Connect with us

Business

શું મધ્યમવર્ગ-વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત,ઝીરો GST, યાદીમાં હજુ ઘણી વસ્તુઓ વિશે જાણીએ.

Published

on

  • ઝીરો જીએસટી સ્લેબ લાગુ થશે એના વિશે જાણીએ.
  • હવે પરાઠા પર નો જીએસટી રહશે કે નઇ.
  • શું શિક્ષણ સંબંધિત સામાન પણ થશે સસ્તા.
  • જાણો હેન્ડલૂમ પ્રોડક્ટ પર પણ મળી શકે છે છૂટ.
  • શું મધ્યમવર્ગ-વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત. 

પીએમ મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જીએસટીમાં સુધારાની મોટી જાહેરાત કરી હતી. આ સુધારો દિવાળી પહેલાં લાગુ થવાની ખાતરી પણ આપી હતી. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક 3 સપ્ટેમ્બરે યોજાવાની છે. જેમાં જીએસટી સ્લેબમાં મોટા ફેરફારની સંભાવના છે.

યોજવનાર બેઠકમાં ઝીરો જીએસટી સ્લેબમાં અનેક ચીજવસ્તુઓ સામેલ થવાની શક્યતા છે. રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓ પરથી જીએસટી દૂર થવાના અહેવાલો છે. જે અત્યારસુધી 5 ટકા અને 18 ટકા જીએસટી સ્લેબમાં સામેલ છે. રિપોર્ટ અનુસાર, આ ચીજવસ્તુઓમાં મુખ્યત્વે ફૂડ પ્રોડક્ટ સામેલ થશે. જેમાં યુએચટી દૂધ, પ્રિ-પેકેજ્ડ પનીર, પિત્ઝા બ્રેડ અને રોટલી વગેરે સામેલ થઈ શકે છે.

જાહેર કરેલા મીડિયા રિપોર્ટ અનુસાર, નો જીએસટીની યાદીમાં અનેક સામાન સામેલ છે, જેને ઝીરો સ્લેબમાં સામેલ કરવાની તૈયારી છે. રેડી ટુ ઈટ રોટલી સાથે પરાઠા પણ સામેલ કરી શકો છો. જેના પર અત્યારસુધી 18 ટકા જીએસટી લાગુ છે. પરંતુ સરકારની તૈયારી આ દરને સુસંગત બનાવવાની છે. મંત્રીમંડળ ઝીરો ટેક્સ હેઠળ અનેક ચીજો સામેલ કરી શકે છે. ફૂડ પ્રોડક્ટની સાથે એજ્યુકેશન સાથે જોડાયેલી ચીજો પણ સસ્તી થઈ શકે છે. જેના પર આગામી સમયમાં ઝીરો જીએસટી લાગુ થઈ શકે છે.

શિક્ષણ સંબંધિત તમામ ચીજોને જીએસટીમાંથી મુક્તિ આપવાની તૈયારી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કાઉન્સિલની બેઠકમાં નકશા, વૉટર સર્વે ચાર્ટ, એટલસ, દિવાલ નકશા, ગ્લોબ્સ, પ્રિન્ટેડ શૈક્ષણિક ચાર્ટ, પેન્સિલ-શાર્પનર્સ તેમજ પ્રેક્ટિસ બુક, ગ્રાફ બુક અને લેબોરેટરી નોટબુક્સને GSTમાંથી મુક્તિ આપવામાં આવે તેવી શક્યતા છે, જેના પર હાલમાં 12% ના દરે જીએસટી લાગુ છે.

નવી ચીજવસ્તુઓને ઝીરો સ્લેબમાં સામેલ કરવાની સાથે જીએસટી રેટને યુક્તિસંગત બનાવવા પર GOM સમક્ષ ભલામણ કરવામાં આવી છે. હેન્ડલૂમ પ્રોડક્ટસ અને રેશમ પર જીએસટી છૂટ ચાલુ રહેશે. તેમજ હેન્ડીક્રાફ્ટના કારીગરોને રાહત આપવા જીએસટીમાં છૂટ ચાલુ રહેશે. તેના પર અગાઉ 5 ટકા જીએસટી લાદવાની વિચારણા થઈ હતી. તદુપરાંત ફિટમેન્ટ સમિતિએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે, માખણ,  ફેટયુક્ત દૂધ, મશરૂમ, ખજૂર, માવા અને નમકિન પ્રોડક્ટ્સ પર હાલ લાગુ 12 ટકા જીએસટી સ્લેબ દૂર કર માત્ર 5 ટકા કરવામાં આવે.

જીએસટીમાં સુધારા સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, જીએસટી સ્લેબમાં ઘટાડો કરવાથી માંડી વિવિધ ચીજવસ્તુઓને જીએસટી મુક્ત કરવાની જોગવાઈ છે. વધુમાં ઈનડાયરેક્ટ ટેક્સ સ્ટ્રક્ચરને તર્કસંગત બનાવવામાં આવશે. ઝીરો જીએસટી સ્લેબનું વિસ્તરણ થતાં મધ્યમવર્ગથી માંડી વિદ્યાર્થીઓને મોટી રાહત મળવાનો આશાવાદ છે. આ ભલામણો પર અંતિમ નિર્ણય આગામી સપ્તાહે દિલ્હીમાં યોજાનારી 56મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે. 

Vadodara2 days ago

મકરપુરાની રાધે રેસિડેન્સીમાં કમકમાટીભર્યો અકસ્માત: 5 માળની બિલ્ડિંગ પરથી પટકાતા 16 વર્ષીય વિદ્યાર્થિનીનું કરુણ મો*ત

Vadodara3 days ago

વડોદરામાં બિલ્ડરની ઘોર બેદરકારી ઉજાગર: દેવેશ ઇમ્પેરિયા સોસાયટીમાં માત્ર બે વર્ષમાં ફ્લેટની છત ધરાશાયી

Vadodara4 days ago

વડોદરા મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે રોષ: સામાન્ય નાગરિકોના બેનરો હટાવ્યા, જ્યારે નેતાઓના હોર્ડિંગ્સ યથાવત

Vadodara4 days ago

AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફેઇલ: દરજીપુરા આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થતાં 35થી વધુ અરજદારો કલાકો સુધી અટવાયા

Vadodara5 days ago

29 વર્ષની લાંબી કાનૂની લડત બાદ ઐતિહાસિક ચુકાદો: રેલવે કર્મચારીની બરતરફી ગેરકાયદે ઠેરવતું ઔદ્યોગિક ન્યાયપંચ

Vadodara1 week ago

અધિકારીઓ કમિશનરના કહ્યામાં નથી? બાર દિવસ અગાઉ રજૂઆત છતાં નાળાની સફાઈ ન થઈ -કોર્પોરેટર આશિષ જોશી

Gujarat1 week ago

ગુજરાતમાં 4 કલાકમાં 172 તાલુકામાં વરસાદ! બોરસદમાં સૌથી વધુ 4.53 ઇંચ ખાબક્યો, વડોદરા-અમદાવાદમાં પણ ધોધમાર

Gujarat1 week ago

ખેડૂતપુત્ર જતીન ગજેરાની અનન્ય પહેલ: અમરેલીના શેડુભાર ગામે કરોડોના ખર્ચે બનશે ગુજરાતનો પ્રથમ બાયો-સીએનજી પ્લાન્ટ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 week ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending