Connect with us

Gujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં ફોરેસ્ટ વિસ્તાર કે બુટલેગરોનો અડ્ડો? પોલીસની કાર્યવાહી બાદ ઉઠ્યા અનેક સવાલો.

Published

on

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. થાનગઢના ખાખરાથળ ગામની સીમમાં, જ્યાં કુદરતી સૌંદર્ય અને ફોરેસ્ટ વિસ્તાર છે, ત્યાં કાયદાનું કોઈ જ ભાન વગર દેશી દારૂ બનાવવાની મોટી ફેક્ટરી ધમધમી રહી હતી.

📍ઘટનાની વિગત

થાનગઢ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ખાખરાથળની સીમમાં આવેલી ગોવિંદભાઈ સગરામભાઈ સરડિયાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે દ્રશ્યો જોઈને ચોંકી ઉઠી હતી. ફોરેસ્ટ વિસ્તારની આડમાં મોટા પાયે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલી રહી હતી.



🚨પોલીસે આ ઓપરેશન દરમિયાન:

  • કુલ ૫,૯૧૫ લીટર દારૂ બનાવવાનો કાચો આથો અને તૈયાર દેશી દારૂ ઝડપી પાડ્યો છે.
  • આ મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂપિયા ૧,૬૮,૦૦૦ આંકવામાં આવી છે.
  • પોલીસે સ્થળ પર જ દારૂના આ જથ્થાનો નાશ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

🧐આરોપીઓની ધરપકડ અને ગુનો

આ મામલે પોલીસે વાડી માલિક ગોવિંદભાઈ ઉર્ફે ગુંદિ સગરામભાઈ સરડિયા અને મુનાભાઈ જેશાભાઈ દેકાવાડિયા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જોકે, અહીં મોટો સવાલ એ ઉભો થાય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, આવા અંતરિયાળ વિસ્તારોમાં આટલી મોટી ‘ફેક્ટરીઓ’ કેવી રીતે ચાલે છે? શું આ બુટલેગરોને પોલીસનો કોઈ ડર નથી? પોલીસ ભલે અત્યારે કાર્યવાહીનો દાવો કરી રહી હોય, પણ સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે શું પોલીસની નાક નીચે જ આ બધું ચાલી રહ્યું હતું?

🫵ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં સમયાંતરે આવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. પોલીસ ચોક્કસપણે દરોડા પાડીને મુદ્દામાલ જપ્ત કરે છે (જેમ કે આ કિસ્સામાં રૂ. ૧.૬૮ લાખનો માલ પકડાયો), પરંતુ સિસ્ટમમાં રહેલી છટકબારીઓ અને બુટલેગરોનું નેટવર્ક હજુ પણ મોટો પડકાર છે.

Continue Reading
Chhotaudaipur2 minutes ago

છોટાઉદેપુર: જંગલોમાં ‘લીલું સોનું’ ગણાતા ટીમરૂના પાનની સીઝન જામી; આદિવાસી પરિવારો માટે પૂરક આવકનું બન્યું મોટું સાધન

Vadodara22 minutes ago

મોટી હોનારત ટળી: મરી માતાના ખાંચામાં બિલ્ડિંગનો ભાગ તૂટ્યો; બોરિંગના વાઈબ્રેશને સર્જી આફત

Vadodara40 minutes ago

જનતાનો આક્રોશ: નોટિસ વગર ઘરની બાઉન્ડ્રી કેમ તોડી? મકરપુરાના ઝવેરનગરમાં બિલ્ડર સામે રહીશોનું આંદોલન

Vadodara1 hour ago

વડોદરા: વેમાલીમાં વરઘોડામાં ખૂની ખેલ; જૂના ઝઘડાની અદાવતમાં યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, હુમલાખોર ફરાર

Vadodara2 hours ago

ફૂટપાથ પર રહીને પાર્કિંગમાંથી વાહનો ઉઠાવનાર તસ્કર પકડાયો; ક્રાઈમ બ્રાન્ચે ₹50 હજારના બે એક્ટિવા રિકવર કર્યા

National2 hours ago

મોટો ફેરફાર: હવે સબસિડી માટે ‘જાતે’ નહીં કહેવું પડે, સરકાર સીધો ડેટા ઉપાડીને બંધ કરશે ગેસ સબસીડી; જાણો કોને થશે અસર

Editor's Exclusive18 hours ago

ડભોઇના બહુચર્ચિત એટ્રોસિટી કેસના “સમાધાનની સત્યતા” જાણવી છે ?, આ રહી કેટલીક અંદરની વાત!

Vadodara23 hours ago

વડોદરામાં PMનો ભવ્ય રોડ શો: ‘બંગાળી થીમ’ પર સ્વાગતની તૈયારીઓ; પણ સવાલ એ કે- શું વિકાસ માટે માત્ર VIP મુલાકાત જ જરૂરી?

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara4 days ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra5 days ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara5 days ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara1 week ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara1 week ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara1 week ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara1 week ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Trending