Connect with us

Vadodara

સફેદ પાવડરની આડમાં લઇ જવાતો રૂ. 14.91 લાખનો વિદેશી દારૂ જપ્ત

Published

on

  • શરૂઆતમાં ગલ્લાતલ્લા કર્યા હતા. બાદમાં કન્ટેનરમાં તપાસ કરવામાં આવતા શરૂઆતના ભાગમાં સફેદ પાવડર ભરેલી થેલીઓ મળી આવી હતી

વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં મોટી સફળતા મળી છે. બંધ બોડીના કન્ટેનરમાંથી રૂ. 14.91 લાખની કિંમતનો વિદેશી દારૂ બીયરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ મામલે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વડોદરા જિલ્લા ગ્રામ્ય એલસીબી દ્વારા પ્રોહીબીશનના કેસો શોધવા માટે સતત પ્રયત્ન કરવામાં આવતા હોય છે. દરમિયાન તાજેતરમાં નાઇટ પેટ્રોલીંગમાં તૈનાત ગ્રામ્ય એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઇ જવામાં આવી રહ્યો છે. આ કન્ટેનર ગોધરાથી વડોદરા થઇને અમદાવાદ તરફ આવી રહ્યું છે. બાતમીના આધારે ગ્રામ્ય એલસીબીની ટીમોએ એક્સપ્રેસ વે ટોલ નાકા પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીથી મળતું આવતું કન્ટેનર જણાતા તેને રોકવામાં આવ્યું હતું. આ કન્ટેનરમાંથી ડ્રાઇવર સુનિલસિંગ કમલસિંગ ભક્તરામસિંગ (રહે. ઇમસોરા – 1, જમ્બુ કાશ્મીર) અને કાદીરખાન રહીમબક્સ ચૌહાણ (રહે. મહંમદપુર, હરીયાણા) મળી આવ્યા હતો.

બંનેને કન્ટેનરમાં રાખેલા મુદ્દામાલ અંગે પુછવામાં આવતા તેમણે શરૂઆતમાં ગલ્લાતલ્લા કર્યા હતા. બાદમાં તેમાં તપાસ કરતા શરૂઆતના ભાગમાં સફેદ પાવડર ભરેલી થેલીઓ મળી આવી હતી. બાદમાં અંદર તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બીયરની પેટીઓ મળી આવી હતી. જેની કુલ કિંમત રૂ. 14.91 લાખ આંકવામાં આવી રહી છે. આ મામલે જપ્ત કરવામાં તમામ મુદ્દામાલની કિંમત રૂ. 30.01 લાખ આંકવામાં આવી છે.

આ અંગે કાદીરખાન રહીમબક્સ ચૌહાણને પુછતા તેણે જણાવ્યું કે, નુહુ હોડલ રોડ પર આવેલી સરપંચ ઢાબા ઉપર કન્ટેનર માલ ભરીને ઉભું હતું. ત્યાંથી નીકળીને ગુજરાતના મોરબી ખાતે પહોંચીને ફોન કરવાનો હતો. બંને સામે મંજુસર પોલીસ મથકમાં ગણનાપાત્ર કેસ નોંધવામાં આવ્યો છે. જે બાદ આ મામલે પોલીસે વધુ કાર્યવાહી તેજ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Continue Reading
Gujarat13 hours ago

ગુજરાત: પોલીસ પ્રશાસનમાં ગૃહ વિભાગનો મોટો નિર્ણય; DySP કક્ષાના 35 અધિકારીઓની બદલી અને વધારાના ચાર્જ સોંપાયા

Gujarat13 hours ago

જમીન વ્યવહારો થશે ઝડપી: સરકારનો 135-D નોટિસમાં મોટો ફેરફાર, 7 દિવસમાં જ નોંધ થશે પ્રમાણિત.

Vadodara15 hours ago

પોલીસની ઢીલી નીતિ? સહજાનંદ ફ્લેટમાં મહિલાઓ પર હુમલા બાદ માંજલપુર પોલીસે પીડિતોને આખી રાત બેસાડી રાખ્યા

Vadodara16 hours ago

વડોદરા: સેવાસી રોડ પર કાળમુખા આઈશરે બાઈક સવારને કચડ્યો; પત્નીની નજર સામે જ પતિનું કમકમાટીભર્યું મોત

Dabhoi17 hours ago

ડભોઇમાં ખેડૂતોનો પડકાર: “અધિકારીઓ AC ઓફિસો છોડી મેદાનમાં આવે”, જર્જરિત કેનાલ મુદ્દે નિગમ સામે મોરચો

Gujarat18 hours ago

ચૂંટણી પહેલા એક્શન મોડ: 23 અધિકારીઓને કલાસ-1 માં બઢતી આપી સરકારે વહીવટી માળખું મજબૂત કર્યું

Vadodara19 hours ago

ચૂંટણીનો જંગ: વડોદરામાં ભાજપના 3000 દાવેદારો મેદાનમાં! નિરીક્ષકો મોડા પડ્યા છતાં કાર્યકર્તાઓની ભીડ ઉમટી

Vadodara19 hours ago

વડોદરા: ગોરવામાં પરપ્રાંતીય મુદ્દે ‘વોકિંગ’ કરતા લોકો વચ્ચે જામી પડી; લાકડીઓ ઉછળી, પોલીસે 3 શખ્સોને દબોચ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara5 days ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara6 days ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi6 days ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara6 days ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi7 days ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara1 week ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara2 weeks ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Trending