Connect with us

Vadodara

વડોદરા શહેર-જિલ્લામાં રાહત અને બચાવની કામગીરીની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી

Published

on

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા રાહત અને બચાવની કામગીરીની વિગતો મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પાસેથી મેળવી હતી. શહેર અને જિલ્લામાં હજુ પણ અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી તકેદારીના પગલાં લેવા માટે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે.

ગાંધીનગર સ્થિત ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં વડોદરાથી મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા અને કલેક્ટર શ્રી બિજલ શાહ પણ જોડાયા હતા.

આ વિડીયો કોન્ફરન્સમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાએ વિગતો આપી હતી કે, વડોદરા શહેરમાં એક દિવસમાં ૧૪ ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે કુલ ૧૪૯૩ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ ૨૦ આશ્રય સ્થાનો નિયત કરવામાં આવ્યા છે. હજું પણ ઉપરવાસમાં વરસાદ પડવાની શક્યતાને ધ્યાને રાખીને એનડીઆરએફની એક અને એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ૩૦ બસો પણ તૈયાર રાખવામાં આવી છે.

વડોદરા શહેરમાં પાણી ઓસરતા હવે સફાઇ અને આરોગ્યની કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે. આ માટે કુલ ૨૦૦ ટીમો બનાવવામાં આવી છે. જેમના દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ, ક્લોરિનેશન, ખાડા પૂરાણ, આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.

કલેક્ટર શ્રી બિજલ શાહે જણાવ્યું કે, ભારે વરસાદને કારણે કાચા મકાન પડવાની ઘટનાઓ નોંધાઇ છે. જેમાં વડોદરા શહેરમાં સલાટ વાડા, પાદરા તાલુકાના નવાપૂરા, કરજણ નગરમાં અંશતઃ કાચા મકાનની દિવાલ પડવાની ઘટના નોંધાઇ છે. સુખલીપૂરા, દેણા, આસોજ, કોટાલી જેવા વિશ્વામિત્રી નદી કિનારાના ગામોમાં અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરી નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હજુ પણ અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને જિલ્લામાં તમામ અધિકારીઓને રાહત અને બચાવની કામગીરી માટે તૈયાર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ રાહત અને બચાવની કામગીરી પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે કામ કરવા માટે સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, શહેર પ્રાંત ડો. વી. કે. સાંબડ, ગ્રામ્ય પ્રાંત શ્રી રાજેશ ચૌહણ, ડિઝાસ્ટર મામલતદાર શ્રી દુષ્યંત મહેતા જોડાયા હતા.

Continue Reading
Editor's Exclusive3 minutes ago

બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ ?: પ્રવાસન સ્થળ વિકસિત કરવા જ્યાં 2.70 કરોડ ફાળવ્યા હતા, ત્યાં રેતી ખનનની લીઝ આપી દેવાઈ

Vadodara18 hours ago

પોલીસ પર માછલા ધોવાયા: દિવ્યાના પરિવારે જે.પી. રોડ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ; પ્રેમ પ્રકરણમાં મડરની આશંકા

Vadodara22 hours ago

વિશ્વવિખ્યાત યુનિવર્સિટીનો ‘હાઈટેક’ નમૂનો: મશીન નવા પણ પાણી ગાયબ!,ખુલ્લી વાયરિંગથી ભયનો માહોલ

Gujarat23 hours ago

આણંદ: APMC ચેરમેન અશોક માહિડા હુમલા કેસમાં 3 આરોપીઓ ઝડપાયા; ઉમેટા ચોકડી પર પોલીસે કર્યું રી-કન્સ્ટ્રક્શન

Vadodara23 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી; ₹25 લાખની લોન માટે મિત્ર સાથે ઠગાઈ કરનાર ભેજાબાજ ઝડપાયો

Vadodara24 hours ago

વડોદરા : અક્ષર ચોક બ્રિજ નીચે પાણીની લાઇન લીકેજ; ભર ઉનાળે લાખો લિટર પીવાનું પાણી ગટરમાં

Padra24 hours ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara1 day ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Padra24 hours ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara1 day ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 days ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara4 days ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara4 days ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara4 days ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Vadodara1 week ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara1 week ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Trending