Connect with us

Gujarat

પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્લાન્ડ સિટી ગાંધીનગરને ‘અન-પ્લાન્ડ’ બનાવનાર તંત્ર માત્ર ગરીબોના આશરા છીનવી રહ્યું..

Published

on

ગુજરાતના બીજા જિલ્લાઓ અને અમદાવાદ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ પાટનગર ગાંધીનગર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

  • પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના રહેણાંક દબાણો પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
  • ગરીબ પરિવારોના 700થી વધુ કાચા-પાકા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.
  • પ્લાન્ડ સિટી ગાંધીનગરને ‘અન-પ્લાન્ડ’ બનાવનાર તંત્ર માત્ર ગરીબોના આશરા છીનવી રહ્યું છે.

આજે (18 સપ્ટેમ્બર) વહેલી સવારથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 500થી વધુના પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના રહેણાંક દબાણો પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સાબરમતી નદીના કાંઠે આવેલા GEB, પેથાપુર અને ચરેડી જેવા વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ગરીબ પરિવારોના 700થી વધુ કાચા-પાકા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જોકે, તંત્રની આ કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. નાગરિકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, પ્લાન્ડ સિટી ગાંધીનગરને ‘અન-પ્લાન્ડ’ બનાવનાર મોટા કોમર્શિયલ બાંધકામો અને સેક્ટરોમાં થયેલા પાકા દબાણો સામે આંખ આડા કાન કરીને તંત્ર માત્ર ગરીબોના આશરા છીનવી રહ્યું છે.

આવા દબાણકર્તાઓને અગાઉ વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસની સમયમર્યાદા પૂરી થવા છતાં દબાણકારોએ જગ્યા ખાલી ન કરતા આખરે તંત્રએ બળપ્રયોગ કરી દબાણો દૂર કરવાની ફરજ પડી હતી.

આજે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સાબરમતી નદીકાંઠાના વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા કાચા-પાકા મકાનો અને અન્ય બાંધકામોને તોડી પાડવા માટે બુલડોઝર અને જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જ્યારે એક તરફ નદી કિનારે વર્ષોથી રહેતા લોકોના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગાંધીનગરના મુખ્ય સેક્ટરોમાં થયેલા મોટા અને પાકા દબાણો સામે કોર્પોરેશનની નિષ્ક્રિયતા લોકોમાં ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને સેક્ટર-13, સેક્ટર-20 અને સેક્ટર-24 જેવા વિસ્તારોમાં નકશા બહારના બાંધકામો અને મુખ્ય માર્ગો પર થયેલા દબાણો હજુ પણ યથાવત છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્રનો બુલડોઝર માત્ર ગરીબોના ઘર સુધી જ પહોંચી શકે છે? આ પાકા અને વગદાર લોકોના દબાણો પર કોર્પોરેશન ક્યારે કાર્યવાહી કરશે? એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

Vadodara17 hours ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Gujarat22 hours ago

LRD પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખાસ સૂચના: 29મી જૂન સુધી ડાઉનલોડ કરી શકાશે OMR શીટ

Vadodara23 hours ago

વડોદરા પર પાણીનું સંકટ: આજવા સરોવરની સપાટી 8 વર્ષના તળિયે, 205 ફૂટની સપાટીએ તંત્રની ચિંતા વધારી

Vadodara24 hours ago

અલકાપુરીમાં પાલિકાનું બુલડોઝર : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે,વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે રકઝક

Vadodara1 day ago

હરણી પોલીસ : ગોલ્ડન બ્રીજ પાસે બીનવારસી હાલતમાં મળી આવેલી બોલેરોમાંથી લાખોનું બિયર ઝડપાયું

Gujarat1 day ago

નદીમાં નાહવા ગયેલા વૃદ્ધ પર મગર ત્રાટક્યો: અનેક જગ્યાએ બચકા ભરી વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા

Vadodara2 days ago

દિલ્હી-મુંબઈ હાઈવે પર પોલીસની સફળ કાર્યવાહી: 1488 દારૂના ક્વોટરીયા સાથે ભાવનગરનો શખ્સ જેલહવાલે

Vadodara2 days ago

રૂ.1039 કરોડનું આર્થિક ભારણ: પાનમ યોજનાની ચૂકવણીને લીધે પાલિકાની તિજોરી પર બોજો, વિકાસકામો અટવાશે?

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara17 hours ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara3 days ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara3 days ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara1 week ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara1 week ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara1 week ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Trending