હરણી વારસીયા રીંગ રોડ પર પંચશીલ વિસ્તારમાં કોર્પોરેશનનું ડ્રેનેજ પ્રોજેક્ટ શરૂ.કામના કારણે મુખ્ય માર્ગ વનવે થતાં ટ્રાફિક જામ અને અકસ્માતની શક્યતા ઊભી.
- ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર માર્ગ ખોદાતા સોસાયટીમાં આવન-જાવન મુશ્કેલ બન્યું.
- રહીશોએ જણાવ્યું — “અમે કામના વિરોધી નથી, પરંતુ જનહિત જળવાય તે રીતે કામ થવું જોઈએ.”
- ટીપી-7 મુજબનો 18 મીટર રોડ જળવાય અને નડતરરૂપ વસ્તુઓ દૂર કર્યા પછી જ કામ શરૂ કરવાની માંગ.
વડોદરા શહેરના હરણી વારસીયા રીંગરોડ ઉપર આવેલ પંચશીલથી પ્રાણાયામ તરફ જવાના રોડ ઉપર કોર્પોરેશનની ડ્રેનેજ પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીને કારણે સોસાયટીના લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતા કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ ઉપર આવેલ પંચશીલ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરને ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી સોંપવામાં આવી છે.આ કામગીરીની શરૂઆતમા સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રસ્તો છે. સમગ્ર માર્ગ ઉપર ખોદ કામગીરી કરવામાં આવી છે. જેના કારણે લોકોને ખાડામાંથી પસાર થઈને સોસાયટીમાં જવું પડે છે.
જ્યારે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ રજૂઆત ધ્યાન પર લેવામાં આવી નથી. જ્યારે બીજી તરફ આ કામગીરીને પગલે મુખ્ય માર્ગ વનવે થઈ ગયો છે. ટ્રાફિકનું ભારત રહે છે અને અકસ્માતની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કામનો વિરોધ નથી કામ થાય એ પણ જરૂરી છે પણ તેની સાથે સાથે પબ્લિકને હેરાનગતિ અને અમારી સોસાયટીનો જે રસ્તો અવરજવરનો છે તે સચવાય તે મુજબ હોવું જોઈએ ટીપી સાતમાં મંજૂર થયેલો આ 18 મીટર નો રોડ છે જો કે સ્થળ ઉપર 18 મીટર નહિ હોવા છતાં પણ આ લોકો આ જગ્યા પર કામ કરી રહ્યા છે નડતરરૂપ વસ્તુઓ બધી દૂર કરો અને એના પછી કામ કરો અમને કોઈ વાંધો નથી કામ રોકવા પાછળનો હેતુ માત્ર એક જ છે કે પબ્લિકની સલામતી અને લોકોને અગવડતા ના પડે એ જ છે.