Connect with us

Padra

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Published

on

વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલ ચોક્સી બજારમાં એક ચોક્સીની દુકાનમાં ગ્રાહક બની બ્રેસલેટ અને નાકમાં પહેરવાની કડીની ખરીદી કરવા આવેલ બે બુરખાધારી મહિલાઓએ દુકાનદારને વાતો માં ભેળવી તેની નજર ચૂકવી હાથ ચાલાકી કરી એક બ્રેસલેટ અને નાકમાં પહેરવાની કડીની ચોરી કરી ફરાર થઇ જતા દુકાનદારને શંકા ઉપજતા દુકાનદારે બને બુરખાધારી મહિલાઓનો પીછો કરી એક મહિલાને ઝડપી પાડી પોલીસ હવાલે કરી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલ ચોક્સી બજારમાં સીલપનભાઇ ગીરીશભાઇ ચોક્સી સોના-ચાંદીના દાગીનાની ચોક્સી પ્રવિણલાલ ચીમનલાલ નામની દુકાન ધરાવે છે ગતરોજ બપોરના સમયે સીલપનભાઇ ચોક્સી દુકાનમાં એકલા હતા. તે દરમિયાન બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક તરીકે દુકાનમાં આવી હતી અને
બ્રેસલેટ અને નાકમાં પહેરવાની કડીની ખરીદી કરવી છે તેમ જણાવતા દુકાન માલિક સીલપનભાઇએ અલગ અલગ ડિઝાઇન ના સોનાના બ્રેસલેટ અને નાકમાં પહેરવાની કડીઓ ટ્રેમાં ગોઠવીને મહિલાઓની સામે મૂક્યા હતા


દરમિયાન એક બુરખાધારી મહિલાએ દુકાનદાર સીલપનભાઇને વાતોમાં પેરવી દેતા અન્ય બુરખાધારી મહિલાએ સીલપનભાઇની નજર ચૂકવી ટ્રેમાં ગોઠવેલ રૂપિયા 65 હજારની કિંમતનું 1 ગ્રામ વજનનું બ્રેસલેટ પોતાના હાથમાં પહેરી લીધું હતું જયારે બીજી મહિલાએ નાકમાં પહેરવાની રૂપિયા 2 હજારની કિંમતની 200 મીલીગ્રામની કડી પોતાના પર્સમાં મૂકી મહિલાઓએ દુકાનદાર સીલપનભાઇને બ્રેસલેટ અને કડીઓ અમને પસંદ નથી તેમ કહી બંને મહિલાઓ કુલ્લે રૂપિયા 67 હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટના દુકાન સ્થિત લાગેલા સીસીટીવી માં કેદ થઇ ગઈ હતી

બુરખાધારી મહિલાઓ દુકાનમાંથી હાથફેરો કરી નીકળ્યા બાદ દુકાનદાર સિલપનભાઇ ચોક્સીની નજર ટ્રેમાં મુકેલ બ્રેસલેટ અને નાકની જડ પર પડતા દાગીના ઓછા હોવાનું જણાઈ આવતા સિલપનભાઇ ચોક્સી તરત પોતાની મોટરસાયકલ લઇ બજારમાં બુરખાધારી મહિલાઓનો શોધવા નીકળ્યા હતા પરંતુ મહિલાઓએ બુરખા કાઢી નાંખ્યા હોય મહિલાઓને ઓળખવી મુશ્કેલ થઇ ગઇ હતી. પરંતુ કાળો ડ્રેસ પહેરેલ એક મહિલા પર સીલપનભાઇને શંકા જતા તેને ઝડપી તેની તપાસ કરતા બ્રેસલેટ તેની પાસે થી મળી આવતા મહિલાને પોલીસ હવાલે કરી હતી. પાદરા પોલીસે બંને મહિલાઓ સામે ગુનો દાખલ કરી બીજી મહિલાની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Trending