Connect with us

Business

વડોદરાના મેકેનિકલ ઈજનેરે નાળિયેરના કચરા બનાવ્યું ટકાઉ ઉત્પાદનનું સંસાધન

Published

on

વડોદરા આધારિત મિકેનિકલ એન્જિનિયર, વિશાલ કાંતિલાલ પટેલે ઇનોવેશન અને ટકાઉપણાનો પ્રેરણાદાયી ઉદાહરણ

નાળિયેરના ફાઇબરની દોરી, કોકોટ પીટ પાવડર, 2 પ્લાય યાર્ન (કાથા દોરી), પોટિંગ મીક્ષ, હેંગિંગ બાસ્કેટ્સ, શણગાર અને ઉપયોગી ગાર્ડનિંગ પોટ્સ, પર્યાવરણને અનુકુળ ફર્નિચર અને વિવિધ હસ્તકલા ઉત્પાદનો જેવા ઉપયોગી વસ્તુઓ બનાવી સમગ્ર ભારતમાં કરે છે વેચાણ

વડોદરા આધારિત મિકેનિકલ એન્જિનિયર, વિશ્વલ કાંતિલાલ પટેલે ઇનોવેશન અને ટકાઉપણાનો પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કર્યું છે, નારીયેળમાંથી મળતા સુકા તથા લીલા કચરાને વિવિધ પર્યાવરણીય અનુકુળ ઉત્પાદનો જેને સામાન્ય રીતે કૃષિ કચરાના રૂપમાં ફેંકવામાં આવે તેને નવીન રીતથી ઉપયોગી વસ્તુઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે, જેમ કે નારિયેળની ફાઈબરની દોરીઓ, લટકતા ઝૂલા, શણગારક અને ઉપયોગી કુંડા, પર્યાવરણીય ફર્નિચર અને વિવિધ હસ્તકલા ઉત્પાદનો. આ ટકાઉ ઉત્પાદનો વડોદરા જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં તેની માંગ વધી રહી છે, જે રાષ્ટ્રીય સ્તરે “કચરાથી કંચન”ના સંદેશનો પ્રચાર કરે છે.

૩૩ વર્ષિય વિશાલ કાંતિલાલ પટેલે ૨૦૧૪માં વડોદરાના ખાનગી યુનિવર્સિટીમાંથી મેકેનિકલ એન્જીનિયરીંગમાં બી.ઈ કર્યું હતું. તેમણે નવ મહિનાની ઇન્ટર્નશિપ પૂર્ણ કરી અને ૨૦૧૬માં આ વ્યવસાયની વિધિવત શરૂઆત કરી હતી. શરૂઆતથી લઇ છેલ્લા નવ વર્ષમાં તેને પોતાના વ્યાપારમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. નારીયેળનામૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવા સિવાય,નારિયેળના પાવડરનો અવશેષ જવાબદારીપૂર્વક ઉપયોગ કરીને શૂન્ય વેસ્ટેજને પણ સુનિશ્ચિત કરે છે. બાકીની બચેલા પાવડરને ટિશ્યુ કલ્ચર લેબોરેટરીઓ, કૃષિ સંશોધન સંસ્થાઓ અને જમીન પુનઃપ્રાપ્તિ અને મૃદા સમૃદ્ધિ માટે પૂરી પાડવામાં આવે છે, જે વૈજ્ઞાનિક સંશોધન અને પર્યાવરણ સંરક્ષણ બંનેને સપોર્ટ કરે છે.

પાંચ સભ્યોની ટીમ સાથે શરૂ કરીને, મેં આ કંપનીની સ્થાપના કરી હતી. મેં મંદિરોમાંથી મોટા પાયે નિકળતા નાળિયેરના કચરાને જોયું અને તેના માટે કંઈક કરવાનો વિચાર કર્યો. અને નાળિયેરના —સૂકા અને ભીના બંને પ્રકારના કચરા ઉપર કામ કરીએ છે. પહેલા, મેં મશીન સ્વયં ડિઝાઇન કરી અને મંદિરોથી, રસ્તાના વેપારીઓ, અને ફૂડ કંપનીઓમાંથી મળતા નાળિયેરના કચરા એકત્ર કરવા શરૂ કર્યા, તેને ટકાઉ ઉત્પાદનો જેમ કે કાથી ફાઇબર, કોકો પીટ, કાથીના વાસણ, coins (used for seeding, gifting, and stopping oil spills) અને ઘર સજાવટની અને અન્ય ઉપયોગી ચિજ વસ્તુઓ તૈયાર કરવામાં આવી.

વિશાલ પટેલે કહ્યું, “અમે તમામ ભારતમાં પ્રોડક્ટ પહોંચાડીએ છીએ અને વાર્ષિક અંદાજે ૩૦ થી ૪૦ લાખની વાર્ષિક આવક મેળવીએ છીએ. અમે મશીનોનું વેચાણ પણ કરીએ છે અમે સુરત, આનંદ, રાજકોટ, ભવનગર જેવા શહેરો અને રાજસ્થાન, મહારાષ્ટ્ર, અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં મશીનો પુરા પાડ્યા છે. અમે COIR બોર્ડ MSME સાથે નોંધાયેલા છીએ, અને અમારા પ્રોડક્ટ્સ હોર્ટિકલ્ચર, ટિશ્યૂ કલ્ચર, લેન્ડસ્કેપર્સ, આર્કિટેક્ટ્સ, નર્સરીઝ અને સરકારી પ્રોજેક્ટ્સમાં ઉપયોગ થાય છે. અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં માટી ક્ષય રોકવા માટે કાથી ફાઇબરને પહોંચાડવામાં કામ કર્યું છે.”

આ પહેલ દ્વારા, વિશાલ પટેલ અન્ય યુવાનો માટે રોજગારીના અવસરો ઊભા કરવાની સાથે સાથે ટકાઉ વિકાસ, પર્યાવરણ આધારિત અર્થતંત્ર અને પર્યાવરણના જાગૃતિસભર જીવનશૈલીમાં પણ નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. તેમની યાત્રા સાબિત કરે છે કે નવીનતા, જ્યારે પર્યાવરણની જવાબદારી સાથે જોડાય છે, ત્યારે તે સમાજ અને પૃથ્વી માટે અસરકારક પરિવર્તન લાવી શકે છે. વિશાલ વડોદરા શહેરની નજીક સંકરડામાં એક યુનિટ ચલાવે છે અને ત્યાં ૧૬ લોકોની ટીમ છે, જેમાંથી સાત થી આઠ મહિલાઓ છે. “અમે મહિલાઓને સશક્ત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ અને તેમને અહીં સ્થાયી રૂપે રોજગારી આપી રહ્યા છીએ. અમે આ વિષય બાબતે લોકોનું માર્ગદર્શનને આવકારીએ છીએ અને ભવિષ્યમાં વ્યવસાય વિસ્તરણ તથા સરકાર સાથે જોડાણનું આયોજન કરી રહ્યા છે. એમ વિશાલ પટેલએ વધુમાં જણાવ્યું હતું.

Continue Reading
Vadodara2 days ago

અધિકારીઓ કમિશનરના કહ્યામાં નથી? બાર દિવસ અગાઉ રજૂઆત છતાં નાળાની સફાઈ ન થઈ -કોર્પોરેટર આશિષ જોશી

Gujarat2 days ago

ગુજરાતમાં 4 કલાકમાં 172 તાલુકામાં વરસાદ! બોરસદમાં સૌથી વધુ 4.53 ઇંચ ખાબક્યો, વડોદરા-અમદાવાદમાં પણ ધોધમાર

Gujarat3 days ago

ખેડૂતપુત્ર જતીન ગજેરાની અનન્ય પહેલ: અમરેલીના શેડુભાર ગામે કરોડોના ખર્ચે બનશે ગુજરાતનો પ્રથમ બાયો-સીએનજી પ્લાન્ટ

Vadodara4 days ago

નંદેસરી પોલીસનો મહત્વનો નિર્ણય: ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી માટે આયોજકો સાથે બેઠક યોજાઈ

Vadodara4 days ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Savli4 days ago

સાવલીમાં સાયબર ઠગાઈનો મોટો વિસ્ફોટ: ‘RTO ચલણ’ ની નકલી APK ફાઈલ મોકલી આધેડના ખાતામાંથી 14.90 લાખ સફાચટ

Savli4 days ago

સાવલીના રાણીયા ગામે કમકમાટીભર્યો અકસ્માત: શેડની કામગીરી વેળાએ વીજ કરંટ લાગવાથી 40 વર્ષીય આધેડનું મો*ત

Vadodara4 days ago

વડોદરામાં 15 વર્ષીય દીકરીનું શંકાસ્પદ અપહરણ: ફરિયાદ નોંધાયાના 10 દિવસ વીતવા છતાં દીકરીનો કોઈ પત્તો નહીં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara4 days ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur4 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara4 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending