મૃતદેહ ને 15 ફૂટ ઉંડો ખાડા માં ઉંધા મોંઢે દાટી દીધો હતો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામના દરિયાપુરા વિસ્તારમાં આવેલ મહીસાગર કોતર માંથી એક પરુષ ની 15 ફૂટ ઉંડો ખાડો કરીને ઉંધા મોંઢે દાટી દેવામાં આવેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે અજાણ્યા હત્યારાઓએ માથા ના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી પરુષને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું બહાર આવ્યું છે પાદરા પોલીસે ગણતરીના કલાકો માં હત્યાનો ભેદ ઉકેલી બે હત્યારાઓની અટકાયત કરી છે
Advertisement
પાદરા તાલુકાના મુજપુર ગામમાં સરકારી દવાખાના પાસે પત્ની અને બાળકો સહિત પરિવાર સાથે રહેતા અને ડભાસા ખાતે લ્યુપીન કંપનીમાં નોકરી કરતા ગેમલસિંહ રૂપસિંહ પરમાર સોમવારે રહસ્યમય રીતે ગૂમ થઇ ગયા હતા અને ગતરોજ દરિયાપુરા વિસ્તારમાં આવેલ મહીસાગર કોતર માંથી પંદર ફૂટ ઉંડા ખાડામાં ઉંધા મોંઢે દાટી દેવામાં આવેલ તેમની લાશ મળી આવતા મુજપુર ગામ સહિત પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી અને હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા પાદરા પોલીસ સહીત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા એસઓજી ની ટિમો દોડતી થઇ ગઈ હતી.
હત્યાનો ભેદ ઉકેલવા દોડતી થયેલ પાદરા પોલીસ, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા એસઓજી ની ટિમો એ તપાસ દરમિયાન બે હત્યારાઓને ઝડપી પાડી તેમની પુછપરછ હાથ ધરી હતી જે સમગ્ર મામલે પાદરા પોલીસ મથકના પી.આઇ. એલ.બી. તડવીએ જણાવ્યું હતું કે, પાદરા તાલુકા ના મુજપુર ગામ ના દરિયાપુરા વિસ્તારમાં મહીસાગર કોતરમાં ગેમલસિંહ પરમાર ની હત્યા કરી આરોપીઓ દ્ધારા મૃતદેહ ને 15 ફૂટ ઊંડો ખાડો કરી દાટી દેવામાં આવ્યો હતો
તે હત્યાના આરોપી સંજય પઢીયાર અને ભુપેન્દ્ર પઢીયાર ને ઝડપી પાડવામાં માં આવ્યા છે અને તેમની પુછપરછ દરમિયાન તેમને કબૂલાત કરી હતી કે મૃતક ને 15 દિવસ અગાઉ રૂ. એક હજાર આપ્યા હતા અને જે પરત ના કરતો હોવાથી તેને ખેતર માં બોલાવ્યો હતો અને જાય આરોપી સંજયે મૃતક પર કુહાડીથી હુમલો કરી તેને મોત ને ઘાટ ઉતાર્યો હતો અને ત્યાર બાદ મૃતદેહ ને ખેતર ની બાજુ માં આવેલ કોતર માં ખાડો ખોદી દાટી દીધો હતો
પોલીસે હત્યારા સંજય પઢીયારની ધરપકડ કરી તેને સાથે રાખી ઘટના ને કંઈ રીતે અંજામ આપવા આવ્યો તે સમગ્ર મામલે આરોપી પાસે રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું