Connect with us

Gujarat

સેવન્થ ડે સ્કૂલ:  CCTV સામે આવ્યા  જેમાં લોહીલુહાણ સ્થિતિમાં શાળામાં પ્રવેશ્યો

Published

on

  • લોહીલુહાણ સ્થિતિમાં હુમલા બાદ પીડિત છોકરો પેટ પર હાથ મૂકી સ્કૂલમાં જતા જોવા મળ્યો.
  • સિક્યોરિટી ગાર્ડે પણ ન કરી મદદ
  • વિદ્યાર્થીએ રિક્ષામાં બેસાડી હોસ્પિટલ ખસેડ્યો

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં 19 ઓગસ્ટે ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાને 15 દિવસ થઈ ગયા છે. એવામાં હવે આ ઘટનાનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મૃતક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત સ્થિતિમાં શાળાના ઈજાગ્રસ્ત પેટના ભાગે હાથથી દબાવીને  એન્ટ્રી ગેટથી શાળામાં અંદર આવતો જોઈ શકાય છે.

Cctv માં નયન થોડીવારમાં ત્યાં ઢળી પડે છે પરંતુ, શાળાના સ્ટાફ કે સિક્યોરિટી દ્વારા કોઈ મદદ કરવામાં નથી આવી રહી. સિક્યોરિટી ગાર્ડ ઊભા-ઊભા ત્યાં બધું જુએ છે અને જાણે કંઈ થયું જ નથી તેવું વર્તન કરે છે. જોકે, બાદમાં વિદ્યાર્થીના માતા-પિતા ત્યાં પહોંચે છે અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. 

સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, બપોરે 12:53 કલાકે નયન પીળા રંગનું ટીશર્ટ અને વ્હાઇટ પેન્ટમાં શાળાના એન્ટ્રી ગેટમાંથી અંદર આવે છે. નયન સાથે ત્રણ-ચાર અન્ય છોકરાઓ પણ જોવા મળે છે. જોકે, શાળાની બહાર ઝઘડા દરમિયાન તેને બોક્સ કટર વાગ્યું હોવાથી તે પેટના ભાગે જ્યાં ઈજા થઈ છે અને લોહી નીકળી રહ્યું છે, ત્યાં હાથ દબાવીને આવે છે. આ દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓની અવર-જવર જોવા મળી રહી છે, ત્યાં સિક્યોરિટી ગાર્ડ પણ હાજર છે. 

પહેલાં વિદ્યાર્થીઓ કંઈ સમજી નથી શકતા. જોકે, બાદમાં ઘટનાની જાણ થતાં ત્યાં હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓમાં દોડધામ મચી જાય છે. આ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ ત્યાં આવે છે અને ભીડને દૂર કરવાનો પ્રયાસ કરે છે. સીસીટીવીમાં વિદ્યાર્થીઓએ નયનને ઘેરી લીધો હોય તેવું દેખાય છે. આ દરમિયાન સ્ટાફ શાળામાં હાજર હોવા છતા કોઈ મદદ માટે નથી આવતું.

સિક્યોરિટી ગાર્ડ પણ નયનની મદદ નથી કરતો અને ફક્ત વિદ્યાર્થીઓની ભીડ દૂર કરે છે. ત્યાર બાદ બે મહિલાઓ દોડીને નયન પાસે આવે છે. પ્રાથમિક દ્રષ્ટિએ તે નયનના પરિજન હોવાનું જણાય છે. આ દરમિયાન એક વિદ્યાર્થી રિક્ષા લઈને આવે છે અને નયનને ઊંચકીને ગેટની બહાર લઈ જઈ એક રિક્ષામાં બેસાડી હોસ્પિટલ મોકલે છે. આ સીસીટીવીથી સ્પષ્ટ રૂપે શાળા અને સ્ટાફની બેદરકારી જણાઈ આવે છે. આટલું ટોળું ભેગું થઈ ગયું હોવા છતા શાળા કે સિક્યોરિટી દ્વારા કોઈ મદદ કરવામાં નથી આવી રહી.

Advertisement

આ કેસમાં ખોખરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા કિશોરને શુક્રવારે (22મી ઓગસ્ટ) પોલીસે ખાનપુર સ્થિત જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો હતો. કિશોરને રજૂ કરતાં પહેલાં પણ પોલીસનું અભેદ સુરક્ષા કવચ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની ફરતે તહેનાત કરી દેવાયું હતું. પક્ષકારોને સાંભળ્યા બાદ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો.

Advertisement
Gujarat5 hours ago

મહીસાગરના પાણી હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ઘૂસતા પ્લાન્ટના 5 કર્મચારી ગુમ, કડાણા ડેમમાંથી છોડાયું હતું પાણી

Vadodara9 hours ago

સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ ઉજવાયો

Vadodara10 hours ago

વડોદરામાં વિશ્વમાં પહેલું ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ટર પ્લાન્ટ ધરાવતું ગણેશ વિસર્જન કુંડ

Padra12 hours ago

શિક્ષણકર્મ અને ઉદ્દાતભાવથી સમગ્ર લુણા ગામને પરિષ્કૃત કરતા શિક્ષિકા સોનલબેન પઢિયાર

Waghodia13 hours ago

ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી આધુનિક સુવિધાઓથી સજ્જ રસુલાબાદ નર્મદા વસાહત સરકારી શાળા…

Sports15 hours ago

જાણો GST નવા રેટમાં ક્રિકેટ ચાહકોને લાગશે ઝટકો! IPL નિહાળવું મોંઘુ પડશે, ટિકિટ પર લાગશે 40% GST

National15 hours ago

પંજાબના તમામ જિલ્લા પુરને લીધે 55 લાખ મેટ્રિક ટન ઘઉં બગડી જવાનો ભય,શું ઘઉંની અછત સર્જાશે ?

Karjan-Shinor1 day ago

કરજણ તાલુકાની લાકોદરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીને શિક્ષક દિન નિમિત્તે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ કરાશે જિલ્લા કક્ષાએ સન્માન

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

City2 years ago

પોલીસને આવતી જોઈને બુટલેગરો શરાબ ભરેલી કાર મૂકીને નાસી છૂટયા,2.89 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Vadodara3 days ago

જૂનીગઢી વિસર્જન રૂટ પર ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત, કાટમાળ રસ્તા પર પથરાયો

Savli6 days ago

વડોદરામાં કારની બંને બાજુ મોત હતું, સેફ્ટીવોલના સહારે બેના જીવ જતા બચ્યા

Vadodara6 days ago

વડોદરામાં ચાલુ વરસાદે બનાવેલા રોડના ડામરના પોપડા હાથમાં આવ્યા, પ્રજાના નાણાંનો બેફામ વેડફાટ

Vadodara1 week ago

રોજગારીની પહેલ, મહિલાઓના સખી મંડળે ઓર્ગોનિક વેસ્ટની ગણેશજીની મૂર્તિઓ બનાવી

Vadodara1 week ago

ફાયરબ્રિગેડ સાધન ખરીદી કૌભાંડ મામલે કોંગ્રેસે PM, CMને પત્ર લખ્યો

Vadodara1 week ago

સરદાર એસ્ટેટ ચારરસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

Vadodara7 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara7 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Trending