાની રીતમાં મોટો બદલાવ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ નવા વર્લ્ડ મેપના પ્રસ્તાવને બહુમતીથી અપનાવ્યો

Vadodara3 days ago

વડોદરામાં હ*ત્યા કેસની સાક્ષી મહિલા પર અત્યાચાર; કેસ પાછો નહીં ખેંચે તો પતિ જેવી જ હાલત કરવાની ધમકી મળતા પોલીસ રક્ષણની માંગ

Vadodara3 days ago

વડોદરામાં સાયબર ઠગાઈનો નવો કિમીયો: નકલી ઈ-ચલણ APK ફાઈલ મોકલી પાલિકાના ઇજનેર સાથે છેતરપિંડી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur2 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara4 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 months ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending