Connect with us

Farm Fact

વડોદરા : મત્સ્ય ખેડૂત અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના લાભાર્થી કોલકાતામાં ‘શ્રેષ્ઠ મત્સ્ય ખેડૂત’ તરીકે થયા સન્માનિત

Published

on

વડોદરા જિલ્લાના ધનોરા જળાશયના ઇજારદાર શ્રી ગકુરભાઈ ભટ્ટીને ઈનલેન્ડ ફિશરીઝ ક્ષેત્રે એવોર્ડ મળ્યો

  • ૪૯ વર્ષીય ગફુરભાઈને મત્સ્યઉછેરનો ૨૦ વર્ષથી વધુનો બહોળો અનુભવ છે.
  • ગફુરભાઈની સફળતામાં સરકારની સહાયનો પણ મોટો ફાળો છે. તેઓ પીએમ મત્સ્ય સંપદા યોજનાના લાભાર્થી છે.

વડોદરા જિલ્લાના ધનોરા જળાશયના ઇજારદારશ્રી ગફુરભાઈ ભટ્ટીએ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે તેમની મહેનત અને કુશળતાથી એક અનોખી ગાથા લખી છે. ભરૂચના વતની હોવા છતાં, તેમણે વડોદરામાં પોતાનો વ્યવસાય સ્થાપિત કર્યો અને પોતાની શ્રેષ્ઠ કામગીરી બદલ ‘શ્રેષ્ઠ મત્સ્ય ખેડૂત ગુજરાત રાજ્ય-૨૦૨૫’ નો પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

૪૯ વર્ષીય ગફુરભાઈને મત્સ્યઉછેરનો ૨૦ વર્ષથી વધુનો બહોળો અનુભવ છે. આ અનુભવ થકી તેઓ ભારતીય મેજર કાર્પ જેવી માછલીઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર કરે છે. તેઓ ૧૯૪ હેક્ટરના વિશાળ ધનોરા જળાશયનું સંચાલન કરે છે, જ્યાં તેઓ માછલીઓના બિયારણથી લઈને મોટા કદ સુધી ઉછેર કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત માછલીઓનું ઉત્પાદન મેળવે છે. તેમની આ મહેનતને કારણે જ માછલીઓનો સર્વાઈવલ રેટ ઊંચો રહે છે અને ધાર્યું ઉત્પાદન પણ મળી રહ્યું છે.

ગફુરભાઈની સફળતામાં સરકારની સહાયનો પણ મોટો ફાળો છે. તેઓ પીએમ મત્સ્ય સંપદા યોજનાના લાભાર્થી છે, જેના થકી તેમને તેમના વ્યવસાય માટે અત્યાધુનિક સાધનો મળ્યા છે. તેમને મળેલ લાઈવ ફિશ વેન્ડિંગ વાનના કારણે તેઓ જીવંત માછલીઓ સીધા ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે, જેની બજારમાં ખૂબ માંગ છે. આ ઉપરાંત, તેમને એફઆરપી અને ટીન બોટ પણ મળી છે, જેણે તેમના વ્યવસાયને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવ્યો છે.

ગફુરભાઈની સફળતા માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તે સ્થાનિક માછીમારો અને ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે. તેમના પ્રયાસોથી સ્થાનિક માછીમારોને આજીવિકા મળી છે અને મત્સ્યઉદ્યોગને ટકાઉ બનાવવા માટે પણ એક મોડેલ પૂરું પડ્યું છે.

આ અંગે વડોદરાના મત્સ્ય વિભાગના મદદનીશ નિયામક શ્રી રમેશ કુમાર સખરેલિયાએ જણાવ્યું કે ગફુરભાઈનું નામ શ્રેષ્ઠ મત્સ્ય ખેડૂત ની શ્રેણી માં સેન્ટ્રલ ઈનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેરકપોર ખાતે નોંધણી કરાવેલ. જે અન્વયે તેમને રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિન ના કાર્યક્રમ માં આ એવોર્ડ એનાયત કરાયેલ અને તેમને આ પુરસ્કાર મળવો એ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.

આમ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અદ્ભુત ભૂરી ક્રાંતિ સર્જાઈ છે. જેમાં પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ ગફૂરભાઈ જેવા અનેક મત્સ્ય ખેડૂતોએ સમૃદ્ધિનો પથ અપનાવી લીધો છે.

Padra3 hours ago

પોલીસની માનવીય સંવેદના: પાદરા પોલીસે ટેક્નોલોજી અને AIની મદદથી મુક-બધિર બાળકને પરિવાર સાથે મિલાવ્યો

Madhya Gujarat5 hours ago

પાવાગઢમાં કુદરતી આફતનો કાળો કેર: ડુંગર પરથી પથ્થરો ગબડતા 2 યાત્રિકોના મોત, તંત્ર દોડતું થયું

Vadodara6 hours ago

વડોદરામાં પાણીનો પ્રોજેક્ટ વિવાદમાં: રૂટ બદલવા પાછળનું ગણિત શું? આશિષ જોષીએ દરખાસ્ત નામંજૂર કરવા કરી માંગ

Vadodara21 hours ago

ગાંધીનગર ગૃહ વિસ્તારમાં ડ્રેનેજ કામગીરીનો કકળાટ: 6 મહિનાથી વેઠતા રહીશોને હવે ગંદકી અને પાણીની સમસ્યા

Vadodara21 hours ago

શિક્ષકોનો અવાજ: TET મુક્તિની માંગ સાથે વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે શિક્ષકોનું ધરણા પ્રદર્શન

Vadodara23 hours ago

વારસિયામાં લોહિયાળ ખેલ: જૂની અદાવતમાં રોહિત શર્મા નામના યુવકને ત્રણ શખ્સોએ ઘેરીને લોહીલુહાણ કરી આરોપીઓ ફરાર

Vadodara23 hours ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara24 hours ago

નેશનલ હાઈવે-48 પર અકસ્માતનો સિલસિલો: ટ્રકની ટક્કરથી બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara23 hours ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara1 day ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara6 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara7 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara1 week ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Trending