Connect with us

Vadodara

મિત્ર સાથે ફરવા નીકળેલી સગીરા પર ગેંગ રેપ, અજાણ્યા શખ્સોએ દેહ ચૂંથ્યો

Published

on

  • આરોપીઓનું મોઢું જોયું નથી. તેમના દેખાવ, વાતોની શૈલી વગેરે જણાવી છે. આરોપીઓને પકડવા વિવિધ ટીમો બનાવીને કામ શરૂ

વડોદરા માં નવરાત્રી દરમિયાન બાળપણના મિત્ર સાથે ફરવા નિકળેલી સગીરા પર ગેંગ રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે બાઇક પર સવાર પાંચ અજાણ્યા શખ્સોએ આવીને સગીરા અને તેના મિત્ર જોડે મગજમારી કરી હતી. ત્યાર બાદ એક બાઇક પર સવાર બે લોકો ત્યાંથી જતા રહ્યા હતા. જ્યારે બાકીના ત્રણ પૈકી એક દ્વારા યુવતિના મિત્રને રોકી રાખી અન્ય દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટના સવારે ચાર વાગ્યે પોલીસ મથક પહોંચી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હાલ આ મામલે ફરાર આરોપીઓને પકડી પાડવા માટે વડોદરા ગ્રામ્ય અને શહેર પોલીસની વિવિધ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું કે, ગઇ કાલે મોડી રાત્રે દુષ્કર્મની ઘટના સામે આવી છે. મોડી રાત્રે પીડિતા તેના મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં 11 – 30 કલાકે મળી હતી. ત્યાર બાદ બંને ભાયલીમાં આશાપુરા માતાજીના મંદિરની આસપાસ વાત કરવા માટે સ્કુટી પર ગયા હતા. દરમિયાન 2 બાઇક પર પાંચ લોકો આવ્યા હતા. પહેલા તેમણે બંને જોડે અભદ્ર ભાષામાં વાત કરી હતી. બંનેએ તેમનો વિરોધ કરતા એક શખ્સે પીડિતાના મિત્રને રોકી રાખ્યો હતો. અને બે દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અન્ય બે બાઇક સવાર ત્યાંથી ઘટના પહેલા નિકળી ગયા હતા. ઘટના બાદ પીડિતાએ સંતુલીત થઇને પોલીસને જાણ કરી હતી. પહેલા ઘટના સ્થળને કોર્ડન કરવામાં આવી હતી. એફએસએલની ટીમને પણ તપાસમાં જોડવામાં આવી છે. દિવસમાં પણ આવાવરુ વિસ્તાર છે. આરોપીઓનું મોઢું તેમણે જોયું નથી. તેમને તેમના દેખાવ, વાતોની શૈલી વગેરે જણાવી છે. આરોપીઓને પકડવા વિવિધ ટીમો બનાવીને રવાના કરવામાં આવી છે. ગરબા સાથે આ ઘટનાનું કોઇ સંબંધ નથી. સગીરા મિત્રને મળવા ઘરેથી નિકળી હતી.

આ ઘટનામાં પીડિતાનો મિત્ર બાળપણનો મિત્ર હતો. તેઓ બેસીને વાત કરવા માટે ભેગા થયા હતા. બે આરોપીઓને ખુબ નાનો રોલ છે, તે લોકો વાત કરીને ત્યાંથી જતા રહ્યા હતા. તે લોકો ડિવાઇડર પર બેસીને વાતો કરતા હતા. સવારે 4 વાગ્યે પોલીસ મથક પહોંચી ગયા હતા. પીડિતાનું કાઉન્સિલીંગ કર્યું ત્યાર બાદ જેમ જેમ તેને યાદ આવતું ગયું, તેમ તેમ ફરિયાદ લેવાતી ગઇ. આરોપી પુખ્ત વયનો હોવાનો અંદાજ છે. પીડિતા પરપ્રાંતિય છે. આરોપીની ઓળખાણ નથી થઇ શકી. આરોપીઓ હિંદી અને ગુજરાતી બંને ભાષામાં વાતો કરતા હતા. ઘટના ગંભીર છે, આરોપીઓ બહાર હોવાથી હાલ વધુ માહિતી આપવી યોગ્ય નથી. પોલીસ સંપૂર્ણ સમર્થ્યથી આ કેસ પાછળ પડી છે. ટેક્નિકલ અને એફએસએલ સહિત તમામ આરોપીઓને દબોચવા માટે સતત પ્રયત્નશીલ છે.

હાલ તહેવારનો મોસમ છે. તમામ ખૂણે ખૂણે નથી પહોંચી શકતી. આ અવાવરૂ જગ્યા છે. ઘટના સ્થળેથી પીડિતાએ પહેલા દાગીના, આરોપીએ પહેરેલા ગેઝેટ્સ મળ્યા છે. પોલીસ તહેવાર દરમિયાન લોકોની અવર-જવર અનુસાર ગોઠવાયેલી જ રહે છે.

Continue Reading
Vadodara6 hours ago

વડોદરા : સયાજીગંજ પોલીસનો સપાટો; પ્રતાપગંજમાંથી લાખોના વિદેશી દારૂના જથ્થા સાથે કાર ઝડપાઈ

Editor's Exclusive9 hours ago

જીલ્લા ભાજપમાં નવા સિદ્ધાંતો પ્રસ્થાપિત થયા, શું પ્રમુખ હવે મહામંત્રીને રીપોર્ટ કરશે ?

Vadodara10 hours ago

વાઘોડિયા વિસ્તારમાં ગરીબીની પરાકાષ્ઠા! અંતિમ સંસ્કાર માટે પૈસા કે સગવડનો અભાવ; ઝૂંપડપટ્ટીમાં જ પત્નીએ કર્યા પતિના અંતિમ સંસ્કાર

Vadodara11 hours ago

દિવાળીપુરામાં અકસ્માત બાદ નબીરાનો ઉદ્ધત જવાબ “કોઈને કંઈ થયું તો નથી ને?”: શું કાયદો અમીરો માટે અલગ છે?

Vadodara12 hours ago

“નગ્ન વીડિયો ઉતારી ધમકી”: મોબાઈલ પાછો માંગવો યુવકને પડ્યો મોંઘો; આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

Gujarat13 hours ago

ગુજરાતની મનપામાં નવા શાસકો: અમદાવાદ, પોરબંદર અને મહેસાણા સહિત અનેક શહેરોમાં નવા સુકાનીઓની પસંદગી

Vadodara1 day ago

“ચોમાસામાં વડોદરા અંધારામાં ડૂબશે!”; MGVCL ના વહીવટ સામે કર્મચારીઓ રણમેદાનમાં, મેન્ટેનન્સના અભાવે અકસ્માતનો ખતરો

Vadodara1 day ago

“અમારા નુકસાનનું વળતર કોણ આપશે?”: હાઈ વોલ્ટેજથી ભાયલીમાં હાહાકાર; વીજ વિભાગના જવાબથી સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Waghodia4 days ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli1 week ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra3 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara3 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Trending