Connect with us

Vadodara

પ્લાસ્ટીકના રોલની આડમાં જતો દારૂનો રૂ. 68 લાખથી વધુનો જથ્થો જપ્ત

Published

on

  • પેટ્રોલીંગમાં સંયુક્ત બાતમી મળી કે, એક બંધ બોડીના ટેમ્પામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હાલોલ તરફ જનાર છે
  • વડોદરા ગ્રામ્ય એલસીબીને મળી મોટી સફળતા
  • બંધ બોડીના ટેમ્પામાંથી દારૂનો જંગી જથ્થો જપ્ત કર્યો
  • ટેમ્પો ચાલકની અટકાયત સાથે બે સામે ફરિયાદ દાખલ કરાઇ

વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા બાતમીના આધારે દારૂ ભરેલો ટેમ્પો રોક્યો હતો. જેમાંથી રૂ. 68 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ કાર્યવાહીમાં ચાલક ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર વિરૂદ્ધ જરોદ પોલીસ મથક માં ફરિયાદ નોંધવામાં આવી છે.

વડોદરા ગ્રામ્ય પોલીસની એલસીબીની ટીમો પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ત્રણ હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે, એક બંધ બોડીના ટેમ્પામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વડોદરાથી હાલોલ તરફ જનાર છે. જેના આધારે એલસીબીની ટીમોએ આસોજ ગામની સિમમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીથી મળતી આવતો ટેમ્પો જણાતા તેને રોકવામાં આવ્યો હતો. ટેમ્પામાંથી એક શખ્સ હાજર મળી આવ્યો હતો. તેણે પોતાનું નામ નાસીર ઇબ્રાહીમ મન્સુરી (રહે. ગ્રીન પાર્ક, ઇન્દોર) હોવાનું જણાવ્યું હતું.

બાદમાં ટેમ્પામાં જઇને તપાસતા પ્લાસ્ટીકના રોલની આડમાં વિદેશી દારૂ લઇ જવામાં આવતો હોવાનું સપાટી પર આવ્યું હતું. વિદેશી દારૂના મુદ્દામાલની ગણતરી કરતા તેન કિંમત રૂ. 68.14 લાખ આંકવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યવાહીમાં મોબાઇલ, રોકડા તથા ટેમ્પો મળીને કુલ રૂ. 78.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

જે બાદ ચાલકની આકરી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું કે, જાવેદ (રહે. ઇન્દોર) એ 6, મે ના રોજ ઇન્દોર-રવ હાઇવે પર ઉપરોક્ત ગાડીમાં પેકીંગ કરવાના પ્લાસ્ટીકના રોલની આડમાં વિદેશી દારૂ ભરેલી પેટીઓ ભરી આપી હતી. જેને ગુજરાતના સુરત ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું. સુરત પહોંચ્યા બાદ આ ગાડીને હાલોલ ખાતે લઇ જવા જણાવ્યું હતું. જો કે, દારૂનો જથ્થો ત્યાં પહોંચે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ટેમ્પાના ચાલક અને દારૂ મોકલનાર વિરૂદ્ધ જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Continue Reading
Savli13 hours ago

સાવલી: હોળી પર્વે સધાપુરા ગામમાં માતમ, કેસૂડાના ફૂલ પાડવા ગયેલા યુવકનું વીજ કરંટથી મોત

Vadodara1 day ago

ગંદકી કરનારા સાવધાન! સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ‘વન પેશન્ટ, વન રિલેટિવ’નો કડક અમલ

Vadodara1 day ago

પાડોશી જ નીકળ્યો વાહનચોર! અકોટામાં પોતાના જ એપાર્ટમેન્ટમાંથી મોપેડ ચોરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

Padra1 day ago

માનવતાના રંગે રંગાયું વડોદરા: ‘અપંગ ના ઓજસ’ સંકુલમાં દિવ્યાંગ બાળકો સાથે હોળી-ધુળેટીની ભવ્ય ઉજવણી

Vadodara1 day ago

નેતાજીનું ‘મૌન વ્રત’ અને તળાવની ‘દુર્ગંધ’:કરોડોના બજેટ ક્યાં ગયા? ગોત્રી તળાવમાં લીલી ચાદર પથરાઈ, તંત્ર ઘોર નિદ્રામાં!

Vadodara1 day ago

જાંબુઆની નદી બની ‘ડેન્જર ઝોન’: મેડિકલ વેસ્ટના ગંજ ખડકાતા ગ્રામજનોમાં ભારે રોષ અને ફફડાટ

Vadodara1 day ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: સુરત અને રાજસ્થાનના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો રીઢો ગુનેગાર ઝડપાયો

Vadodara2 days ago

વડોદરા: મકરપુરામાં MGVCL ની લાલિયાવાડી!સાંઈબાબા મંદિર પાસે જર્જરિત વીજ થાંભલો બની શકે છે ‘મોતનો થાંભલો’.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor2 days ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara3 days ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli1 week ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending