Gujarat

ગાંધીનગરમાંથી મોટી કાર્યવાહી – ભારતીય નેશનલ જનતા દળના સ્થાપકના ઘરે IT વિભાગનો દરોડો

Published

on

આ કાર્યવાહીનો મુખ્ય કેન્દ્ર ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના નિવાસસ્થાન (સેક્ટર 26, કિસાન નગર) પર રહ્યો.

  • સમગ્ર ગાંધીનગર શહેરમાં 3 અલગ અલગ સ્થળોએ આઈટી વિભાગે રેડ પાડી.
  • ગુજરાતની પાંચ એમ એવી એવા Registered Unrecognized Political Parties છે જેઓ છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 22,000 મત મેળવ્યા છે.
  • ભારતીય નેશનલ જનતા દળ 957 કરોડ રૂપિયાની આવક ધરાવતો સૌથી મોટો Registered Unrecognized Political Party છે.

ગાંધીનગર શહેરમાંથી આઈટી વિભાગની એક મોટી કાર્યવાહી સામે આવી છે. શહેરના ત્રણ અલગ-અલગ સ્થળોએ આવકવેરા વિભાગે સવારે અચાનક દરોડા મારીને તપાસ હાથ ધરી છે.મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ઘરે પણ આઈટી ટીમ પહોચી હતી. 

કિસાન નગર, સેક્ટર 26 વિસ્તારમાં આવેલ તેમના નિવાસસ્થાને અધિકારીઓ દસ્તાવેજો અને સંપત્તિસંબંધી પુરાવાની વિગતવાર ચકાસણી કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ભારતીય નેશનલ જનતા દળ એક નોંધાયેલ પરંતુ અમાન્ય રાજકીય પક્ષ છે. આવા પક્ષો ચૂંટણી પંચમાં રજીસ્ટર્ડ તો હોય છે, પરંતુ પ્રમાણમાં ઓછા મત મળવાના કારણે માન્યતા પ્રાપ્ત કરતા નથી.

એડીઆરના તાજેતરના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2019-20થી 2023-24 દરમિયાન ગુજરાતના પાંચ નોંધાયેલા રાજકીય પક્ષોની કુલ આવક 2316 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી, જ્યારે એક વર્ષમાં જ 1158 કરોડની આવક નોંધાઈ હતી.ખાસ વાત એ છે કે દેશભરના ટોચના 10 સૌથી વધુ કમાણી કરનારા રાજકીય પક્ષોમાં ગુજરાતના પાંચ પક્ષોનો સમાવેશ થાય છે. તેમાં ભારતીય નેશનલ જનતા દળ 957 કરોડ રૂપિયાની આવક સાથે સર્વોચ્ચ સ્થાને છે. હાલમાં આ જ પાર્ટીના સ્થાપક સંજય ગજેરાના નિવાસસ્થાને આઈટી વિભાગની સઘન તપાસ ચાલી રહી છે.

Trending

Exit mobile version