Connect with us

Vadodara

પાણીની લાઈન નાંખવા માટે એક્સપ્રેસ વે તરફનો રસ્તો બે દિવસ બંધ કરાશે, કેટલાક વિસ્તારમાં પાણીની કટોકટી પણ સર્જાશે

Published

on

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની નવી લાઈન નાખવા માટે ખોદકામ અને નવી લાઈનનું મહી નદી ખાતેથી આવતી પાણીની લાઈન સાથે તેનું જોડાણ કરવાની કામગીરી કરવામાં આવનાર છે. જેના લીધે તારીખ 22 અને 23 ના રોજ અમદાવાદ એક્સપ્રેસ-વે તરફ જતો અને આવતો રસ્તો બંધ કરવામાં આવશે.

તારીખ 25 ના રોજ લાઈન જોડાણની કામગીરીને લીધે આશરે 7 લાખ લોકોને એક ટાઈમનું સાંજનું પાણી નહીં મળે. શહેરના સમા નોર્થ હરણી વિસ્તારમાં ઊર્મિ સ્કૂલ ચાર રસ્તા-અબેકસ સર્કલથી નોર્થ હરણી પાણીની ટાંકી સુધી 24 ઇંચ ડાયામીટરની પાણીની લાઈન નાખવાની છે. મહારાણા પ્રતાપ રોડથી સમા તરફ-અબેકસ સર્કલ જતા ફીડર લાઈન સાથે જોડાણ માટે રોડ ક્રોસ કરવા ખોદકામ કરાશે. જેના લીધે તારીખ 22 અને 23 ના રોજ ઊર્મિ બ્રિજથી એક્સપ્રેસવે અમદાવાદ તરફ જતો રસ્તો અને અમદાવાદ એક્સપ્રેસવેથી અમિતનગર સર્કલ તરફ જતો રસ્તો બંધ રાખવામાં આવશે.

જેથી આ રોડ પર વાહન વ્યવહાર થઈ શકશે નહીં. આ કામગીરી થયા બાદ નવી નાખેલી લાઈનનું અબેકસ સર્કલ પાસેથી પસાર થતી મહી નદીના ફ્રેંચ કુવા રાયકા દોડકાની આશરે 54 ઇંચ ડાયામીટરની લાઈન સાથે તેનું જોડાણ કરાશે. આ કામ તારીખ 25 ના રોજ કરવામાં આવશે. જેના લીધે 9 પાણીની ટાંકી અને 10 બુસ્ટરને સીધી અસર થશે. જે પૈકી આજવા ટાંકી, નોર્થ હરણી, નાલંદા, ગાજરાવાડી, કારેલીબાગ, પાણી ગેટ, જેલ ટાંકી ,લાલબાગ અને સયાજી બાગ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પાણીની કટોકટી સર્જાશે.

આ ટાંકી હેઠળના 10 બુસ્ટર જે પૈકી એરપોર્ટ, દરજીપુરા, વારસિયા, ખોડીયાર નગર, બકરાવાડી, નવી ધરતી, વ્હીકલ પુલ ,જૂની ગઢી, સાધના નગર અને સંખેડા દશાલાડ બુસ્ટરને તારીખ 25 મી સાંજે પાણી નહીં મળે. આ બધા વિસ્તાર હેઠળની આશરે સાત લાખની વસ્તીને સાંજના પાણીથી વંચિત રહેવું પડશે. જ્યારે આ જ વિસ્તારમાં તારીખ 26 ના રોજ સવારના ઝોનમાં પાણી ઓછા પ્રેશરથી અને મોડેથી થોડા સમય માટે અપાશે.

Continue Reading
Gujarat11 hours ago

ગુજરાત: પોલીસ પ્રશાસનમાં ગૃહ વિભાગનો મોટો નિર્ણય; DySP કક્ષાના 35 અધિકારીઓની બદલી અને વધારાના ચાર્જ સોંપાયા

Gujarat11 hours ago

જમીન વ્યવહારો થશે ઝડપી: સરકારનો 135-D નોટિસમાં મોટો ફેરફાર, 7 દિવસમાં જ નોંધ થશે પ્રમાણિત.

Vadodara13 hours ago

પોલીસની ઢીલી નીતિ? સહજાનંદ ફ્લેટમાં મહિલાઓ પર હુમલા બાદ માંજલપુર પોલીસે પીડિતોને આખી રાત બેસાડી રાખ્યા

Vadodara14 hours ago

વડોદરા: સેવાસી રોડ પર કાળમુખા આઈશરે બાઈક સવારને કચડ્યો; પત્નીની નજર સામે જ પતિનું કમકમાટીભર્યું મોત

Dabhoi15 hours ago

ડભોઇમાં ખેડૂતોનો પડકાર: “અધિકારીઓ AC ઓફિસો છોડી મેદાનમાં આવે”, જર્જરિત કેનાલ મુદ્દે નિગમ સામે મોરચો

Gujarat16 hours ago

ચૂંટણી પહેલા એક્શન મોડ: 23 અધિકારીઓને કલાસ-1 માં બઢતી આપી સરકારે વહીવટી માળખું મજબૂત કર્યું

Vadodara17 hours ago

ચૂંટણીનો જંગ: વડોદરામાં ભાજપના 3000 દાવેદારો મેદાનમાં! નિરીક્ષકો મોડા પડ્યા છતાં કાર્યકર્તાઓની ભીડ ઉમટી

Vadodara18 hours ago

વડોદરા: ગોરવામાં પરપ્રાંતીય મુદ્દે ‘વોકિંગ’ કરતા લોકો વચ્ચે જામી પડી; લાકડીઓ ઉછળી, પોલીસે 3 શખ્સોને દબોચ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara5 days ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara6 days ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi6 days ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara6 days ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi7 days ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara1 week ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara2 weeks ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Trending