Connect with us

Padra

પાદરા: મુજપુર ગામના ઈસમની હત્યાનો ભેદ ઉકેલાયો માત્ર હજાર રૂપિયાની લેતીદેતી માટે બે હત્યારાઓએ હત્યા કરી

Published

on


મૃતદેહ ને 15 ફૂટ ઉંડો ખાડા માં ઉંધા મોંઢે દાટી દીધો હતો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામના દરિયાપુરા વિસ્તારમાં આવેલ મહીસાગર કોતર માંથી એક પરુષ ની 15 ફૂટ ઉંડો ખાડો કરીને ઉંધા મોંઢે દાટી દેવામાં આવેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે અજાણ્યા હત્યારાઓએ માથા ના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી પરુષને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું બહાર આવ્યું છે પાદરા પોલીસે ગણતરીના કલાકો માં હત્યાનો ભેદ ઉકેલી બે હત્યારાઓની અટકાયત કરી છે

પાદરા તાલુકાના મુજપુર ગામમાં સરકારી દવાખાના પાસે પત્ની અને બાળકો સહિત પરિવાર સાથે રહેતા અને ડભાસા ખાતે લ્યુપીન કંપનીમાં નોકરી કરતા ગેમલસિંહ રૂપસિંહ પરમાર સોમવારે રહસ્યમય રીતે ગૂમ થઇ ગયા હતા અને ગતરોજ દરિયાપુરા વિસ્તારમાં આવેલ મહીસાગર કોતર માંથી પંદર ફૂટ ઉંડા ખાડામાં ઉંધા મોંઢે દાટી દેવામાં આવેલ તેમની લાશ મળી આવતા મુજપુર ગામ સહિત પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી અને હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા પાદરા પોલીસ સહીત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા એસઓજી ની ટિમો દોડતી થઇ ગઈ હતી.

હત્યાનો ભેદ ઉકેલવા દોડતી થયેલ પાદરા પોલીસ, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા એસઓજી ની ટિમો એ તપાસ દરમિયાન બે હત્યારાઓને ઝડપી પાડી તેમની પુછપરછ હાથ ધરી હતી જે સમગ્ર મામલે પાદરા પોલીસ મથકના પી.આઇ. એલ.બી. તડવીએ જણાવ્યું હતું કે, પાદરા તાલુકા ના મુજપુર ગામ ના દરિયાપુરા વિસ્તારમાં મહીસાગર કોતરમાં ગેમલસિંહ પરમાર ની હત્યા કરી આરોપીઓ દ્ધારા મૃતદેહ ને 15 ફૂટ ઊંડો ખાડો કરી દાટી દેવામાં આવ્યો હતો

તે હત્યાના આરોપી સંજય પઢીયાર અને ભુપેન્દ્ર પઢીયાર ને ઝડપી પાડવામાં માં આવ્યા છે અને તેમની પુછપરછ દરમિયાન તેમને કબૂલાત કરી હતી કે મૃતક ને 15 દિવસ અગાઉ રૂ. એક હજાર આપ્યા હતા અને જે પરત ના કરતો હોવાથી તેને ખેતર માં બોલાવ્યો હતો અને જાય આરોપી સંજયે મૃતક પર કુહાડીથી હુમલો કરી તેને મોત ને ઘાટ ઉતાર્યો હતો અને ત્યાર બાદ મૃતદેહ ને ખેતર ની બાજુ માં આવેલ કોતર માં ખાડો ખોદી દાટી દીધો હતો

પોલીસે હત્યારા સંજય પઢીયારની ધરપકડ કરી તેને સાથે રાખી ઘટના ને કંઈ રીતે અંજામ આપવા આવ્યો તે સમગ્ર મામલે આરોપી પાસે રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Savli2 hours ago

વડોદરા: સાવલી તાલુકાના સરદારનગર રોડ પર ભયાનક અકસ્માત, યુવાકનું કરુણ અવસાન

Vadodara3 hours ago

દેણા ચોકડી પાસે ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

Vadodara4 hours ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

International5 hours ago

વિદેશમાં જોબ માટે જતા સાવધાન! કિડનેપિંગ રિસ્ક વધતા દેશે વીઝા ફ્રી એન્ટ્રી પર બ્રેક

Vadodara6 hours ago

વિલંબ બાદ ભાજપે મેન્ડેટ જાહેર કર્યા, ભાજપના જ સહકારી અગ્રણીઓ ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં સામને-સામને

National6 hours ago

માઉન્ટ આબુ ‘ફ્રિઝ’! ગુરુશિખર માઇનસ 2° પર પહોંચ્યું

Vadodara1 day ago

ઉતરાયણ પૂર્વે મોટી ઘટના: ગળામાં દોરી ફસાતા બાઇકચાલકનો કરૂણ મોત

Savli1 day ago

સર્વર સ્લો થઈ જતાં સાવલીમાં હાહાકાર: પાક સહાયના ફોર્મ માટે ખેડૂતોની લાંબી લાઈનો

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Vadodara1 week ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National2 weeks ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli3 weeks ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat3 weeks ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Vadodara3 weeks ago

માંજલપુરમાં અસામાજિક તત્વોની તોડફોડ, 15 રિક્ષા-ટેમ્પોને નુકસાન

Dabhoi3 weeks ago

વડોદરા-ડભોઇ રોડ પર પલાસવાડા ફાટક પાસે ભારે ટ્રાફિકજામ, કલાકો સુધી વાહનો અટવાયા

Vadodara1 month ago

વડોદરા શહેરમાં સુનિલ પાન ગેંગનો પર્દાફાશ: 96થી વધુ લુંટ અને ચોરીના ગુનાઓનો અંત, ગુજસીટોક હેઠળ કાર્યવાહી

Vadodara1 month ago

“વડોદરામાં પોલીસની નિષ્ફળતા સ્પષ્ટ: નાગરિકો જ હવે બુટલેગરોને પકડી પોલીસને શરાબનો જથ્થો સોંપે છે”

Trending