Connect with us

Vadodara

રદ થયેલી 500-100 ની ચલણી નોટો સાથે ફરતા પાંચને દબોચલી LCB

Published

on

  • પેટ્રોલીંગમાં એએસઆઇ કનકસિંહ શિવસિંહને બાતમી મળી કે, કેટલાક ઇસમો રદ કરવામાં આવેલી ચલણી નોટોને લઇને આવી રહ્યા છે
  • વડોદરા એલસીબીને મળી મોટી સફળતા
  • રદ થયેલી નોટ સાથે પાંચની ધરપકડ
  • સમગ્ર મામલે પાણીગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવેલી 500-1000 ની ચલણી નોટો સાથે રખડતા પાંચને વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ – ઝોન 3 દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. એલસીબીની ટીમો ગુનાખોરી ડામવા માટે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એએસઆઇને બાતમી મળી કે, ભારત સરકાર દ્વારા ચાલુ ચલણમાંથી રદ થયેલી નોટો સાથે કેટલાક ઇસમો ફરી રહ્યા છે. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરોક્ત મામલે પાણીગેટ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વડોદરા શહેરમાં ગુનાખોરી ડામવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ – ઝોન 3 ની ટીમે તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન એએસઆઇ કનકસિંહ શિવસિંહને બાતમી મળી કે, કેટલાક ઇસમો રદ કરવામાં આવેલી ચલણી નોટોને લઇને આવી રહ્યા છે. તેમની પાસે મોટી સંખ્યામાં ચલણી નોટો છે. જેના આધારે રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરોડામાં જુની ચલણી નોટો મળીને કુલ 24.98 લાખની નોટો કબ્જે કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

પોલીસે આ દરોડામાં સાંમત ઉર્ફે જીગો જેસીંગભાઇ કાળાભાઇ ભરવાડ (રહે. ભાલીયાપુરા, ચીખોદરા, નવાગામ, વલભીપુર, ભાવનગર), નાથાભાઇ વેલાભાઇ ભરવાડ (રહે. રાજનગર, માલોદર, ભરવાડવાસ, વાઘોડિયા, વડોદરા), મુકેશભાઇ જહાભાઇ ભરવાડ (રહે. ભરવાડવાસ, સંતોષવાડી, દંતેશ્વર રોડ, વડોદરા), અહેમદ અયુબ મન્સુરી (રહે. ધનાની પાર્ક, મેમણ પોલોની, પાણીગેટ, વડોદરા) અને વજેકણભાઇ કાવાભાઇ ભરવાડ (મીર) (રહે. માણકી કોમ્પ્લેક્ષ પાછળ, ઉમા ચાર રસ્તા, વડોદરા) ની ધરપકડ કરી છે. ઉપરોક્ત તમામ સામે બેંક નોટ્સ ની કલમ 07 નો ભંગ કર્યા બાબતે પાણીગેટ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Continue Reading
International12 minutes ago

કેનેડા જવાનું સપનું જોતા પરિવારો માટે ઝટકો: ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ માં નવી અરજીઓ પર બ્રેક

International16 hours ago

અમેરિકાએ ઈરાનમાં કીમોથેરાપી લેતા 211 બાળકોને હોસ્પિટલમાં બોમ્બમારો, જવાબી કાર્યવાહીમાં કુવૈત પર ભીષણ ડ્રોન એટેક!

Savli20 hours ago

સાવલી-જરોદ રોડ પર ગોઝારો અકસ્માત: બોલેરોની પાછળ બાઈક ઘૂસી જતાં 30 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત

Vadodara22 hours ago

​શું વડોદરાવાસીઓને શુદ્ધ હવાની માહિતી મેળવવાનો અધિકાર નથી? ઓનલાઈન સુવિધા બંધ થતા પર્યાવરણ પ્રેમીઓ લાલઘૂમ

Vadodara22 hours ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Waghodia23 hours ago

દેવનદી કાંઠે દીપડાનું સામ્રાજ્ય : ઘરમાં ઘૂસી બે આધેડ પર હુમલો, સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ વન વિભાગ દોડતું થયું

Vadodara2 days ago

વાઘોડિયા રોડ પર ખળભળાટ: ધોરણ-10ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનાર 24 વર્ષીય નરાધમની કપૂરાઈ પોલીસ દ્વારા અટકાયત

Vadodara2 days ago

વોર્ડ નંબર 8 ની દુર્દશા: એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી સોસાયટી સુધી, ગંદા પાણીમાં જીવના જોખમે પસાર થવા મજબૂર રહીશો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara22 hours ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor3 days ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara3 days ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara3 days ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra6 days ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara1 week ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara1 week ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara2 weeks ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Trending