Connect with us

Vadodara

GSFC નજીક હાઇવે પર ઝીરો વિઝીબિલિટી, વાહનોની હેડલાઈટ સિવાય કંઈ જ દેખાતું નથી

Published

on

ભારે વરસાદના કારણે વડોદરા પાસે જીએસએફસી નજીક નેશનલ હાઇ-વે પર વિઝીબીલીટીની સમસ્યા સર્જાઇ હોવાનું ધ્યાને આવ્યું છે. જેના કારણે હાઇ-વે પરથી પસાર થતા વાહનોની ગતિ એકદમ ધીમી પડી છે. સાથે જ હેડ લાઇટ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ વાહન ચલાવવું પડી રહ્યું છે. તો બીજી તરફ છાણીથી દશરથ ગામ સુધીના પટ્ટામાં ભારે દુર્ગંધ આવતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેથી વરસાદનો લાભ લઇને કોઇ ફેક્ટરી દ્વારા કેમિકલ યુક્ત વાયુનો નિકાલ કર્યો હોવા તરફ સ્થાનિકો સંકેત કરી રહ્યા છે. આ સમસ્યા અંગે જીપીસીબી દ્વારા પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

વડોદરામાં આજે સવારથી જ અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની ઘટના સામે આવી છે. ત્યારે વરસાદની ગતિ સહેજ પણ ધીમી નહી તથા વડોદરા પાસે જીએસએફસી નજીકથી પસાર થતા હાઇ-વે પર વિઝીલીબીટીની સમસ્યા સર્જાઇ છે. વરસાદના કારણે કારની હેડલાઇટથી વધુ જોઇ શકાય તેમ નથી. વાતાવરણ ભારે ઘૂંઘળુ થયું છે. ત્યારે હવે હાઇ-વે પરથી પસાર થતા વાહનો હેડ લાઇટ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ પસાર થઇ રહ્યા છે.

તો બીજી તરફ શહેર પાસે છાણીથી દથરથ ગામ તરફ જવાના પટ્ટા પર ભારે દુર્ગંધ આવી રહી છે. જેને લઇને સ્થાનિકો દ્વારા કોઇ કંપનીએ વરસાદનો લાભ લઇને પ્રદુષિત વાયુનો નિકાલ કર્યો હોવા તરફ સંકેત કરવામાં આવ્યો છે. ચોમાસામાં ઉદ્યોગો દ્વારા આ રીતે ઘન, પ્રવાહી કે પછી વાયુ પ્રદુષણનો નિકાલ કરવામાં આવતો હોવાના આરોપો અગાઉ પણ મુકવામાં આવી ચુક્યા છે. આ તકે સ્થાનિકોની વ્હારે જીપીસીબી આવે તેની વાટ લોકો જોઇ રહ્યા છે. અને આવા તત્વોનો શોધીને તેમની સામે કડક દંડનીય કાર્યવાહી થવી જોઇએ તેવું સ્થાનિકોનું માનવું છે.

Gujarat51 minutes ago

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રસ્તાઓ બન્યા ‘ગુંદર’, કાળઝાળ ગરમીમાં તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી

Chhotaudaipur2 hours ago

નસવાડીમાં ઉનાળાની શરૂઆતે જ પાણી માટે પોકાર, 100થી વધુ ચેકડેમો જર્જરિત હાલતમાં

Dabhoi2 hours ago

યાત્રાધામ ચાણોદના નર્મદા ઘાટ પર મહાકાય મગર દેખાતા ફફડાટ, શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ

Vadodara3 hours ago

વડોદરામાં વર્લ્ડ કપના જશ્નમાં જોખમી સ્ટંટ અને પોલીસ સાથે ઘર્ષણ, નિયમોના ઉડ્યા લીરેલીરા

Vadodara4 hours ago

વડોદરાની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીઓને એકાએક છૂટા કરાતા હોબાળો, કલેક્ટર કચેરી ગજવી

Vadodara4 hours ago

વડોદરામાં વેરા વસૂલાતનો ટાર્ગેટ પૂરો ન થતા તલાટીઓના પગાર અટકાવાયા, કર્મચારીઓમાં ભારે રોષ

Vadodara5 hours ago

મકરપુરા એસ.ટી. ડેપો પર પાલિકાની ત્રાટકતી ટીમ: કરોડથી વધુનો મિલકત વેરો બાકી હોવાથી લેવાયા આકરા પગલાં.

Editor's Exclusive7 hours ago

મોસ્ટ સીનીયર અને બેવડા હોદ્દાઓ સાથેના સંગઠનથી અનેક નેતાઓમાં નારાજગી વ્યાપી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor1 week ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara1 week ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli2 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending