Connect with us

Gujarat

ગુજરાતમાં હવા-પાણી પ્રદૂષિત,957 કરોડનો ધૂમાડો છતાં સ્થિતિ નહીં સુધરે તો દિલ્હી જેવા હાલ થશે

Published

on

ગુજરાત સરકારે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભલે દાવો કરે કે, ગુજરાતમાં હવા-પાણીના પ્રદુષણમાં સુધારો થયો છે પણ વાસ્તવમાં સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી.

  • અમદાવાદ સહિત અન્ય શહેરોમાં હવા-પાણીનુ પ્રદુષણ વકર્યુ છે.
  • લોકસભામાં રજૂ  કરાયેલાં રિપોર્ટ મુજબ, છેલ્લાં પાંચેક વર્ષમાં કુલ મળીને રૂા. 957 કરોડનો ધુમાડો
  • દિલ્હી-હરિયાણા જેવી દશા થાય તે દિવસો હવે દૂર નથી.

રાજ્યમાં ઔદ્યોગિકીકરણ અને વધતાં જતા વાહનો કારણે પ્રદુષણની સમસ્યા વધુને વધુ ઘેરી બની રહી છે. પર્યાવરણની દુહાઈ દેવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં હવા-પાણીનુ પ્રદુષણ વકર્યુ છે. લોકસભામાં રજૂ  કરાયેલાં રિપોર્ટ મુજબ, છેલ્લાં પાંચેક વર્ષમાં કુલ મળીને રૂા. 957 કરોડનો ધુમાડો કરાયો છે છતાં પણ ગુજરાતમાં પ્રદુષણને કાબૂમાં લઈ શકાયુ નથી. પર્યાવરણવાદી ઓ તો ચિંતા વ્યક્ત કરી છેકે, જો આ પરિસ્થિતીમાં સુધારો નહી આવે તો દિલ્હી-હરિયાણા જેવી દશા થાય તે દિવસો હવે દૂર નથી.

રાજ્યનો ઔદ્યોગિક વિકાસની આંધળી દોટમાં જાણે પ્રદુષણ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. આજે અમદાવાદ જેવી મેટ્રોસિટીમાં એર ક્વોલિટી ઈન્ડકેસ વધતો જઇ રહ્યો છે જે ચિંતાનો વિષય બન્યો છે. ઉદ્યોગો-કારખાના ઉપરાંત વાહનોના ધુમાડાને કારણે હવામાં ઝેરી રજકણોનું સ્તર વધી રહ્યુ છે.આ કારણોસર અમદાવાદમાં વટવા. રખિયાલ, નરોડા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં હવાનું પ્રદુષણ ચિંતાજનકહદે રહ્યુ છે. આ વિસ્તારમાં મોડી રાત્રે કેમિકલની એટલી વાસ આવે છે કે લોકોને કેટલીક વાર તો નાક પર કપડું રાખીને બહાર નીકળવું પડે. ચામડીના રોગી વધ્યાં છે. સ્થાનિક લોકો તો હવે જાણે વાયુ પ્રદૂષણથી ટેવાઈ ગયા છે. 

ભારતમાં વર્ષોથી ચાલતી આ ગંભીર સમસ્યા સામે સરકાર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવી રહ્યા નથી. પ્રદુષણ નિયંત્રણ બોર્ડના વર્ષ 2024-25ના અહેવાલ મુજબ, અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ધ્વનિ પ્રદુષણ વધ્યુ છે જેમકે, અમદાવાદ પૂર્વમાં વધુમાં વધુ 103 ડેસિબલ અને અમદાવાદ પશ્ચિમમાં 85.80 ડેસિબલ અવાજનો ઘોંઘાટ રહ્યો છે.

જ્યારે આ સ્થિતિ મનુષ્યની શ્રવણશક્તિને ખૂબ નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત દિવાળીના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં હવામાં પીએમ-10નુ પ્રમાણ 165 અને પીએમ 2.5 પ્રમાણે 38.33 સુધી પહોંચે છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં તો હવામાં પીએમ-10નુ પ્રમાણ 197 અન પીએમ 2.5નું પ્રમાણ 94 સુધી પહોંચી જાય છે. આમ, ધ્વનિ-હવાના પ્રદુષણમાં નોંધપાત્ર વધારો થયો છે.

હવાની ગુણવત્તામાં સુધારો થાય તે માટે છેલ્લાં પાંચેક વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ. 1282 કરોડ નાણાકીય સહાય આપી હતી તે પૈકી રૂ. 957 કરોડનો ખર્ચ કરાયો હતો. છતાંય પ્રદુષણમાં ઝાઝો સુધારો થઇ શક્યો નથી. આજે પણ ગુજરાતની નદીઓ પ્રદુષિત છે, 10થી વધુ જીલ્લાઓમાં ભૂગર્ભજળ પીવાલાયક રહ્યું નથી. 

જ્યારે સ્થિતી દિન-પ્રતિદિન ગંભીર બની રહી છે તેમ છતાંય ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રદુષણને કાબૂમા  લેવામાં સદંતર નિષ્ફળ રહ્યુ છે. મહત્વની વાત તો એ છે કે, રૂ. 325 કરોડની ગ્રાન્ટ તો વણવપરાયેલી પડી રહી છે. સરકારે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભલે દાવો કરે કે, ગુજરાતમાં હવા-પાણીના પ્રદુષણમાં સુધારો થયો છે પણ વાસ્તવમાં સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી.

Continue Reading
Vadodara6 hours ago

પાણીગેટમાં વગર પરવાનગીના ચકડોળ માટે પંડાલ બાંધનાર 4 શખસો પોલીસ પકડમાં: સામગ્રી જપ્ત

Vadodara2 days ago

વડોદરામાં ગમખ્વાર અકસ્માત: માણેજા ક્રોસિંગ પાસે એસ.ટી. બસે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા કરુણ મો*ત

Vadodara2 days ago

વડોદરામાં હની ટ્રેપ અને ડ્રગ્સ કેસની ધમકીનો પર્દાફાશ: લિફ્ટ આપનાર વૃદ્ધ પાસેથી 3.35 લાખ પડાવી લીધા

Vadodara2 days ago

વડોદરામાં કરોડોની જમીનનું મસમોટું કૌભાંડ: મૃતક ખેડૂતની જગ્યાએ ડમી શખ્સને ઊભો કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા

Vadodara3 days ago

જન્માષ્ટમીની ઉજવણીની પોલીસ પરવાનગી હોવા છતાંય વિફરેલા PSIએ આયોજકોને અપશબ્દો ભાંડી DJ સળગાવી દેવાની ધમકી આપી!

International3 days ago

દુનિયાને જોવાની રીતમાં મોટો બદલાવ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ નવા વર્લ્ડ મેપના પ્રસ્તાવને બહુમતીથી અપનાવ્યો

Vadodara3 days ago

વડોદરામાં હ*ત્યા કેસની સાક્ષી મહિલા પર અત્યાચાર; કેસ પાછો નહીં ખેંચે તો પતિ જેવી જ હાલત કરવાની ધમકી મળતા પોલીસ રક્ષણની માંગ

Vadodara3 days ago

વડોદરામાં સાયબર ઠગાઈનો નવો કિમીયો: નકલી ઈ-ચલણ APK ફાઈલ મોકલી પાલિકાના ઇજનેર સાથે છેતરપિંડી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur2 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara4 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 months ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending