Vadodara
ગુરુપૂર્ણિમા નિમિત્તે પૌરાણિક દત્ત મંદિરે ભક્તો દર્શન માટે ઉમટ્યા
Published
2 years agoon
ગુરુપૂર્ણિમા નિમિતે આજે શહેરના વિવિધ ગુરુમંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી જ્યારે શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલા દત્ત મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
આજે હિન્દૂ શાસ્ત્રો પ્રમાણે ગુરુપૂજનનો દિવસ છે. દરેક મનુષ્યના જીવનમાં. ગુરુની આવશ્યકતા હોય છે. ગુરુ વિનાનું જીવન દિશાવિહીન જીવન બની જાય છે. ગુરુ જીવનમાં ભક્તિ અને આધ્યાત્મની સાથે સાથે આધુનિક જીવનશૈલીમાં કેવી રીતે જીવવું તેની શીખ આપે છે. ગુરુપૂર્ણિમાએ દરેક શિષ્ય પોતાના ગુરુનું પૂજન કરે છે. જેમાં આજે શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલા પૌરાણિક દત્ત મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. દિવસ દરમિયાન દત્ત મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સાંજે મહાઆરતી યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપશે.
You may like
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા
-
પાલિકાના વ્હીકલપૂલમાં ખખડધજ વાહનોનો ખડકલો, ક્યારે લેવાશે યોગ્ય નિર્ણય..!